:
Breaking News
ટ્રેઈની આઈએએસ પૂજા ખેડકરને હવે ભાન થશે: પૂજાને નોકરીમાંથી તગેડી મૂકાઈ, પરીક્ષા પણ આપી શકશે નહીં; જાણો સમગ્ર ઘટના વિગતે. કેરળ અંગે મોટો ઘટસ્ફોટ: ગૃહમંત્રી અમિત શાહે કહ્યું- કેરળ સરકારને તો એક અઠવાડિયા પહેલા ભૂસ્ખલન અંગે જાણ કરાઈ હતી, કેન્દ્રએ NDRFની 9 ટીમ પણ રાજ્યમાં મોકલી હતી. નીતિન ગડકરીએ નાણાં મંત્રીને કરી રજૂઆત: નીતિન ગડકરીએ નાણાં મંત્રીને પત્ર લખ્યો, કહ્યું- લાઈફ અને હેલ્થ ઈન્સ્યોરન્સ પ્રિમીયમ પરથી GST દૂર કરવામાં આવે; જાણો હાલ કેટલો છે GST ?. ઇઝરાઈલે 7 ઓક્ટોબરે થયેલા હુમલાનો બદલો લીધો : ઈઝરાયલે હમાસના ચીફ ઈસ્માઈલ હાનિયાનો ખાતમો બોલાવ્યો, એક જ દિવસમાં મોટા બે દુશ્મનને ઉડાવ્યાં. કેરળમાં સતત ત્રણ દિવસથી ભારે વરસાદઃ પહાડો પલળી જતા ભૂસ્ખલનની ઘટનાઓમાં ભારે વધારો, ત્રણ દિવસમાં 93 લોકોનાં મોત; જુઓ તબાહીના દ્રશ્યો VIDEOમાં. ઉત્તરપ્રદેશમાં લવ જેહાદ બિલ પાસ: આરોપીઓ માટે આજીવન કેદની જોગવાઈ, લવ જેહાદ હેઠળના ઘણા ગુનાઓની પણ સજા બમણી કરાઈ. ઝારખંડમાં મોટી રેલવે દુર્ઘટના: ચક્રધરપુરમાં હાવડા-મુંબઈ મેલના 18 કોચ પાટા પરથી ઉતરી ગયા, 2ના મોત, 20 ઘાયલ. કેરળના વાયનાડમાં ભીષણ ભૂસ્ખલન: 63 લોકોનાં મોત, 100થી વધુ લોકો દબાયા હોવાની શક્યતા; ઈન્ડિયન એરફોર્સે શરૂ કરી રાહત કામગીરી. બિહાર સરકારને સુપ્રીમ કોર્ટમાંથી ઝટકો: 65 ટકા રિઝર્વેશનના આદેશ પર રોક લગાવવાનો પટના હાઈકોર્ટનો ચુકાદો યથાવત રાખવામાં આવ્યો. જમ્મુ-કાશ્મીરના અનંતનાગમાં અકસ્માત: કાર ખીણમાં પડી જતા 5 બાળકો સહિત 8નાં મોત, પોલીસે ઘટના સ્થળે પહોંચી મૃતદેહને બહાર કાઢ્યા.

એક સમયના ઉદ્યોગપતિ હવે ડૂબી ગયા ભારે દેવામાં : ફ્યુચર ગ્રુપના બિયાનીએ મોલ વેચીને જંગી લેણાં ચુકવ્યા ..

top-news
  • 13 Apr, 2024

વર્ષો પહેલા દેશમાં મોલમાં શોપિંગ કરવાનું કલ્ચર લાવનાર ઉધોગપતિ હાલમાં અત્યંત દયનીય સ્થતિમાં જીવન વિતાવી રહ્યા છે. તેમણે એક સમયે દેશની જનતાને એક જ જગ્યાએ બધી વસ્તુઓની ખરીદી કરવાનો નવો  રસ્તો  બતાવ્યો તેની સાથે દેશની અર્થવ્યવસ્થાનું આધુનિકરણ કરવાનો એક સફળ પ્રયન્ત કર્યો હતો એવા એક માત્ર ઉધોગપતિ  ફ્યુચર ગ્રુપના પ્રમોટર કિશોર બિયાની હાલમાં ભારે દેવામાં ડૂબી ગયા છે. 

આ ઉદ્યોગપતિની સ્થિતિ એવી છે કે હવે તેમને મુંબઈનો સૌથી જૂનો મોલ પણ વેચવો પડ્યો છે. મળતી માહિતી મુજબ ફ્યુચર ગ્રૂપના માલિક કિશોર બિયાનીની, જેઓ કોરોનાના સમયથી ભારે મુશ્કેલીમાં છે. દેવાની કટોકટીનો સામનો કરી રહેલા ફ્યુચર ગ્રુપના પ્રમોટર કિશોર બિયાનીએ પોતાનો મોલ વેચીને જંગી લેણાં ચૂકવી દીધા છે. રિપોર્ટ અનુસાર, ફ્યુચર ગ્રુપે 476 કરોડ રૂપિયાનું વન ટાઈમ સેટલમેન્ટ કર્યું છે. કંપનીએ બંસી મોલ મેનેજમેન્ટ કંપનીના ધિરાણકર્તાઓને રૂ. 571 કરોડના લેણાં ચૂકવ્યા છે. આ રકમ ધિરાણકર્તાઓની બાકી રકમના 83 ટકા વસૂલાત છે.

અહેવાલ મુજબ કે રાહેજા કોર્પે સોમવારે મોલ ખરીદવાનો સોદો પૂર્ણ કર્યો. કે રાહેજા કોર્પે સીધી બેંકોને ચૂકવણી કરી, જેના બદલામાં પૈસા મોલ કંપનીને ટ્રાન્સફર કરવામાં આવ્યા. આ મોલ મુંબઈનો સૌથી જૂનો મોલ છે, જેની માલિકી બિયાની પરિવારની હતી. પરંતુ હવે કે રહેજા કોર્પે SOBO સેન્ટ્રલ મોલ ખરીદ્યો છે. મુંબઈનો SOBO મોલ કોવિડ દરમિયાન સંપૂર્ણપણે બંધ હતો.

આ મોલમાં હજુ પણ 1.5 લાખ ચોરસ ફૂટ વિસ્તાર લીઝ માટે ઉપલબ્ધ છે, પરંતુ કોવિડ પછી મોટાભાગની દુકાનો બંધ થવાને કારણે ભાડા માટે કોઈ ખરીદદારો મળી રહ્યા નથી, જેના કારણે તેને ચલાવતી કંપની બંસી મોલ મેનેજમેન્ટ, લોન 571 કરોડનો ખર્ચ થયો હતો. આવી સ્થિતિમાં હવે આ મોલ વેચવો પડશે. આ કંપની પર કેનેરા બેન્કના રૂ. 131 કરોડ, જ્યારે પંજાબ નેશનલ બેન્ક (PNB)ના રૂ. 90 કરોડ બાકી છે. આ સિવાય યુનિયન બેંકે ફ્યુચર બ્રાન્ડના રૂ. 350 કરોડનું દેવું છે.

કાપડના ઉદ્યોગપતિના પરિવારમાં જન્મેલા બિયાનીએ 1980ના દાયકામાં પથ્થરથી ધોયેલા ડેનિમ ફેબ્રિકનું વેચાણ કરીને વ્યવસાયિક સફર શરૂ કરી હતી. જો કે, આ પછી તેણે રિટેલ બિઝનેસમાં પ્રવેશ કર્યો અને 1987માં મેન્સ વેર પ્રાઈવેટ લિમિટેડ નામની કંપની શરૂ કરી, જેનું નામ 1991માં બદલીને પેન્ટાલૂન ફેશન ઈન્ડિયા લિમિટેડ કરવામાં આવ્યું. આ કંપનીનો IPO વર્ષ 1992માં આવ્યો હતો, જ્યારે 1994માં દેશભરમાં સ્ટોર્સ ખુલવા લાગ્યા હતા.

બિગ બજાર 2002 માં ફ્યુચર ગ્રુપ હેઠળ શરૂ કરવામાં આવ્યું હતું, જે 2003 સુધીમાં સ્ટોર્સ દ્વારા ઘણા શહેરોમાં વિસ્તરણ કરવામાં આવ્યું હતું. આ એક સ્ટોર હતો જે સસ્તા ભાવે માલ વેચવા માટે જાણીતો હતો. આ કારણે ટૂંક સમયમાં જ તેના સ્ટોર્સ દેશભરમાં ખુલવા લાગ્યા. ફ્યુચર ગ્રુપ ચેઇનની વૃદ્ધિ સાથે બિયાનીએ પણ ઘણી પ્રગતિ કરી. સ્થિતિ એવી હતી કે તે વિશ્વના ટોપ 10 અમીર લોકોની યાદીમાં સામેલ થઈ ગયો. તેને છૂટકનો રાજા પણ કહેવામાં આવે છે. 2017માં તેની નેટવર્થ $2.8 બિલિયન હતી, જે 2019માં ઘટીને $1.8 બિલિયન થઈ ગઈ.

જો કે, તેમની કટોકટી 2008 ના આર્થિક સંકટ પછી આવી હતી. આના પર કાબુ મેળવવા માટે બિયાનીએ પેન્ટાલૂનમાં પોતાનો આખો હિસ્સો આદિત્ય બિરલા ગ્રુપને વેચી દીધો, પરંતુ તે પછી પણ ફ્યુચર ગ્રુપ પાસે લગભગ 6 હજાર કરોડ રૂપિયા બાકી હતા. આ કંપની 2019 સુધી ચાલતી રહી અને એમેઝોન સાથેની ડીલ દરમિયાન થોડો હિસ્સો વેચીને લોનની ચુકવણી કરવામાં આવી હતી, પરંતુ કોરોનાના આગમન પછી કંપની સંપૂર્ણપણે દેવામાં ડૂબી ગઈ હતી અને સ્થિતિ એવી છે કે ફ્યુચર ગ્રુપની ઘણી કંપનીઓ હાલમાં વેચાણ અર્થે મૂકવામાં આવેલ છે, કા તો  તેનું વેચાણ કર્યું છે. 
ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎
https://shorturl.at/hjzN0

ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎