:
Breaking News
નેપાળના પ્લેન ક્રેશનો VIDEO: આગનો ગોળો બની ગયું વિમાન, જુઓ LIVE વીડિયો; ટેક ઓફ થતાની સાથે જ ભડભડ સળગ્યું. નેપાળમાં પ્લેન ક્રેશ: કાઠમંડુના ત્રિભુવન ઈન્ટરનેશન એરપોર્ટ પર ટેક ઓફ કરવા જતું પ્લેન ક્રેશ, 18નાં મોત. સંસદની કાર્યવાહી શરૂ થતા જ હોબાળો: બજેટના વિરોધમાં વિપક્ષી સાંસદ કરી રહ્યાં છે નારેબાજી, સ્પીકર ઓમ બિરલાએ વ્યક્ત કરી નારાજગી. NEET-UG પરીક્ષામાં ગેરરીતિનો મામલો: સુપ્રીમ કોર્ટે કહ્યું- પરીક્ષા ફરી વખત નહીં લેવાય, ફ્રોડના પુરાવા પુરતા નથી. બજેટની પ્રત્યેક વિગતો મુદ્દા સહિત: પ્રથમ નોકરીવાળાને 15 હજાર, 1 કરોડ મકાન, ટેક્સ છૂટ; વાંચો નિર્મલાના પટારામાંથી શું-શું નીકળ્યું ?. બજેટના દિવસે શેરબજારમાં કડાકો: લોંગ ટર્મ કેપિટલ ગેઈન ટેક્સ વધારાતા માર્કેટ રીસાયું; સેન્સેક્સ 900 અંક ઘટ્યો, નિફ્ટીએ 24250નું લેવલ તોડ્યું. બજેટ આ રીતે કરશે તમારા ખિસ્સાને અસર: એક સેકન્ડમાં જાણી લો શું થયું મોઘું અને શું થયું સસ્તું ?. બજેટે આપી બિઝનેસ કરવાની ઉત્તમ તક: બિઝનેસ માટે લોન મેળવવા આ રીતે કરો અરજી, સરકાર કરશે આટલા લાખ રૂપિયા સુધીની સહાય. બજેટ પહેલા નીતિશના આ શબ્દોનો શું અર્થ ?: નીતિશ કુમારે કહ્યું- બધી વસ્તુઓની ધીરે-ધીરે ખબર પડશે, શું નીતિશ મોદી સરકારને ચાલવા દેશે કે પછી ટેકો પાછો ખેંચશે ?. બજેટ પૂર્વે આર્થિક સર્વે રજૂ: ઉદ્યોગ જગતને કેન્દ્ર સરકાર ઈલેક્ટ્રિક વ્હિકલ્સની નીતિઓમાં સુધારો કરશે તેવી અપેક્ષા, શું બજેટ પછી ઈલેક્ટ્રિક વ્હિકલ્સ ભાવ ઘટશે?.

AAP સાંસદ સંજય સિંહ વિરુદ્ધ EDએ ચાર્જશીટ દાખલ કરી, AAP નેતાની મની લોન્ડરિંગના આરોપમાં EDએ ધરપકડ કરી હતી

top-news
  • 02 Dec, 2023

દિલ્હી એક્સાઈઝ પોલિસી મામલે EDએ આજે સંજય સિંહ વિરુદ્ધ રાઉઝ એવેન્યુ કોર્ટ માં ચાર્જશીટ દાખલ કરી છે. EDની આ ચાર્જશીટ 60 પાનાની છે. EDની ચાર્જશીટમાં સંજય સિંહને આરોપી બનાવવામાં આવ્યા છે. આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ અને દિગ્ગજ નેતા સંજય સિંહની ઓક્ટોબર 2023માં EDએ કલાકો સુધી પૂછપરછ કર્યા બાદ ધરપકડ કરી હતી. ત્યારથી સંજય સિંહ તિહાર જેલમાં બંધ છે. તેમણે જામીન માટે રાઉઝ એવેન્યુ કોર્ટ, દિલ્હી હાઈકોર્ટથી લઈને સુપ્રીમ કોર્ટ સુધી અરજી દાખલ કરી પરંતુ હજુ સુધી તેમને સફળતા નથી મળી.

આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ સંજય સિંહને 24 નવેમ્બર 2023ના રોજ રાઉઝ એવેન્યુ કોર્ટે નિરાશ કરતા તેમની ન્યાયિક કસ્ટડી 4 ડિસેમ્બર સુધી વધારી દીધી હતી.

દિલ્હી એક્સાઈઝ પોલિસી કેસમાં AAP નેતા સંજય સિંહની મની લોન્ડરિંગના આરોપમાં EDએ ધરપકડ કરી હતી. 24 નવેમ્બરે EDએ રાઉઝ એવન્યુ કોર્ટને જણાવ્યું હતું કે, આ મામલે ટૂંક સમયમાં સપ્લીમેન્ટ્રી ચાર્જશીટ દાખલ કરવામાં આવશે. EDના વકીલની માંગ પર દિલ્હી કોર્ટે સંજય સિંહની કસ્ટડી 4 ડિસેમ્બર સુધી વધારી દીધી. કોર્ટે EDને પૂછ્યું હતું કે ચાર્જશીટ ક્યારે દાખલ કરવામાં આવશે. EDના વકીલે કહ્યું હતું કે 1 અથવા 2 ડિસેમ્બર 2023 સુધીમાં ચાર્જશીટ દાખલ કરવામાં આવશે. સંજય સિંહની જ્યુડિશિયલ કસ્ટડી તે પ્રમાણે આગળ વધારી શકાય છે. કોર્ટે EDને કહ્યું હતું કે 60 દિવસ પૂરા થવાના છે.

ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎

ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎