:
Breaking News
તિહાર જેલમાં ચોંકાવનારો ખુલાસો: 125 કેદીઓ એચઆઈવી પોઝિટિવ, 200ને સિફિલિસ રોગ થતા ગભરાટ; તિહારમાં 10 હજાર કેદીઓનું મેડિકલ સ્ક્રીનિંગ થયું. મમતાને નીતિ આયોગની બેઠક ન પસંદ આવી: CM મમતા બેનર્જી મીટિંગ છોડીને નીકળી ગયા, કહ્યું- મને બોલવા જ ન દીધી. જમ્મુ-કાશ્મીરમાં સર્ચ ઓપરેશન: માછિલ સેક્ટરમાં સૈનિકો અને આતંકીઓ વચ્ચે એન્કાઉન્ટર, અથડામણમાં 1 આતંકી ઠાર; 4 જવાન ઈજાગ્રસ્ત. આ દવાઓ મફત મળશે: ગુજરાતના તમામ આરોગ્ય કેન્દ્રો પર ફ્રીમાં મળશે જીવન જરૂરી મેડિસિન્સ, સરકારે યાદીમાં ઉમેરી નવી દવાઓ. ફ્રાન્સથી આવ્યા માઠા સમાચાર: ઓલિમ્પિકની શરૂઆત પહેલા ફ્રાન્સના રેલવે નેટવર્ક પર હુમલો થતા 8 લાખ લોકો અસરગ્રસ્ત, ટ્રેન નેટવર્કની ખામી શોધવાના પ્રયાસો ચાલું. ભારતીય શેરબજારોમાં મોટો ઉછાળો: સેન્સેક્સ 1292 અંક વધ્યો, નિફ્ટી 24834 પર બંધ; ભારતી એરટેલ, વિપ્રો, ટાટા સ્ટીલના શેર વધ્યા. ભષ્ટ્રાચારને નાથવા ગુજરાત સરકાર લાવશે કાયદો: વિધાનસભાના ચોમાસુ સત્રમાં વિધાયક આવે તેવી શક્યતા, ભષ્ટ્રાચાર કરનાર અધિકારીઓમાં ગભરાટ. કારગીલ વિજય દિવસની ઉજવણી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કારગિલ યુદ્ધના વીરોને આપી શ્રદ્ધાંજલિ, લદ્દાખમાં શિંકુન લા પ્રોજેક્ટની પણ કરી શરૂઆત. રાષ્ટ્રપતિ ભવનના હોલનું નામ બદલવાનો મામલો: કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ વડાપ્રધાન મોદી પર કર્યો શાબ્દિક હુમલો, કહ્યું- દરબારનો ખ્યાલ નથી પરંતુ 'શહેનશાહ'નો ખ્યાલ છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્રને આપ્યો ઝાટકો: કોર્ટે કહ્યું- રાજ્યોને ખાણ અને ખનીજો ધરાવતી જમીનો પર ટેક્સ લગાવવાનો અધિકાર, ખનીજો પર ટેક્સ વસુલવાના મામલે મોટો ચુકાદો.

આપ પછી આજે કોંગ્રેસના ધારાસભ્ય આપી શકે છે રાજીનામું, કોંગ્રેસનો હાથ છોડીને ભાજપનો ખેસ ધારણ કરશે..!

top-news
  • 19 Dec, 2023

લોકસભાની ચૂંટણી પહેલા ગુજરાતના રાજકારણમાં પહલચહલ શરૂ થઈ ગઈ છે. જેમાં પક્ષપલટાથી લઈ રાજીનામાના દોર ફરી એકવાર શરૂ થયા છે. આમ આદમીના પાર્ટીના ધારાસભ્યએ રાજીનામું આપ્યા બાદ હવે કોંગ્રેસના એક ધારાસભ્ય રાજીનામુ આપે તેવી એટકળો તેજ થઈ છે. રાજકીય સૂત્રો પાપ્ત માહિતી મુજબ તે ધારાસભ્ય મધ્ય ગુજરાતના હોવાની વિગતો પણ સામે આવી છે.

લોકસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસને મોટો ઝટકો લાગી શકે છે. આજે કોંગ્રેસના એક ધારાસભ્ય રાજીનામુ આપે તેવી પ્રબળ શક્યતાઓ છે. જે કોંગ્રેસનો હાથ છોડીને ભાજપનો ખેસ ધારણ કરશે. જેઓ મધ્ય ગુજરાતના ધારાસભ્ય છે તેવી પણ સૂત્રો પાપ્ત માહિતી છે. ધારાસભ્ય આજે અધ્યક્ષને રાજીનામુ આપી શકે છે.

લોકસભા ચૂંટણી પહેલા ગુજરાતમાં AAPના ધારાસભ્ય પણ રાજીનામુ ધરી દીધું હતું.  AAP ધારાસભ્ય ભૂપત ભાયાણી રાજીનામું આપી દીધો હતો. વિગતો મુજબ ભૂપત ભાયાણીએ ધારાસભ્ય પદેથી રાજીનામું આપવાની જાહેરાત કરી હતી બાદમાં તેમણે અધ્યક્ષને રાજુનામુ સોપ્યું હતું. તેઓ વિસાવદર બેઠક પરથી ચૂંટણી જીતેલા AAPમાંથી જીત્યા હતા.

ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎

ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎