:
Breaking News
આ દવાઓ મફત મળશે: ગુજરાતના તમામ આરોગ્ય કેન્દ્રો પર ફ્રીમાં મળશે જીવન જરૂરી મેડિસિન્સ, સરકારે યાદીમાં ઉમેરી નવી દવાઓ. ફ્રાન્સથી આવ્યા માઠા સમાચાર: ઓલિમ્પિકની શરૂઆત પહેલા ફ્રાન્સના રેલવે નેટવર્ક પર હુમલો થતા 8 લાખ લોકો અસરગ્રસ્ત, ટ્રેન નેટવર્કની ખામી શોધવાના પ્રયાસો ચાલું. ભારતીય શેરબજારોમાં મોટો ઉછાળો: સેન્સેક્સ 1292 અંક વધ્યો, નિફ્ટી 24834 પર બંધ; ભારતી એરટેલ, વિપ્રો, ટાટા સ્ટીલના શેર વધ્યા. ભષ્ટ્રાચારને નાથવા ગુજરાત સરકાર લાવશે કાયદો: વિધાનસભાના ચોમાસુ સત્રમાં વિધાયક આવે તેવી શક્યતા, ભષ્ટ્રાચાર કરનાર અધિકારીઓમાં ગભરાટ. કારગીલ વિજય દિવસની ઉજવણી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કારગિલ યુદ્ધના વીરોને આપી શ્રદ્ધાંજલિ, લદ્દાખમાં શિંકુન લા પ્રોજેક્ટની પણ કરી શરૂઆત. રાષ્ટ્રપતિ ભવનના હોલનું નામ બદલવાનો મામલો: કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ વડાપ્રધાન મોદી પર કર્યો શાબ્દિક હુમલો, કહ્યું- દરબારનો ખ્યાલ નથી પરંતુ 'શહેનશાહ'નો ખ્યાલ છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્રને આપ્યો ઝાટકો: કોર્ટે કહ્યું- રાજ્યોને ખાણ અને ખનીજો ધરાવતી જમીનો પર ટેક્સ લગાવવાનો અધિકાર, ખનીજો પર ટેક્સ વસુલવાના મામલે મોટો ચુકાદો. શેરબજાર ખુલતાની સાથે જ તૂટ્યું: સેન્સેક્સ 600 અંક ઘટ્યો, નિફ્ટી 24300ની નીચે; ટાટા મોટર્સ, લાર્સન, કોટક મહિન્દ્રાના શેર વધ્યા. રેલવે મંત્રીએ આપ્યા સારા સમાચાર: મધ્યમ અને ઓછી આવક ધરાવનાર પરિવારોને થશે સીધો ફાયદો, જાણો અશ્વિની વૈષ્ણવે કરેલી જાહેરાત વિશે. કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય: અગ્નિવીરોને BSF અને CISFમાં 10 ટકા અનામત મળશે, પ્રથમ બેચને ઉંમરમાં 5 વર્ષની છૂટછાટ અપાશે.

ચીનમાં કોરોના વાયરસની જેમ નવી બિમારીથી તબાહીઃ ભારત સરકાર હરકતમાં રાજયોને હેલ્થ એડવાઈઝરી પાઠવી

top-news
  • 27 Nov, 2023

ચીનમાંથી ઉદભવતી બીમારીઓના કારણે દુનિયા બીજી વખત ચિંતામાં મૂકાઈ છે. ચીનમાંથી ફેલાયેલા કોરોના અથવા કોવિડે કરોડો લોકોનો જીવ લીધા પછી હવે અહીં ન્યુમોનિયા જેવી એક રહસ્યમય બીમારી ફેલાઈ છે. પરિણામે ભારત સરકારે પણ તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને એક હેલ્થ એડવાઈઝરી ઈશ્યૂ કરવી પડી છે.

આરોગ્ય મંત્રાલયે તમામ હોસ્પિટલોને પોતાની તૈયારી અને સુવિધાઓની સમીક્ષા કરવા જણાવ્યું છે. કોવિડ-19ને ધ્યાનમાં રાખીને જે રીતે સર્વેલન્સ સ્ટ્રેટેજી બની હતી તેવી જ રીતે ચીનની આ નવી બીમારી અંગે પણ ઓપરેશનલ ગાઈડલાઈનનું પાલન કરવાનું રહેશે.

આ એડવાઈઝરીમાં જણાવાયું છે કે ઈનફ્લુએન્ઝા જેવી બીમારી અને શ્વસનતંત્રના ચેપ જઅછઈં અંગે તમામ રાજ્યોએ પોતાની તૈયારીની સમીક્ષા કરવાની રહેશે. તેમાં જણાવાયું છે કે ઈનફ્લુએન્ઝા, માઈકોપ્લાઝ્મા ન્યુમોનિયા અને સાર્સ-ઈજ્ઞટ2 વાઈરસની હાજરી ચકાસવાની રહેશે. જોકે, આરોગ્ય મંત્રાલયે લોકોને જણાવ્યું છે કે પરિસ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે અને હાલમાં કોઈ ચિંતા કરવાની જરૂર નથી.

દરમિયાન ચીનમાં ધીમે ધીમે ગભરાટ વધી રહ્યો છે. આરોગ્ય મંત્રાલયે સ્થાનિક સત્તાવાળાઓને ક્લિનિકની સંખ્યા વધારવા અને ત્યાં તાવના દર્દીઓની તાત્કાલિક સારવાર કરાવ માટે જણાવ્યું છે. કોવિડ-19ના નિયંત્રણો દૂર કરવામાં આવ્યા ત્યાર પછી ચીનમાં આ પહેલો શિયાળો છે જેમાં ખાસ કાળજી રાખવી પડશે.

ગયા અઠવાડિયે વિશ્વ આરોગ્ય સંસ્થા હૂએ પણ ચીનના રોગચાળાની ગંભીર નોંધ લીધી હતી અને ચીનને જણાવ્યું હતું કે રોગચાળા વિશે માહિતી છુપાવવાના બદલે માહિતી બહાર પાડે જેથી તેનો સામનો કરી શકાય. ચીનના કેટલાક વિસ્તારમાં બાળકોમાં ન્યુમોનિયા જેવા લક્ષણો જોવા મળ્યા છે પરંતુ તેનું સચોટ નિદાન થઈ શક્યું નથી.

ચીનમાં અત્યારે શરદી, તાવ અને ન્યુમોનિયાના લક્ષણો ધરાવતા બાળકોથી હોસ્પિટલો ઉભરાઈ રહી છે. પેશન્ટની સંખ્યા એટલી મોટી છે કે દવાખાનામાં બાળકોના માતાપિતાએ કલાકો સુધી રાહ જોવી પડે છે. અમેરિકન ડિસિઝ કન્ટ્રોલ સેન્ટરે પણ જણાવ્યું કે તેમને ત્યાં આઉટપેશન્ટ વિઝિટ અને હોસ્પિટલમાં દાખલ થતા બાળકોની સંખ્યામાં વધારો થયો છે. જોકે, આ રોગ ક્ધટ્રોલમાં આવી જાય છે અને તેના કોઈ નવા જંતુ નથી. ચીને મેડિકલ સપ્લાય અને ટ્રીટમેન્ટ માટે મોટા પાયે કામગીરી શરૂ કરી દીધી છે.