:
Breaking News
જમ્મુ-કાશ્મીરના અનંતનાગમાં અકસ્માત: કાર ખીણમાં પડી જતા 5 બાળકો સહિત 8નાં મોત, પોલીસે ઘટના સ્થળે પહોંચી મૃતદેહને બહાર કાઢ્યા. તિહાર જેલમાં ચોંકાવનારો ખુલાસો: 125 કેદીઓ એચઆઈવી પોઝિટિવ, 200ને સિફિલિસ રોગ થતા ગભરાટ; તિહારમાં 10 હજાર કેદીઓનું મેડિકલ સ્ક્રીનિંગ થયું. મમતાને નીતિ આયોગની બેઠક ન પસંદ આવી: CM મમતા બેનર્જી મીટિંગ છોડીને નીકળી ગયા, કહ્યું- મને બોલવા જ ન દીધી. જમ્મુ-કાશ્મીરમાં સર્ચ ઓપરેશન: માછિલ સેક્ટરમાં સૈનિકો અને આતંકીઓ વચ્ચે એન્કાઉન્ટર, અથડામણમાં 1 આતંકી ઠાર; 4 જવાન ઈજાગ્રસ્ત. આ દવાઓ મફત મળશે: ગુજરાતના તમામ આરોગ્ય કેન્દ્રો પર ફ્રીમાં મળશે જીવન જરૂરી મેડિસિન્સ, સરકારે યાદીમાં ઉમેરી નવી દવાઓ. ફ્રાન્સથી આવ્યા માઠા સમાચાર: ઓલિમ્પિકની શરૂઆત પહેલા ફ્રાન્સના રેલવે નેટવર્ક પર હુમલો થતા 8 લાખ લોકો અસરગ્રસ્ત, ટ્રેન નેટવર્કની ખામી શોધવાના પ્રયાસો ચાલું. ભારતીય શેરબજારોમાં મોટો ઉછાળો: સેન્સેક્સ 1292 અંક વધ્યો, નિફ્ટી 24834 પર બંધ; ભારતી એરટેલ, વિપ્રો, ટાટા સ્ટીલના શેર વધ્યા. ભષ્ટ્રાચારને નાથવા ગુજરાત સરકાર લાવશે કાયદો: વિધાનસભાના ચોમાસુ સત્રમાં વિધાયક આવે તેવી શક્યતા, ભષ્ટ્રાચાર કરનાર અધિકારીઓમાં ગભરાટ. કારગીલ વિજય દિવસની ઉજવણી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કારગિલ યુદ્ધના વીરોને આપી શ્રદ્ધાંજલિ, લદ્દાખમાં શિંકુન લા પ્રોજેક્ટની પણ કરી શરૂઆત. રાષ્ટ્રપતિ ભવનના હોલનું નામ બદલવાનો મામલો: કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ વડાપ્રધાન મોદી પર કર્યો શાબ્દિક હુમલો, કહ્યું- દરબારનો ખ્યાલ નથી પરંતુ 'શહેનશાહ'નો ખ્યાલ છે.

કોટક મહિન્દ્રાએ સોનાટા ફાઇનાન્સ પ્રા.લિ ને હસ્તગત કરી: રિઝર્વ બેંકે આપી પેટાકંપની બનાવવાની મંજૂરી ..

top-news
  • 29 Mar, 2024

ખાનગી ક્ષેત્રની કોટક મહિન્દ્રા બેંક લિમિટેડે સોનાટા ફાઇનાન્સ પ્રાઇવેટ લિમિટેડને રૂ. 537 કરોડમાં હસ્તગત કરી છે. આ સંપાદન સાથે, સોનાટા હવે કોટક મહિન્દ્રા બેંકની સંપૂર્ણ માલિકીની પેટાકંપની બની ગઈ છે. શેરબજારને આપેલી માહિતીમાં બેંકે કહ્યું કે બેંકે નોન-બેંકિંગ ફાઇનાન્સ કંપની સોનાટા ફાઇનાન્સ પ્રાઇવેટ લિમિટેડની 100 ટકા જાહેર અને પેઇડ-અપ મૂડી લગભગ રૂ. 537 કરોડમાં હસ્તગત કરી લીધી છે.

આ સમાચાર વચ્ચે ગુરુવારે કોટક બેંકના શેરમાં રોકાણકારોનો ટુટી પડ્યા હતા. સપ્તાહના છેલ્લા ટ્રેડિંગ દિવસે કોટક મહિન્દ્રા બેંકનો શેર એક ટકાથી વધુ વધીને રૂ. 1797 પર પહોંચી ગયો છે. મે 2023માં શેરની કિંમત 2,063 રૂપિયા થઈ ગઈ હતી. આ શેરની 52 સપ્તાહની ઊંચી સપાટી પણ છે.કોટક મહિન્દ્રા બેંકના શેરહોલ્ડિંગ પેટર્ન વિશે વાત કરીએ તો, 25.91 ટકા હિસ્સો પ્રમોટરો પાસે છે. તેવી જ રીતે પબ્લિક શેરહોલ્ડિંગ 74.09 ટકા છે.

પ્રમોટર ઉદય કોટક કંપનીમાં 25.71 ટકા હિસ્સો ધરાવે છે. આ 51,10,27,100 શેરની બરાબર છે. સોનાટા ફાઇનાન્સ એ નોન-બેંકિંગ ફાઇનાન્સ કંપની અથવા રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા સાથે નોંધાયેલ નાની ફાઇનાન્સ સંસ્થા છે. કંપની 10 રાજ્યોમાં 549 શાખાઓ દ્વારા કાર્ય કરે છે અને 31 ડિસેમ્બર, 2023 સુધીમાં અંદાજે રૂ. 2,620 કરોડની અસ્કયામતો અન્ડર મેનેજમેન્ટ ધરાવે છે.

20 ઓક્ટોબર, 2023ના રોજ, રિઝર્વ બેંકે કોટક મહિન્દ્રાને સોનાટા ફાઇનાન્સ હસ્તગત કરવા અને તેને પેટાકંપની બનાવવાની મંજૂરી આપી હતી. તે જ મહિનામાં કોટક મહિન્દ્રા બેંકે Kfin Technologiesમાં બે ટકા હિસ્સો રૂ. 208 કરોડમાં વેચ્યો છે. ડેટા અનુસાર, કોટક મહિન્દ્રા બેંકે 34,70,000 શેર વેચ્યા છે, જે Kfin ટેક્નોલોજીસના 2.03 ટકા હિસ્સાની સમકક્ષ છે. શેર સરેરાશ રૂ. 600.28ના ભાવે વેચાયા હતા, જે ટ્રાન્ઝેક્શનનું મૂલ્ય રૂ. 208.29 કરોડ રૂપિયા થયા હતા. આ પછી, Kfin Technologies માં કોટક મહિન્દ્રા બેંકનો હિસ્સો 9.80 ટકા હિસ્સો થી ઘટીને 7.77 ટકા થઈ ગયો છે.

ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎

ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎