:
Breaking News
તિહાર જેલમાં ચોંકાવનારો ખુલાસો: 125 કેદીઓ એચઆઈવી પોઝિટિવ, 200ને સિફિલિસ રોગ થતા ગભરાટ; તિહારમાં 10 હજાર કેદીઓનું મેડિકલ સ્ક્રીનિંગ થયું. મમતાને નીતિ આયોગની બેઠક ન પસંદ આવી: CM મમતા બેનર્જી મીટિંગ છોડીને નીકળી ગયા, કહ્યું- મને બોલવા જ ન દીધી. જમ્મુ-કાશ્મીરમાં સર્ચ ઓપરેશન: માછિલ સેક્ટરમાં સૈનિકો અને આતંકીઓ વચ્ચે એન્કાઉન્ટર, અથડામણમાં 1 આતંકી ઠાર; 4 જવાન ઈજાગ્રસ્ત. આ દવાઓ મફત મળશે: ગુજરાતના તમામ આરોગ્ય કેન્દ્રો પર ફ્રીમાં મળશે જીવન જરૂરી મેડિસિન્સ, સરકારે યાદીમાં ઉમેરી નવી દવાઓ. ફ્રાન્સથી આવ્યા માઠા સમાચાર: ઓલિમ્પિકની શરૂઆત પહેલા ફ્રાન્સના રેલવે નેટવર્ક પર હુમલો થતા 8 લાખ લોકો અસરગ્રસ્ત, ટ્રેન નેટવર્કની ખામી શોધવાના પ્રયાસો ચાલું. ભારતીય શેરબજારોમાં મોટો ઉછાળો: સેન્સેક્સ 1292 અંક વધ્યો, નિફ્ટી 24834 પર બંધ; ભારતી એરટેલ, વિપ્રો, ટાટા સ્ટીલના શેર વધ્યા. ભષ્ટ્રાચારને નાથવા ગુજરાત સરકાર લાવશે કાયદો: વિધાનસભાના ચોમાસુ સત્રમાં વિધાયક આવે તેવી શક્યતા, ભષ્ટ્રાચાર કરનાર અધિકારીઓમાં ગભરાટ. કારગીલ વિજય દિવસની ઉજવણી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કારગિલ યુદ્ધના વીરોને આપી શ્રદ્ધાંજલિ, લદ્દાખમાં શિંકુન લા પ્રોજેક્ટની પણ કરી શરૂઆત. રાષ્ટ્રપતિ ભવનના હોલનું નામ બદલવાનો મામલો: કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ વડાપ્રધાન મોદી પર કર્યો શાબ્દિક હુમલો, કહ્યું- દરબારનો ખ્યાલ નથી પરંતુ 'શહેનશાહ'નો ખ્યાલ છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્રને આપ્યો ઝાટકો: કોર્ટે કહ્યું- રાજ્યોને ખાણ અને ખનીજો ધરાવતી જમીનો પર ટેક્સ લગાવવાનો અધિકાર, ખનીજો પર ટેક્સ વસુલવાના મામલે મોટો ચુકાદો.

લગ્નની તૈયારીઓ ચાલી રહી હતી, બોર્ડર પર કેપ્ટન થયા શહીદ, જમ્મૂ-કશ્મીરમાં ચાર જવાન શહીદ

top-news
  • 23 Nov, 2023

જમ્મુ કાશ્મીરના રાજૌરીના જંગલમાં ત્રણ દિવસથી સૈન્ય ઓપરેશન ચાલી રહ્યું છે અને આ ઓપરેશન દરમિયાન સૈન્યના બે કેપ્ટન અને બે જવાન શહીદ થઇ ગયા છે જેમા આગરાના કેપ્ટન શુભમ ગુપ્તાનો પણ સમાવેશ થાય છે. શુભમના પરિવારજનો શુભમના લગ્નની તૈયારી કરી રહ્યા હતા ત્યારે જ મૃત્યુના સમાચાર પહોંચતા જ પરિવાર શોકમાં ડૂબી ગયો હતો.

રાજોરીના બજીમલ વિસ્તારમાં સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચેની અથડામણમાં આગરાના કેપ્ટન શુભમ ગુપ્તા શહીદ થયા હતા. કેપ્ટન શુભમ ગુપ્તા જિલ્લા સરકારના એડવોકેટ બસંત ગુપ્તાના પુત્ર હતા. શુભમના પરિવાર તેમના આ વર્ષે થનારા લગ્નની તૈયારી કરી રહ્યો હતો ત્યારે જ તેમના બલિદાનના સમાચાર મળતા પરિવારને મળતા જ ઘરમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો. શુભમની માતા આ સમાચાર સાંભળીને બેભાન થઈ ગયા હતા. હજુ છ મહિના પહેલા જ શુભમ તેમના પરિવારને મળવા આગ્રા આવ્યા હતા. કેપ્ટન શુભમ સહિદ થયા હોવાથી પરિવારજનોની બધી ઈચ્છાઓ અધૂરી રહી ગઈ હતી.

શહીદ કેપ્ટન શુભમ ગુપ્તાના ભાઈ ઋષભનું કહેવું છે કે તેના ભાઈને સિગ્નલ કોર્પ્સમાં કમિશન મળ્યું હતું. તેમ છતાં તે સિગ્નલ કોર્પ્સ છોડીને પેરામાં જોડાયા હતા. જ્યારે પણ તે ગુપ્ત મિશન પર જતા ત્યારે તેનો ફોન સ્વીચ ઓફ જ રહેતો હતો. દેશ પ્રત્યેનો તેમનો જુસ્સો અદ્ભુત હતો. 


ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎

ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎