:
Breaking News
આ દવાઓ મફત મળશે: ગુજરાતના તમામ આરોગ્ય કેન્દ્રો પર ફ્રીમાં મળશે જીવન જરૂરી મેડિસિન્સ, સરકારે યાદીમાં ઉમેરી નવી દવાઓ. ફ્રાન્સથી આવ્યા માઠા સમાચાર: ઓલિમ્પિકની શરૂઆત પહેલા ફ્રાન્સના રેલવે નેટવર્ક પર હુમલો થતા 8 લાખ લોકો અસરગ્રસ્ત, ટ્રેન નેટવર્કની ખામી શોધવાના પ્રયાસો ચાલું. ભારતીય શેરબજારોમાં મોટો ઉછાળો: સેન્સેક્સ 1292 અંક વધ્યો, નિફ્ટી 24834 પર બંધ; ભારતી એરટેલ, વિપ્રો, ટાટા સ્ટીલના શેર વધ્યા. ભષ્ટ્રાચારને નાથવા ગુજરાત સરકાર લાવશે કાયદો: વિધાનસભાના ચોમાસુ સત્રમાં વિધાયક આવે તેવી શક્યતા, ભષ્ટ્રાચાર કરનાર અધિકારીઓમાં ગભરાટ. કારગીલ વિજય દિવસની ઉજવણી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કારગિલ યુદ્ધના વીરોને આપી શ્રદ્ધાંજલિ, લદ્દાખમાં શિંકુન લા પ્રોજેક્ટની પણ કરી શરૂઆત. રાષ્ટ્રપતિ ભવનના હોલનું નામ બદલવાનો મામલો: કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ વડાપ્રધાન મોદી પર કર્યો શાબ્દિક હુમલો, કહ્યું- દરબારનો ખ્યાલ નથી પરંતુ 'શહેનશાહ'નો ખ્યાલ છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્રને આપ્યો ઝાટકો: કોર્ટે કહ્યું- રાજ્યોને ખાણ અને ખનીજો ધરાવતી જમીનો પર ટેક્સ લગાવવાનો અધિકાર, ખનીજો પર ટેક્સ વસુલવાના મામલે મોટો ચુકાદો. શેરબજાર ખુલતાની સાથે જ તૂટ્યું: સેન્સેક્સ 600 અંક ઘટ્યો, નિફ્ટી 24300ની નીચે; ટાટા મોટર્સ, લાર્સન, કોટક મહિન્દ્રાના શેર વધ્યા. રેલવે મંત્રીએ આપ્યા સારા સમાચાર: મધ્યમ અને ઓછી આવક ધરાવનાર પરિવારોને થશે સીધો ફાયદો, જાણો અશ્વિની વૈષ્ણવે કરેલી જાહેરાત વિશે. કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય: અગ્નિવીરોને BSF અને CISFમાં 10 ટકા અનામત મળશે, પ્રથમ બેચને ઉંમરમાં 5 વર્ષની છૂટછાટ અપાશે.

સપોર્ટ સ્ટાફની મુદત વધારવાની કરી જાહેરાત, BCCI એ રાહુલ દ્રવિડનો જ ટીમ ઈન્ડિયાના હેડ કોચ તરીકે કોન્ટ્રાક્ટ આગળ વધાર્યો

top-news
  • 29 Nov, 2023

ભારતીય ક્રિકેટ કંન્ટ્રોલ બોર્ડે (BCCI) ટીમ ઈન્ડિયાના કોચિંગ સ્ટાફનો કોન્ટ્રાક્ટ આગળ વધારવાની જાહેરાત કરી દીધી છે. રાહુલએન્ડ કંપનીનો કોન્ટ્રાક્ટ બીસીસીઆઈએ એક્સેટેન્શન કરી દીધો છે. પરંતુ હાલમાં તારીખની જાહેરાત કરાઈ નથી કે કેટલા સમય સુધી તે ટીમના હેડ કોચ તરીકે રહેશે. રાહુલ દ્રવિડની સાથે તેમની સપોર્ટ ટીમ, બોલિંગ કોચ, બેટિંગ કોચ બધાનો કાર્યકાળ પૂરો થઈ ગયો હતો.

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) રાહુલ દ્રવિડને જ સીનિયર મેન્સ ટીમના કોચ બનાવી રાખ્યા છે. વર્લ્ડકપ સમાપ્ત થયા પછી દ્રવિડનો કાર્યકાળ પૂર્ણ થઇ ગયો હતો અને બોર્ડે ત્યાર સુધી કોઇ નવી ઓફર આપી નહતી. નેશનલ ક્રિકેટ એકેડમી (NCA)ના પ્રમુખ વીવીએસ લક્ષ્મણ ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ રમાઇ રહેલી પાંચ ટી-20 મેચની સિરીઝમાં કોચની ભૂમિકા નીભાવી રહ્યો છે. હવે બોર્ડે દ્રવિડને કોન્ટ્રાક્ટ વધારવાનો પ્રસ્તાવ આપ્યો છે.

બીસીસીઆઇએ ગત અઠવાડિયે દ્રવિડનો સંપર્ક કર્યો હતો. આ દરમિયાન કાર્યકાળ વધારવાને લઇને વાત થઇ છે. જોકે, હજુ સુધી તેની પૃષ્ટી નથી થઇ કે દ્રવિડે આ ઓફર સ્વીકારી છે કે નથી સ્વીકારી. બીસીસીઆઇ દ્રવિડને કોચ બનાવવા માટે ઉત્સુક છે, જેનું મુખ્ય કારણ આ છે કે દ્રવિડે છેલ્લા બે વર્ષમાં કામ કર્યું છે, તેને બોર્ડ આગળ વધારવા માંગે છે. જો દ્રવિડ કોચ પદનો ફરી સ્વીકાર કરે છે તો તેના સહાય કોચોની ટીમ યથાવત રહી શકે છે. વિક્રમ રાઠોર બેટિંગ કોચ, પારસ મ્હામ્બ્રે બોલિંગ કોચ અને ટી દિલીપ ફિલ્ડિંગ કોચના રૂપમાં ભૂમિકા નીભાવતા રહેશે.

જો દ્રવિડ આ પ્રસ્તાવનો સ્વીકાર કરે છે તો બીજા કાર્યકાળમાં તેનું પ્રથમ કામ ભારતના દક્ષિણ આફ્રિકાનો પ્રવાસ હશે. આ દરમિયાન ત્રણ ટી-20, ત્રણ વન ડે અને બે ટેસ્ટ મેચની સિરીઝ રમાશે. 10 ડિસેમ્બરે ટી-20 સિરીઝ પ્રવાસની શરૂઆત થશે. જૂનમાં ટી-20 વર્લ્ડકપ પહેલા ઘરેલુ મેદાન પર ઇંગ્લેન્ડ વિરૂદ્ધ પાંચ મેચની ટેસ્ટ સિરીઝ છે. દ્રવિડે 2021માં ટી-20 વર્લ્ડકપ પછી રવિ શાસ્ત્રીની જગ્યા લીધી હતી. દ્રવિડને બે વર્ષના કાર્યકાળ માટે નિયુક્ત કરવામાં આવ્યા હતા જે વન ડે વર્લ્ડકપ સાથે સમાપ્ત થયો હતો. વર્લ્ડકપમાં ભારત રનર્સઅપ રહ્યું હતું. કોચના રૂપમાં દ્રવિડના નેતૃત્વમાં આઇસીસી આયોજનોમાં આ ભારત માટે સંયુક્ત રીતે સર્વશ્રેષ્ઠ પ્રદર્શન હતું. તે જૂનમાં વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઇનલમાં ઓસ્ટ્રેલિયા સામે જ હારી ગયું હતું. આ પહેલા 2022 ટી-20 વર્લ્ડકપ સેમિ ફાઇનલમાં ભારતને ઇંગ્લેન્ડે હરાવ્યું હતું.

ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎

ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎