સંસદની સુરક્ષામાં મોટી ક્ષતિઃ લોકસભાની કાર્યવાહી દરમિયાન પ્રેક્ષક ગેલેરીમાંથી યુવક કૂદી પડ્યો, પોલીસે બે લોકોની અટકાયત કરી
- 13 Dec, 2023
દેશના સૌથી સુરક્ષિત ગણાતા સંસદ ભવનની સુરક્ષામાં આજે બે ભૂલો થઈ હોવાના અહેવાલો સામે આવ્યા છે. પ્રથમ કિસ્સામાં, સંસદની બહાર વિરોધ પ્રદર્શન દરમિયાન પોલીસ દ્વારા બે લોકોની અટકાયત કરવામાં આવી હતી અને બીજો કેસ લોકસભાની કાર્યવાહી દરમિયાનનો છે.
નોંધનીય છે કે લોકસભામાં કાર્યવાહી ચાલી રહી હતી ત્યારે જ અચાનક દર્શક દીર્ઘામાંથી એક યુવક સાંસદો તરફ કૂદી ગયો હતો, જે બાદ બીજા બે શખ્સો પણ આવ્યા. વીડિયોમાં જોઈ શકાય છે કે સુરક્ષાકર્મીઓ આવે તે પહેલા જ સાંસદોએ તે યુવકને ઝડપી લીધો હતો. કોંગ્રેસ નેતા અધીર રંજન ચૌધરીએ કહ્યું, બે યુવકો ગેલેરીમાંથી કૂદયા હતા બાદમાં કશું ફેંક્યું જેમાંથી ગેસ નીકળી રહી હતી. સાંસદોએ તેમને પકડી પાડયા. સુરક્ષાકર્મીઓએ તેને પકડીને બહાર કાઢ્યો. બાદમાં કાર્યવાહીને બે વાગ્યા સુધી સ્થગિત કરી દેવામાં આવી. અધીર રંજને એમ પણ કહ્યું કે નિશ્ચિત રૂપે આ સુરક્ષામાં ચૂક છે કારણ કે આજે જ 2001ના હુમલાની વરસી છે.
ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ
ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ