નિફ્ટીમાં ઈતિહાસ રચાયો : પ્રથમ વખત 22,150ની સપાટી વટાવી
- 19 Feb, 2024
NSE નિફ્ટીએ સ્થાનિક શેરબજારમાં નવા ઓલ-ટાઇમ લેવલ પર પહોંચી નવો રેકોર્ડ નોંધાવ્યો છે. આજના ટ્રેડિંગમાં એનએસઈ નિફ્ટીએ 22,157.90ની નવી ઓલ-ટાઇમ હાઈ લેવલ નોંધાવી છે અને પ્રથમવાર 22,150ની સપાટી પાર કરી લીધી છે. એનએસઈની સત્તાવાર વેબસાઈટ પરના ડેટા મુજબ આ ઓલ ટાઈમ હાઈને સ્પર્શ્યા બાદ શેરબજારનું માર્કેટ કેપિટલાઈઝેશન 386.30 લાખ કરોડ રૂપિયા પર પહોંચી ગયું છે.
આજે સવારે નિફ્ટી 22,103.45 પર ખુલ્યો હતો. દિવસભરના કારોબાર દરમિયાન નીચે 22,021.05ની સપાટી પર જઈને આવ્યા બાદ ઊંચે 22,186.65ની સપાટી પર જોવા મળ્યો હતો. ત્યારબાદ કારોબારના અંતે 22,122.25 પર બંધ થયો હતો.
સવારે શેરબજાર શ્રેષ્ઠ શરૂઆત સાથે લીલા નિશાન પર ખુલ્યું હતું, પરંતુ અડધા કલાકની અંદર સેન્સેક્સ અને નિફ્ટી બંને લાલ નિશાન પર આવી ગયું હતું. ત્યારબાદ માર્કેટમાં ફરી વધારો થયો અને માર્કેટ ખુલ્યાના બે કલાકમાં નિફ્ટીએ ઈતિહાસ નવા ઓલ-ટાઇમ લેવલ પર પહોંચી ગયો છે.
આજના ટ્રેડિંગ સેસશનની સમાપ્તી બાદ બેંક નિફ્ટી 0.32 ટકા એટલે કે 150.65 વધારા સાથે 46,535.50 પર બંધ થયું હતું. આજે બેંક નિફ્ટીના કારોબારમાં સૌથી નીચી સપાટી 46,317.70 અને સૌથી ઊંચી સપાટી 46,717.40 પર જોવા મળી હતી.
ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ
ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ