આજથી સસ્તા અનાજના દુકાનદારો હડતાળ પર, સરકાર અને દુકાનદારોની લડાઈમાં ગરીબોની દિવાળીનું શું?

- 01 Nov, 2023
દિવાળીના તહેવાર નજીક આવતા ગરીબ અને મધ્યમ પરિવારના લોકોની દિવાળી બગડતી હોય તેવું જોવા મળી રહ્યું છે. સરકાર દ્વારા સસ્તા અનાજના દુકાનદારોની માંગ પુરી ન થતા બેમૂદતી હડતાળ પર આજથી ઉતરી ગયા છે. બંનેની લડાઈમાં ગરીબ વર્ગને ભૂખે મરવાનો વારો આવતો હોય તેવું જોવા મળી રહ્યું છે.
દુકાનદારો હડતાળ પર ઉતરતા રાજ્યના આશરે 72 લાખ કાર્ડ ધારકોના પરિવારને નહીં મળી શકે ખાંડ, તેલ અને અનાજ. રાજ્ય સરકારે માંગ પુરી ન કરતા સસ્તા અનાજની દુકાનના આશરે 17 હજાર દુકાનદારો તહેવાર સમયે જ આજથી હડતાળ પર ઉતરી ગયા છે.
અગાઉ સરકાર સાથે થયેલ સમાધાન મુજબ કમિશન વધારવાની જાહેરાત કરાઈ હતી પરંતુ જ્યારે તે ન વધારવામાં આવ્યું જેથી કમિશન જ્યાં સુધી વધારવામાં નહીં આવે ત્યાં સુધી રાજ્યના 17 હજાર દુકાનદારો વેચાણથી અળગા રહેશે.
પરંતુ લોકોમાં સવાલ ચર્ચાઈ રહ્યો છે કે દુકાનમાં હાલ પડેલ અનાજનું શું થશે? જો ખરાબ થશે તો ખરાબ અનાજનો જવાબદાર કોણ રહશે? દુકાનમાં પડેલું અનાજ ગરીબોને અપાશે કે પછી કાળા બજારીયાઓ કમાણી કરશે?
ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ
ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ