:
Breaking News
મમતાને નીતિ આયોગની બેઠક ન પસંદ આવી: CM મમતા બેનર્જી મીટિંગ છોડીને નીકળી ગયા, કહ્યું- મને બોલવા જ ન દીધી. જમ્મુ-કાશ્મીરમાં સર્ચ ઓપરેશન: માછિલ સેક્ટરમાં સૈનિકો અને આતંકીઓ વચ્ચે એન્કાઉન્ટર, અથડામણમાં 1 આતંકી ઠાર; 4 જવાન ઈજાગ્રસ્ત. આ દવાઓ મફત મળશે: ગુજરાતના તમામ આરોગ્ય કેન્દ્રો પર ફ્રીમાં મળશે જીવન જરૂરી મેડિસિન્સ, સરકારે યાદીમાં ઉમેરી નવી દવાઓ. ફ્રાન્સથી આવ્યા માઠા સમાચાર: ઓલિમ્પિકની શરૂઆત પહેલા ફ્રાન્સના રેલવે નેટવર્ક પર હુમલો થતા 8 લાખ લોકો અસરગ્રસ્ત, ટ્રેન નેટવર્કની ખામી શોધવાના પ્રયાસો ચાલું. ભારતીય શેરબજારોમાં મોટો ઉછાળો: સેન્સેક્સ 1292 અંક વધ્યો, નિફ્ટી 24834 પર બંધ; ભારતી એરટેલ, વિપ્રો, ટાટા સ્ટીલના શેર વધ્યા. ભષ્ટ્રાચારને નાથવા ગુજરાત સરકાર લાવશે કાયદો: વિધાનસભાના ચોમાસુ સત્રમાં વિધાયક આવે તેવી શક્યતા, ભષ્ટ્રાચાર કરનાર અધિકારીઓમાં ગભરાટ. કારગીલ વિજય દિવસની ઉજવણી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કારગિલ યુદ્ધના વીરોને આપી શ્રદ્ધાંજલિ, લદ્દાખમાં શિંકુન લા પ્રોજેક્ટની પણ કરી શરૂઆત. રાષ્ટ્રપતિ ભવનના હોલનું નામ બદલવાનો મામલો: કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ વડાપ્રધાન મોદી પર કર્યો શાબ્દિક હુમલો, કહ્યું- દરબારનો ખ્યાલ નથી પરંતુ 'શહેનશાહ'નો ખ્યાલ છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્રને આપ્યો ઝાટકો: કોર્ટે કહ્યું- રાજ્યોને ખાણ અને ખનીજો ધરાવતી જમીનો પર ટેક્સ લગાવવાનો અધિકાર, ખનીજો પર ટેક્સ વસુલવાના મામલે મોટો ચુકાદો. શેરબજાર ખુલતાની સાથે જ તૂટ્યું: સેન્સેક્સ 600 અંક ઘટ્યો, નિફ્ટી 24300ની નીચે; ટાટા મોટર્સ, લાર્સન, કોટક મહિન્દ્રાના શેર વધ્યા.

અંબુજા સિમેન્ટ્સે વોટર મેનેજમેન્ટમાં મહત્વપૂર્ણ બેન્ચમાર્ક સ્થાપિત કર્યા: જળસુરક્ષા સુનિશ્ચિત કરવા 10 ગણા વોટર પોઝિટિવ બનવાનો ટાર્ગેટ...

top-news
  • 22 Feb, 2024

અદાણી જૂથની કંપનીઓ  ભવિષ્યને સુરક્ષિત સાચવી રાખવા માટે જળવાયુ સંરક્ષણનો અભિગમ અપનાવે છે. જૂથની વિવિધ કંપનીઓએ  જળ વ્યવસ્થાપન જાળવવા  માટે નિર્ણાયક પગલાં લીધાં છે. તાજેતરમાં અંબુજા સિમેન્ટ્સે જવાબદાર કોર્પોરેટ તરીકે વોટર મેનેજમેન્ટમાં બેન્ચમાર્ક સ્થાપિત કર્યા છે. 

જળસંરક્ષણ માટે ઈનોવેટીવ પ્રોડક્ટ્સ અને ઓપરેશનલ સુધારાઓ કરવામાં કંપની સતત આગળ વધી રહી છે. બાંધકામ ઉદ્યોગમાં વપરાતા ઇન્સ્ટન્ટ કોંક્રિટ મિક્સ પ્રોપોર્શન અને મોડ્યુલર ક્યોરિંગ સોલ્યુશન જેવા નવીન પ્રોડક્ટ સોલ્યુશન્સ વિકસાવવામાં કંપનીની સંલગ્નતા, કુદરતી સંસાધનોને શ્રેષ્ઠ બનાવવાની પ્રતિબદ્ધતા દર્શાવે છે. જેના પરિણામે પાણીની નોંધપાત્ર બચત થાય છે. 

અંબુજા સિમેન્ટ સમુદાયો માટે સરકાર અને સંગઠનોના સહયોગથી જળ સંરક્ષણના પ્રયાસો કરવામાં અગ્રેસર છે. જેમાં જળ જાગૃતિ ઝુંબેશ, વરસાદી પાણીના સંગ્રહ અંગે પ્રશિક્ષણ, જળ સાક્ષરતા અને આધુનિક સિંચાઈ તકનીકોનો સમાવેશ થાય છે. જેના પરિણામે રૂફટોપ રેઈન વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ, સપાટી પરના પાણીના સંગ્રહમાં વધારો અને ખેડૂતો દ્વારા માઈક્રો સિંચાઈની તકનીકોને અપનાવનારા લોકોમાં વધારો થયો છે. 

નાણાકીય વર્ષ 2022-23ની વાત કરીએ તો, 14 સમુદાયોના 736 ઘરોમાં રૂફટોપ રેઇન વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ્સ અપનાવી છે. સપાટી જળ સંગ્રહમાં 1.08 MCMનો  વધારો થયો છે. જ્યારે 2,368 ખેડૂતોએ સૂક્ષ્મ-સિંચાઈ પદ્ધતિઓ 2,242 હેક્ટરમાં પાણીના એક-એક ટીપાનો સદુપયોગ કરી ફળદ્રુપ પાક અપનાવ્યો છે. જૂથ સિંચાઈ યોજનાઓ દ્વારા 852 નાના અને સીમાંત ખેડૂતોને 212 હેક્ટર વિસ્તારને આવરી લેતા સિંચાઈનું કરી છે. ખેડૂતોને સૌર સિંચાઈ હેઠળ આવરી લેવામાં આવ્યા છે. એટલું જ નહીં, 20,735 ઘરો સુધી પીવાનું પાણીની પહોંચવામાં આવ્યું છે.

નિર્ણાયક ક્રિયાઓ અને નવીનત્તમ ઉકેલો એ જળ સુરક્ષા સુનિસ્ચિત કરવા અંબુજાએ આદરેલા અભિગમના પાયાના પથ્થરો છે. ટન દીઠ ઉત્પાદનમાં પાણીનો વપરાશ ઘટાડવા કંપનીએ ટ્રીટેડ પાણીના રિસાયક્લિંગને મહત્તમ કરવા વરસાદી પાણીનો સંગ્રહ અને પાણીની કાર્યક્ષમતાનાં સખત પગલાં અમલમાં મૂકવા ધ્યાન કેન્દ્રિત કર્યુ છે. આ નવીન પહેલોએ સમુદાયમાં જળ સુરક્ષામાં નોંધપાત્ર સુધારો કર્યો છે, જે એક-પાકમાંથી બહુવિધ-પાકની ખેતી તરફના પરિવર્તનમાં સ્પષ્ટ છે.

ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎

ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎