:
Breaking News
નેપાળના પ્લેન ક્રેશનો VIDEO: આગનો ગોળો બની ગયું વિમાન, જુઓ LIVE વીડિયો; ટેક ઓફ થતાની સાથે જ ભડભડ સળગ્યું. નેપાળમાં પ્લેન ક્રેશ: કાઠમંડુના ત્રિભુવન ઈન્ટરનેશન એરપોર્ટ પર ટેક ઓફ કરવા જતું પ્લેન ક્રેશ, 18નાં મોત. સંસદની કાર્યવાહી શરૂ થતા જ હોબાળો: બજેટના વિરોધમાં વિપક્ષી સાંસદ કરી રહ્યાં છે નારેબાજી, સ્પીકર ઓમ બિરલાએ વ્યક્ત કરી નારાજગી. NEET-UG પરીક્ષામાં ગેરરીતિનો મામલો: સુપ્રીમ કોર્ટે કહ્યું- પરીક્ષા ફરી વખત નહીં લેવાય, ફ્રોડના પુરાવા પુરતા નથી. બજેટની પ્રત્યેક વિગતો મુદ્દા સહિત: પ્રથમ નોકરીવાળાને 15 હજાર, 1 કરોડ મકાન, ટેક્સ છૂટ; વાંચો નિર્મલાના પટારામાંથી શું-શું નીકળ્યું ?. બજેટના દિવસે શેરબજારમાં કડાકો: લોંગ ટર્મ કેપિટલ ગેઈન ટેક્સ વધારાતા માર્કેટ રીસાયું; સેન્સેક્સ 900 અંક ઘટ્યો, નિફ્ટીએ 24250નું લેવલ તોડ્યું. બજેટ આ રીતે કરશે તમારા ખિસ્સાને અસર: એક સેકન્ડમાં જાણી લો શું થયું મોઘું અને શું થયું સસ્તું ?. બજેટે આપી બિઝનેસ કરવાની ઉત્તમ તક: બિઝનેસ માટે લોન મેળવવા આ રીતે કરો અરજી, સરકાર કરશે આટલા લાખ રૂપિયા સુધીની સહાય. બજેટ પહેલા નીતિશના આ શબ્દોનો શું અર્થ ?: નીતિશ કુમારે કહ્યું- બધી વસ્તુઓની ધીરે-ધીરે ખબર પડશે, શું નીતિશ મોદી સરકારને ચાલવા દેશે કે પછી ટેકો પાછો ખેંચશે ?. બજેટ પૂર્વે આર્થિક સર્વે રજૂ: ઉદ્યોગ જગતને કેન્દ્ર સરકાર ઈલેક્ટ્રિક વ્હિકલ્સની નીતિઓમાં સુધારો કરશે તેવી અપેક્ષા, શું બજેટ પછી ઈલેક્ટ્રિક વ્હિકલ્સ ભાવ ઘટશે?.

ભયાનક થયું મિચોંગ વાવાઝોડું, 110 કિ.મી પવન ફંકાશે તમિલનાડુને ધમરોળશે, 118થી વધુ ટ્રેનો રદ કરાઈ

top-news
  • 04 Dec, 2023

દક્ષિણ-પશ્ચિમ બંગાળની ખાડી ઉપર સર્જાયેલું  લૉ પ્રેશર ઝોન હવે મિચોંગ વાવાઝોડામાં રૂપાંતરિત થઈ ગયું છે. આજે તે ઉત્તર તમિલનાડુના તટ પર ટકરાઈ શકે છે. હવામાન વિભાગ (IMD) ના અહેવાલ અનુસાર આ તોફાન પુડ્ડુચેરીથી લગભગ 250 કિ.મી. પૂર્વ-દક્ષિણપૂર્વ, ચેન્નઈથી 230 કિ.મી. પૂર્વ-દક્ષિણપૂર્વ, નેલ્લોરથી 350 કિ.મી. દક્ષિણપૂર્વમાં કેન્દ્રિત છે. 
ક્યાં અને ક્યારે ટકરાશે? 

મિચોંગ વાવાઝોડું ઉત્તર-પશ્ચિમ તરફથી આગળ વધીને આજે દક્ષિણ આંધ્રપ્રદેશ અને ઉત્તર તમિલનાડુના તટ પર ત્રાટકી શકે છે. તેના પછી 110 કિ.મી. પ્રતિ કલાકની ઝડપે પવન સાથે મિચોંગ મંગળવારે નેલ્લોર અને મછલીપટ્ટનમના બીચ પર ટકરાઈ શકે છે. તેની મહત્તમ ઝડપ 100 કિ.મી. પ્રતિકલાકની રહી શકે છે. 

કેવી છે તૈયારી? 

એક અહેવાલ અનુસાર સ્થિતિનો સામનો કરવા માટે એનડીઆરએફએ તમિલનાડુ, આંધ્રપ્રદેશ અને પુડ્ડુચેરીમાં 21 ટીમો તહેનાત કરી દીધી છે. તેની સાથે 8 વધારાની ટીમને રિઝર્વ રખાઈ છે. કેબિનેટ સચિવ રાજીવ ગૌબાના નેતૃત્વમાં યોજાયેલી એનસીએમસીની બેઠકમાં વાવાઝોડામાં રાજ્ય સરકાર અને કેન્દ્રીય મંત્રાલય તથા વિભાગોની તૈયારીઓની સમીક્ષા કરાઈ હતી.  લગભગ 118 ટ્રેનો રદ કરી દેવામાં આવી છે. 

ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎

ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎