દિલ્હીની કોર્ટે ડિવોર્સ કર્યા મંજૂર, 12 વર્ષ બાદ સિંગર-રેપર હની સિંહ અને શાલિનીના થયા છૂટાછેડા

- 07 Nov, 2023
બોલીવુડના પૉપ્યુલર સિંગર અને રેવર હની સિંહ છેલ્લા કેટલાક સમયથી પોતાના ડિવોર્સને લઈને ચર્ચામાં હતા. ત્યારે હવે તેમાં એક નવી અપડેટ સામે આવી છે. સિંગર હની સિંહ અને તેમની પત્ની શાલિની તલવારના છૂટાછેડાને દિલ્હીની એક કોર્ટે આજે (મંગળવાર) મંજૂરી આપી દીધી છે.
માહિતી અનુસાર, ફેમિલી કોર્ટમાં પરમજીત સિંહે હની સિંહ અને તેમની પત્ની વચ્ચે ચાલી રહેલા અઢી વર્ષ જૂના કેસને પૂર્ણ કરવા બંને પક્ષોને ડિવોર્સની મંજૂરી આપી દીધી છે. હની પર તેમની પત્નીએ ઘરેલુ હિંસાના આરોપ લગાવ્યા હતા. શાનિલીનું કહેવું હતું કે, સિંગર અને તેમની ફેમિલી તેમને માનસિક અને શારીરિક ત્રાસ આપતી હતી.
ત્યારે હવે બંને પક્ષોની સમજૂતી પર પહોંચ્યા બાદ આરોપ પરત લઈ લીધા હતા. ગત વર્ષ સપ્ટેમ્બરમાં હની સિંહે શાલિનીને 1 કરોડ રૂપિયાનો ડિમાન્ડ ડ્રાફ્ટ પણ સોંપ્યો હતો. ડિવોર્સની સુનાવણીમાં હની સિંહની સાથે મેટલૉ ઓફિસના પાર્ટનર ઈશાન મુખર્જી, અમૃતા ચટર્જી અને જસપાલ સિંહ રહ્યા હતા.
ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ
ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ