સ્મૃતિના પ્રહાર સામે કોંગ્રેસનો વળતો પ્રહાર જયરામ : 'ઓનલાઈન સટ્ટાબાજીની એપ ગેરકાયદેસર નથી, 28 ટકા GST લેવાઈ છે

- 04 Nov, 2023
છત્તીસગઢ વિધાનસભા ચૂંટણી વચ્ચે કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ દિલ્હી બીજેપી હેડક્વાટર્સમાં એક પ્રેસ કોન્ફરન્સ કરી હતી. પ્રેસ કોન્ફરન્સમાં તેમણે છત્તીસગઢના સીએમ ભૂપેશ બઘેલ પર 508 કરોડ રૂપિયાની લાંચ લેવાનો આરોપ લગાવ્યો છે. સ્મૃતિ ઈરાનીએ કહ્યું કે, મની લોન્ડરિંગના એક મામલે શુભમ સોનીએ પોતાના લેખિત નિવેદનમાં કહ્યું છે કે, મહાદેવ એપના પ્રમોટરે ભૂપેશ બઘેલને 508 કરોડ રૂપિયા લાંચ આપી છે. છત્તીસગઢમાં ચૂંટણી પહેલા મહાદેવ એપને લઈને રાજકીય વાતાવરણ ગરમાયું છે. કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ શનિવારે છત્તીસગઢના સીએમ ભૂપેશ બઘેલ પર ગંભીર આરોપ લગાવ્યા છે. જવાબમાં કોંગ્રેસના મહાસચિવ જયરામ રમેશે કહ્યું કે, આ EDનો સ્પષ્ટ દુરુપયોગ છે. આ બદલાની રાજનીતિ છે. કોંગ્રેસે કહ્યું કે ઓનલાઈન સટ્ટાબાજીની એપને કેન્દ્ર દ્વારા કાનૂની માન્યતા આપવામાં આવી છે. આ જ કારણ છે કે આ એપ્સ પરથી 28 ટકા GST વસૂલવામાં આવે છે.
સ્મૃતિ ઈરાનીએ કહ્યું કે, ભૂપેશ બઘેલ સત્તામાં રહીને સટ્ટાનો મોટો ખેલ કરી રહ્યા છે. ગઈ કાલે મુખ્યમંત્રી અંગે ઘણા મોટા ખુલાસા થયા. સીમા દાસ નામના એક વ્યક્તિ પાસેથી 5.30 કરોડ રૂપિયા મળી આવ્યા છે. હું આજે કેટલાક સવાલ પૂછવા માંગુ છું. શું એ સત્ય છે કે, છત્તીસગઢમાં કોંગ્રેસના નેતાઓને શુભમ સોનીના માધ્યમથી અસીમ દાસ પૈસા પહોંચાડતો હતો.
શું એ સત્ય છે કે, શુભમ સોનીએ એક વોઈસ મેસેજના માધ્યમથી એ આદેશ આપ્યો કે, તેઓ રાયપુર જઈને બઘેલને ચૂંટણી ખર્ચ માટે પૈસા આપે? શું એ સત્ય છે કે, 2 નવેમ્બરના રોજ હોટેલ ટ્રાઈડેન્ટમાં કોટા દાસ પરથી પૈસા મળી આવ્યા. શું એ સત્ય છે કે, રેફ્રિજરેટર હેઠળ અલગ-અલગ બેંક ખાતામાંથી 15.50 કરોડ પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટનું ઉલ્લંઘન કરવામાં આવ્યું.
બીજેપી નેતાએ સીએમ ભૂપેશ બઘેલ પર આરોપ લગાવતા કહ્યું છે કે, આ તથ્યો ચોંકાવનારા છે કે જે શુભમ સોની વિશે અસીમ દાસે નિવેદન આપ્યુ છે તેના વિશે એવું માનવામાં આવી રહ્યું છે કે, તપાસ એજન્સી પાસે શુભમ સોનીના અવાજમાં પણ પુરાવા ઉપલબ્ધ છે. એક લેખિત નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, મહાદેવ એપના પ્રમોટરે છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બઘેલને 538 કરોડ રૂપિયાની લાંચ આપી છે.
ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ
ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ