:
Breaking News
આ દવાઓ મફત મળશે: ગુજરાતના તમામ આરોગ્ય કેન્દ્રો પર ફ્રીમાં મળશે જીવન જરૂરી મેડિસિન્સ, સરકારે યાદીમાં ઉમેરી નવી દવાઓ. ફ્રાન્સથી આવ્યા માઠા સમાચાર: ઓલિમ્પિકની શરૂઆત પહેલા ફ્રાન્સના રેલવે નેટવર્ક પર હુમલો થતા 8 લાખ લોકો અસરગ્રસ્ત, ટ્રેન નેટવર્કની ખામી શોધવાના પ્રયાસો ચાલું. ભારતીય શેરબજારોમાં મોટો ઉછાળો: સેન્સેક્સ 1292 અંક વધ્યો, નિફ્ટી 24834 પર બંધ; ભારતી એરટેલ, વિપ્રો, ટાટા સ્ટીલના શેર વધ્યા. ભષ્ટ્રાચારને નાથવા ગુજરાત સરકાર લાવશે કાયદો: વિધાનસભાના ચોમાસુ સત્રમાં વિધાયક આવે તેવી શક્યતા, ભષ્ટ્રાચાર કરનાર અધિકારીઓમાં ગભરાટ. કારગીલ વિજય દિવસની ઉજવણી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કારગિલ યુદ્ધના વીરોને આપી શ્રદ્ધાંજલિ, લદ્દાખમાં શિંકુન લા પ્રોજેક્ટની પણ કરી શરૂઆત. રાષ્ટ્રપતિ ભવનના હોલનું નામ બદલવાનો મામલો: કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ વડાપ્રધાન મોદી પર કર્યો શાબ્દિક હુમલો, કહ્યું- દરબારનો ખ્યાલ નથી પરંતુ 'શહેનશાહ'નો ખ્યાલ છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્રને આપ્યો ઝાટકો: કોર્ટે કહ્યું- રાજ્યોને ખાણ અને ખનીજો ધરાવતી જમીનો પર ટેક્સ લગાવવાનો અધિકાર, ખનીજો પર ટેક્સ વસુલવાના મામલે મોટો ચુકાદો. શેરબજાર ખુલતાની સાથે જ તૂટ્યું: સેન્સેક્સ 600 અંક ઘટ્યો, નિફ્ટી 24300ની નીચે; ટાટા મોટર્સ, લાર્સન, કોટક મહિન્દ્રાના શેર વધ્યા. રેલવે મંત્રીએ આપ્યા સારા સમાચાર: મધ્યમ અને ઓછી આવક ધરાવનાર પરિવારોને થશે સીધો ફાયદો, જાણો અશ્વિની વૈષ્ણવે કરેલી જાહેરાત વિશે. કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય: અગ્નિવીરોને BSF અને CISFમાં 10 ટકા અનામત મળશે, પ્રથમ બેચને ઉંમરમાં 5 વર્ષની છૂટછાટ અપાશે.

અદાણી પોર્ટસએ ટોચનું સ્થાન પ્રાપ્ત કર્યું : ચાર રેટીંગ એજન્સીએ નેતૃત્વનો દરજ્જો આપ્યો...

top-news
  • 12 Feb, 2024

અદાણી પોર્ટ્સ એન્ડ સ્પેશિયલ ઈકોનોમિક ઝોન લિ.એ ચાર વૈશ્વિક રેટિંગ એજન્સીઓ દ્વારા કરવામાં આવેલા મૂલ્યાંકનમાં તેના ક્લાયમેટ સંબંધી પગલાઓ અને પર્યાવરણીય કામગીરી માટે ટોચનું સ્થાન હાંસલ કરવા સાથે વસુંધરાને હવામાનથી પ્રદુષણમુક્ત કરવા માટેની પોતાની પ્રતિબધ્ધતા દર્શાવી છે.

અદાણી પોર્ટ્સને આબોહવા પરિવર્તનના જોખમો અને તકોને હલ કરવા માટે CDP એ  નેતૃત્વ બેન્ડ "A-" એનાયત કર્યું છે. પ્રવર્તમાન શ્રેષ્ઠ પદ્ધતિઓના અમલીકરણમાં કંપનીના બહુપાંખી આયામોને માન્યતા આપી.

અદાણી પોર્ટસએ વૈશ્વિક લિસ્ટેડ માર્કેટ કેપના અડધાથી વધુ મૂલ્ય ધરાવતી તેમજ USD ૧૩૬ ટ્રિલિયનથી વધુના AUMનું પ્રતિનિધિત્વ કરતા રોકાણકારો સાથેની ૨૩ હજાર કંપનીઓ વતી CDP દ્વારા કરવામાં આવેલા મૂલ્યાંકનમાં ભાગ લીધો હતો. APSEZ ને તેની ઉત્સર્જન ઘટાડવાની પહેલ, ક્લાયમેટ ગવર્નન્સ અને જોખમ વ્યવસ્થાપન પ્રક્રિયાઓ માટે "A" નું સર્વોચ્ચ રેટિંગ મળ્યું છે. નોંધનીય છે કે દર વર્ષે બહુ જુજ કંપનીઓ  લીડરશીપ બેન્ડમાં સ્થાન પ્રાપ્ત કરે છે. 

દરિયાઇ સમુદ્ર, હવાઇ, માર્ગ અને રેલ ટ્રાન્સપોર્ટ, લોજીસ્ટિક્સ, વિશાળ ટ્રાન્ઝીટ અને અન્ય પરિવહન વ્યવસાયો સહીતની પરિવહનના આંતર માળખા ક્ષેત્રની દુનિયાની ૩૨૪ જેટલી કંપનીઓમાં અદાણી પોર્ટસને પર્યાવરણીય પરિમાણમાં પણ S&P ગ્લોબલ CSA 2023 (DJSI) દ્વારા ટોચનું સ્થાન આપવામાં આવ્યું છે.

અદાણી પોર્ટસ વૈશ્વિક સ્તરે એકંદર ESG આકારણી પરત્વે ૯૬ પર્સેન્ટાઈલ સ્કોર સાથે આ ક્ષેત્રની ટોચની ૧૫ અગ્રણી કંપનીઓમાં સ્થાન ધરાવે છે અને આ યાદીમાં સ્થાન મેળવનાર દેખીતી રીતે તે એકમાત્ર પોર્ટ ઓપરેટર છે.

સસ્ટેનાલિટીક્સ લો કાર્બન ટ્રાન્ઝિશન રેટિંગે પણ APSEZ ને તેના જાન્યુઆરી ૨૦૨૪ના છૈલ્લા અહેવાલ દરમિયાન પોર્ટ સેક્ટરમાં ટોચનો ક્રમ આપ્યો છે. સૂચક વૈશ્વિક નેટ ઝીરોના લક્ષ્ય સાથે કંપનીના અંદાજિત ઉત્સર્જનના સંરેખણને માપે છે. 

જ્યારે વૈશ્વિક તાપમાનમાં 1.7o ડીગ્રી C ના વધારા માટે કંપનીનું વર્તમાન અંદાજિત ઉત્સર્જન સસ્ટનેલિટીક્સને અનુરૂપ જણાયું હતું, ત્યારે અદાણી પોર્ટસએ ૨૦૪૦ સુધીમાં નેટ ઝીરોનાાલક્ષ્યને આંબવા  સુધી પહોંચવાની તેની પ્રતિબદ્ધતા જાહેર કરી છે, જે વૈશ્વિક GHG ઉત્સર્જનને જાળવી રાખવા માટે 1.5oC જૈવ વિવિધતાને આવરી લેતા એકંદર પર્યાવરણીય પરિમાણ પર નેટ ઝીરો સુધી પહોંચવાની જરૂરિયાત કરતાં એક દાયકો આગળ છે. 

અદાણી પોર્ટસને મૂડીઝ તરફથી છેલ્લા એનર્જી ટ્રાન્ઝિશન રેટિંગમાં પણ 'એડવાન્સ્ડ' રેટિંગ પ્રાપ્ત થયું છે, જે તેની નેતૃત્વની સ્થિતિ દર્શાવે છે. વધુમાં ૨૦૨૨માં મૂડીઝે પર્યાવરણીય, સામાજિક અને શાસનના ધોરણે APSEZના કરેલા મૂલ્યાંકનમાં કંપનીએ પરિવહનમાં પ્રથમ ક્રમ મેળવ્યો હતો.જેમાં પરિવહન અને લોજીસ્ટિકસ ક્ષેત્રના ગ્લોબલ ઇમર્જીંગ માર્કેટ્સના તમામ ક્ષેત્રોમા પણ  નવમું સ્થાન હાંસલ કર્યું હતું.

ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎

ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎