:
Breaking News
નેપાળના પ્લેન ક્રેશનો VIDEO: આગનો ગોળો બની ગયું વિમાન, જુઓ LIVE વીડિયો; ટેક ઓફ થતાની સાથે જ ભડભડ સળગ્યું. નેપાળમાં પ્લેન ક્રેશ: કાઠમંડુના ત્રિભુવન ઈન્ટરનેશન એરપોર્ટ પર ટેક ઓફ કરવા જતું પ્લેન ક્રેશ, 18નાં મોત. સંસદની કાર્યવાહી શરૂ થતા જ હોબાળો: બજેટના વિરોધમાં વિપક્ષી સાંસદ કરી રહ્યાં છે નારેબાજી, સ્પીકર ઓમ બિરલાએ વ્યક્ત કરી નારાજગી. NEET-UG પરીક્ષામાં ગેરરીતિનો મામલો: સુપ્રીમ કોર્ટે કહ્યું- પરીક્ષા ફરી વખત નહીં લેવાય, ફ્રોડના પુરાવા પુરતા નથી. બજેટની પ્રત્યેક વિગતો મુદ્દા સહિત: પ્રથમ નોકરીવાળાને 15 હજાર, 1 કરોડ મકાન, ટેક્સ છૂટ; વાંચો નિર્મલાના પટારામાંથી શું-શું નીકળ્યું ?. બજેટના દિવસે શેરબજારમાં કડાકો: લોંગ ટર્મ કેપિટલ ગેઈન ટેક્સ વધારાતા માર્કેટ રીસાયું; સેન્સેક્સ 900 અંક ઘટ્યો, નિફ્ટીએ 24250નું લેવલ તોડ્યું. બજેટ આ રીતે કરશે તમારા ખિસ્સાને અસર: એક સેકન્ડમાં જાણી લો શું થયું મોઘું અને શું થયું સસ્તું ?. બજેટે આપી બિઝનેસ કરવાની ઉત્તમ તક: બિઝનેસ માટે લોન મેળવવા આ રીતે કરો અરજી, સરકાર કરશે આટલા લાખ રૂપિયા સુધીની સહાય. બજેટ પહેલા નીતિશના આ શબ્દોનો શું અર્થ ?: નીતિશ કુમારે કહ્યું- બધી વસ્તુઓની ધીરે-ધીરે ખબર પડશે, શું નીતિશ મોદી સરકારને ચાલવા દેશે કે પછી ટેકો પાછો ખેંચશે ?. બજેટ પૂર્વે આર્થિક સર્વે રજૂ: ઉદ્યોગ જગતને કેન્દ્ર સરકાર ઈલેક્ટ્રિક વ્હિકલ્સની નીતિઓમાં સુધારો કરશે તેવી અપેક્ષા, શું બજેટ પછી ઈલેક્ટ્રિક વ્હિકલ્સ ભાવ ઘટશે?.

દુનિયા ઈઝરાયેલને હથિયારો આપવાનુ બંધ કરે, ગાઝા મુદ્દે સાઉદી પ્રિન્સે ઈઝરાયેલની ઝાટકણી કાઢી

top-news
  • 22 Nov, 2023

દક્ષિણ આફ્રિકાએ બોલાવેલી બ્રિક્સ દેશોની એક વર્ચ્યુલ મિટિંગમાં સાઉદી અરબના ક્રાઉન પ્રિન્સ મહોમ્મદ બિન સલમાને ઈઝરાયેલની આકરી ઝાટકણી કાઢી હતી. આ બેઠકમાં પ્રિન્સ મહોમ્મદ બિન સલમાને અમેરિકા પર નિશાન સાધતા કહ્યુ હતુ કે, દુનિયાના તમામ દેશોએ ઈઝરાયેલને હથિયારો આપવાનુ બંધ કરવુ જોઈએ. સાથે સાથે 1967ની સીમાઓના આધારે પેલેસ્ટાઈનની સ્થાપના થવી જોઈએ. સ્થાયી શાંત માટે આ બહુ જરુરી છે. બે દેશો સાથે સંકળાયેલા આંતરરાષ્ટ્રિય નિર્ણયો લાગુ કર્યા વગર આ વિસ્તારમાં શાંતિ અને સુરક્ષાની સ્થાપના કરવી મુશ્કેલ છે.

તેમણે કહ્યુ હતુ કે, ગાઝામાં થઈ રહેલા વોર ક્રાઈમને દુનિયાના તમામ દેશોએ મળીને રોકવા જોઈએ તેમજ ગાઝા પટ્ટીમાંથી પેલેસ્ટાઈનના લોકોને વિસ્થાપિત કરવાની કાર્યવાહી બંધ થવી જોઈએ. પ્રિન્સ મહોમ્મદ બિન સલમાને માનવાધિકારોના મુદ્દે પણ બેવડા માપદંડો અપનાવવામાં આવી રહ્યા હોવાનો ઈશારો કરીને કહ્યુ હતુ કે, પેલેસ્ટાઈનના નાગરિકો પર અત્યારે ઈઝરાયેલ દ્વારા થઈ રહેલા અત્યાચારો પર દુનિયા ચૂપ્પી સાધીને બેઠી છે. આપણે એક મોટી માનવીય ત્રાસદીનો સામનો કરી રહ્યા છે. જેનાથી સાબિત થયુ છે કે, યુએન અને દુનિયા ઈઝરાયેલના મામલે નિષ્ફળ ગઈ છે. પેલેસ્ટાઈનનો કેસ દુનિયાના માનવાધિકારોના મુદ્દે બેવડા માપદંડનુ ઉદાહરણ છે.

ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎

ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎