:
Breaking News
આ દવાઓ મફત મળશે: ગુજરાતના તમામ આરોગ્ય કેન્દ્રો પર ફ્રીમાં મળશે જીવન જરૂરી મેડિસિન્સ, સરકારે યાદીમાં ઉમેરી નવી દવાઓ. ફ્રાન્સથી આવ્યા માઠા સમાચાર: ઓલિમ્પિકની શરૂઆત પહેલા ફ્રાન્સના રેલવે નેટવર્ક પર હુમલો થતા 8 લાખ લોકો અસરગ્રસ્ત, ટ્રેન નેટવર્કની ખામી શોધવાના પ્રયાસો ચાલું. ભારતીય શેરબજારોમાં મોટો ઉછાળો: સેન્સેક્સ 1292 અંક વધ્યો, નિફ્ટી 24834 પર બંધ; ભારતી એરટેલ, વિપ્રો, ટાટા સ્ટીલના શેર વધ્યા. ભષ્ટ્રાચારને નાથવા ગુજરાત સરકાર લાવશે કાયદો: વિધાનસભાના ચોમાસુ સત્રમાં વિધાયક આવે તેવી શક્યતા, ભષ્ટ્રાચાર કરનાર અધિકારીઓમાં ગભરાટ. કારગીલ વિજય દિવસની ઉજવણી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કારગિલ યુદ્ધના વીરોને આપી શ્રદ્ધાંજલિ, લદ્દાખમાં શિંકુન લા પ્રોજેક્ટની પણ કરી શરૂઆત. રાષ્ટ્રપતિ ભવનના હોલનું નામ બદલવાનો મામલો: કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ વડાપ્રધાન મોદી પર કર્યો શાબ્દિક હુમલો, કહ્યું- દરબારનો ખ્યાલ નથી પરંતુ 'શહેનશાહ'નો ખ્યાલ છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્રને આપ્યો ઝાટકો: કોર્ટે કહ્યું- રાજ્યોને ખાણ અને ખનીજો ધરાવતી જમીનો પર ટેક્સ લગાવવાનો અધિકાર, ખનીજો પર ટેક્સ વસુલવાના મામલે મોટો ચુકાદો. શેરબજાર ખુલતાની સાથે જ તૂટ્યું: સેન્સેક્સ 600 અંક ઘટ્યો, નિફ્ટી 24300ની નીચે; ટાટા મોટર્સ, લાર્સન, કોટક મહિન્દ્રાના શેર વધ્યા. રેલવે મંત્રીએ આપ્યા સારા સમાચાર: મધ્યમ અને ઓછી આવક ધરાવનાર પરિવારોને થશે સીધો ફાયદો, જાણો અશ્વિની વૈષ્ણવે કરેલી જાહેરાત વિશે. કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય: અગ્નિવીરોને BSF અને CISFમાં 10 ટકા અનામત મળશે, પ્રથમ બેચને ઉંમરમાં 5 વર્ષની છૂટછાટ અપાશે.

ટાટા જૂથનો ભંડોળ એકત્ર કરવા માટે IPO લાવવાનો વિચાર: 20 કે 25 વર્ષ પહેલા શરૂ કરાયેલા વ્યવસાયો વિકસાવવાની જરૂર ...

top-news
  • 27 Mar, 2024

 ભારતનું સૌથી જૂનું અને મોટું વ્યાવસાયિક જૂથ કથિત રીતે નવા વ્યવસાયોને ભંડોળ આપવા માટે ઘણા IPO લોન્ચ કરવાનું વિચારી રહ્યું છે. જેમાં ટાટા કેપિટલ, ટાટા ઓટોકોમ્પ સિસ્ટમ્સ, ટાટા પેસેન્જર ઇલેક્ટ્રિક મોબિલિટી, બિગબાસ્કેટ, ટાટા ડિજિટલ, ટાટા ઇલેક્ટ્રોનિક્સ, ટાટા હાઉસિંગ અને ટાટા બેટરીઝ જેવી કંપનીઓનો સમાવેશ થાય છે. ટાટા ગ્રુપ આગામી ત્રણ વર્ષમાં આ કંપનીઓ અંગે આઈપીઓ લાવવાનું વિચારી શકે છે. એક અહેવાલ મુજબ ટાટા જૂથ મોટું ભંડોળ એકત્ર કરવા માટે આ કંપનીઓનો IPO લાવવાનું વિચારી શકે છે. 

એક ખાનગી મીડિયાના અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે, ગ્રૂપના ફ્લેગશિપ TCSમાં રૂ. 9,300 કરોડ એકત્ર કરવા માટે તાજેતરના 0.65% હિસ્સાનું વેચાણ આ સૂચવે છે. રિપોર્ટમાં કંપનીના એક્ઝિક્યુટિવને ટાંકીને કહેવામાં આવ્યું છે કે "નિર્ણયો પર વિચાર કરવામાં આવશે" અને સંભવતઃ "20 કે 25 વર્ષ પહેલા શરૂ કરાયેલા વ્યવસાયો હવે વિકસાવવામાં આવી રહ્યા છે અને ભંડોળ માટે તૈયાર છે".

આ સાથે ટાટા મોટર્સ તેના ઈલેક્ટ્રિક વાહનો અને જગુઆર લેન્ડ રોવર લક્ઝરી કાર મેન્યુફેક્ચરિંગ એકમની કિંમતને અનલોક કરવાના ઉદ્દેશ્ય સાથે તેના પેસેન્જર અને કોમર્શિયલ વ્હીકલ બિઝનેસને બેમાં લિસ્ટ કરવાની યોજના બનાવી રહી છે. કંપનીઓ વચ્ચે વિતરણ અંગે પણ વિચારણા કરી રહી છે.  કંપનીએ ફાઇલિંગમાં કહ્યું હતું, કે ટ્રક અને બસનું ઉત્પાદન અને કોમર્શિયલ બિઝનેસમાં સંબંધિત રોકાણ અલગ યુનિટમાં થશે. બીજી કંપનીમાં પેસેન્જર કાર, ઈલેક્ટ્રિક વાહનો, જગુઆર લેન્ડ રોવર અને સંબંધિત રોકાણ સામેલ હશે. 

નોંધનીય છે કે, ગયા વર્ષે નવેમ્બરમાં ટાટા મોટર્સની પેટાકંપની ટાટા ટેક્નોલોજીસનું લિસ્ટિંગ થયું હતું, જે 2004માં ટાટા કન્સલ્ટન્સી સર્વિસિસના આઈપીઓ પછી લગભગ બે દાયકામાં ગ્રુપનો પહેલો આઈપીઓ ઓફર હતો.

ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎

ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎