:
Breaking News
તિહાર જેલમાં ચોંકાવનારો ખુલાસો: 125 કેદીઓ એચઆઈવી પોઝિટિવ, 200ને સિફિલિસ રોગ થતા ગભરાટ; તિહારમાં 10 હજાર કેદીઓનું મેડિકલ સ્ક્રીનિંગ થયું. મમતાને નીતિ આયોગની બેઠક ન પસંદ આવી: CM મમતા બેનર્જી મીટિંગ છોડીને નીકળી ગયા, કહ્યું- મને બોલવા જ ન દીધી. જમ્મુ-કાશ્મીરમાં સર્ચ ઓપરેશન: માછિલ સેક્ટરમાં સૈનિકો અને આતંકીઓ વચ્ચે એન્કાઉન્ટર, અથડામણમાં 1 આતંકી ઠાર; 4 જવાન ઈજાગ્રસ્ત. આ દવાઓ મફત મળશે: ગુજરાતના તમામ આરોગ્ય કેન્દ્રો પર ફ્રીમાં મળશે જીવન જરૂરી મેડિસિન્સ, સરકારે યાદીમાં ઉમેરી નવી દવાઓ. ફ્રાન્સથી આવ્યા માઠા સમાચાર: ઓલિમ્પિકની શરૂઆત પહેલા ફ્રાન્સના રેલવે નેટવર્ક પર હુમલો થતા 8 લાખ લોકો અસરગ્રસ્ત, ટ્રેન નેટવર્કની ખામી શોધવાના પ્રયાસો ચાલું. ભારતીય શેરબજારોમાં મોટો ઉછાળો: સેન્સેક્સ 1292 અંક વધ્યો, નિફ્ટી 24834 પર બંધ; ભારતી એરટેલ, વિપ્રો, ટાટા સ્ટીલના શેર વધ્યા. ભષ્ટ્રાચારને નાથવા ગુજરાત સરકાર લાવશે કાયદો: વિધાનસભાના ચોમાસુ સત્રમાં વિધાયક આવે તેવી શક્યતા, ભષ્ટ્રાચાર કરનાર અધિકારીઓમાં ગભરાટ. કારગીલ વિજય દિવસની ઉજવણી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કારગિલ યુદ્ધના વીરોને આપી શ્રદ્ધાંજલિ, લદ્દાખમાં શિંકુન લા પ્રોજેક્ટની પણ કરી શરૂઆત. રાષ્ટ્રપતિ ભવનના હોલનું નામ બદલવાનો મામલો: કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ વડાપ્રધાન મોદી પર કર્યો શાબ્દિક હુમલો, કહ્યું- દરબારનો ખ્યાલ નથી પરંતુ 'શહેનશાહ'નો ખ્યાલ છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્રને આપ્યો ઝાટકો: કોર્ટે કહ્યું- રાજ્યોને ખાણ અને ખનીજો ધરાવતી જમીનો પર ટેક્સ લગાવવાનો અધિકાર, ખનીજો પર ટેક્સ વસુલવાના મામલે મોટો ચુકાદો.

માર્ચમાં ઉત્પાદન ક્ષેત્રની પ્રવૃતિઓ 16 વર્ષની ટોચે: નવા ઓર્ડરમાં વધારો થતા કર્મચારીઓની સંખ્યા માં વધારો

top-news
  • 03 Apr, 2024

સમગ્ર વિશ્વમાં હાલ મંદીનો  માહોલ છે,અનેક દેશો નું અર્થતંત્ર  પાટા પરથી ઉતરી ગયું છે.ખાસ કરીને મહતમ દેશોને ઉત્પાદન ક્ષેત્રે ભયંકર મંદીનો સામનો કરવો પડી રહ્યો છે,એવામાં ભારતમાં  ઉત્પાદન ક્ષેત્રમાં  નાણાં વર્ષ ૨૦૨૪ની સમાપ્તિ પ્રોત્સાહક નોંધ સાથે થઈ છે. સમાપ્ત થયેલા માર્ચમાં ઉત્પાદન ક્ષેત્રનો પરચેઝિંગ મેનેજર્સ' ઈન્ડેકસ (પીએમઆઈ) વધીને ૫૯.૧૦ સાથે ૧૬ વર્ષની ઊંચી સપાટીએ રહ્યો છે. નવા ઓર્ડરોમાં વધારાને પરિણામે ઉત્પાદન કામકાજ વધતા કંપનીઓએ કર્મચારીઓની સંખ્યા પણ વધારવી પડી હતી.

એચએસબીસી ઈન્ડિયા મેન્યુફેકચરિંગ પીએમઆઈ જે ફેબ્રુઆરી માં ૫૬.૯૦ હતો તે માર્ચમાં ૫૯.૧૦ સાથે ૧૬ વર્ષની ઊંચી સપાટીએ રહ્યો છે. ૨૦૦૮ બાદ આ સૌથી ઊંચો આંક છે. ૫૦થી ઉપરના ઈન્ડેકસને જે તે ક્ષેત્રનું વિસ્તરણ કહેવામાં આવે છે. 

માર્ચમાં સતત ૩૩માં મહિને પીએમઆઈ ૫૦થી ઉપર રહેવા પામ્યો છે. ઉપભોગ, ઈન્ટરમીડિયેટ તથા ઈન્વેસ્ટમેન્ટ ગુડસ ક્ષેત્રમાં માગ વધતા ઉત્પાદનમાં વધારો જોવા મળ્યો હોવાનું એચએસબીસી દ્વારા તૈયાર કરાયેલા સર્વે રિપોર્ટમાં જણાવાયું છે.

નવા ઓર્ડરની માત્રા પણ ૨૦૨૦ના ઓકટોબર બાદ સૌથી ઊંચી રહી છે. વેચાણ વધવાની અપેક્ષાએ તથા નાણાં વર્ષ ૨૦૨૩-૨૪નો અંતિમ મહિનો હોવાથી કંપનીઓએ સ્ટોકસ ઊભો કરવાની પણ ગણતરી રાખી હતી. કાચા માલની ખરીદીને જ્યાંસુધી સંબંધ છે ત્યાંસુધી કેપિટલ ગુડસને લગતા માલની ખરીદી  ઊંચી રહી હતી. જો કે  સર્વેમાં ભાગ લેનારી કંપનીઓમાં ફુગાવાને લગતી ચિંતા ચાલુ રહી હતી. 

ખર્ચનું દબાણ પાંચ મહિનાની ઊંચી સપાટીએ રહ્યું હતું. કપાસ, આયર્ન, મસીનરી ટુલ્સ, પ્લાસ્ટિકસ તથા સ્ટીલ માટે કંપનીઓએ વધુ રકમની ચૂકવણી કરી છે. મજબૂત ઓર્ડરને પગલે ઉત્પાદન વધારવાનું રહેતું હોવાથી કંપનીઓએ કર્મચારીઓની ભરતીમાં પણ વધારો કરવાની ફરજ પડી હતી. જોરદાર માગને કારણે કાચા માલના ખર્ચમાં વધારો થયો હતો. કર્મચારીઓની ભરતી સપ્ટેમ્બર, ૨૦૨૩ બાદ સૌથી સારી રહી છે. 

ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎

ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎