3 રાજ્યોમાં ભાજપની બમ્પર જીત: આજે સાંજે BJP હેડક્વાર્ટરથી વડાપ્રધાન મોદી કાર્યકર્તાઓને સંબોધશે
![top-news](https://www.gujaratvandan.com/public/uploads/images/newsimages/GujaratVandan03122023_085024_BJP.jpg)
- 03 Dec, 2023
મધ્યપ્રદેશ, છત્તીસગઢ, તેલંગાણા અને રાજસ્થાનમાં વિધાનસભા ચૂંટણીની મતગણતરી ચાલી રહી છે. અત્યાર સુધીના વલણોમાં ભારતીય જનતા પાર્ટીએ ત્રણ રાજ્યોમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. રાજસ્થાન, મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં પાર્ટીએ કોંગ્રેસને પાછળ છોડીને બહુમતીના આંકડો સ્પર્શી લીધો છે. જ્યારે કાંગ્રેસ માત્ર તેલંગાળામાં જ આગળ ચાલી રહી છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે, દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સાંજે 6:00 વાગ્યે દિલ્હીમાં પાર્ટી હેડક્વાર્ટર પહોંચશે અને કાર્યકર્તાઓને સંબોધિત કરશે. પાર્ટીની સફળતા પર દિલ્હી સ્થિત બીજેપીના રાષ્ટ્રીય કાર્યાલયમાં જશ્નની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે.