જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીએ વધુ એક પ્રવાસી મજૂરની કરી નાખી હત્યા

- 30 Oct, 2023
કાશ્મીરમાં ફરી એક વખત આતંકવાદીઓએ પ્રવાસી મજૂરની ગોળી મારીને હત્યા કરી નાખી છે. આ મામલો પુલવામાના એક ગામનો છે. જ્યાં યુપીના રહેનારા મુકેશ કુમારને આતંકવાદીઓએ નિશાન બનાવ્યો હતો.
આ ઘટના બાદ વિસ્તારમાં સઘન સુરક્ષા વ્યસ્થા ગોઠવી દેવામાં આવી છે. આ ઘટનાને અંજામ આપ્યા બાદ આતંકવાદી ફરાર થવામાં સફળ રહ્યો હતો. પોલીસે CRPF અને આર્મીના જવાનોની સાથે મળીને ઘટના સ્થળ અને તેની આસપાસના વિસ્તારોને કોર્ડન કરીને સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે.જમ્મુ અને કાશ્મીરના ડીજીપી દિલબાગ સિંહે આજે કહ્યું કે, પોલીસ આ બાબતોને હળવાશથી ન લઈ શકે અને હજુ પણ ખતરો યથાવત હોવાથી એલર્ટ રહેવું પડશે. દિલબાગ સિંહ રવિવારે શ્રીનગરના ઈદગાહ વિસ્તારમાં પોલીસ અધિકારી પર થયેલા હુમલાનો ઉલ્લેખ કરી રહ્યા હતા. તેમણે કહ્યું કે, અમારા એક અધિકારી ગઈકાલે ક્રિકેટના મેદાનમાં અન્ય અધિકારીઓ સાથે રમી રહ્યા હતા અને તેના પર હુમલો કરવામાં આવ્યો. તેમની સારવાર ચાલી રહી છે અને તેઓ સ્વસ્થ થઈ રહ્યા છે. DGP સિંહે ઓપરેશન કેપેસિટી બિલ્ડીંગ (Op CAP) હેઠળ 43 પોલીસ સ્ટેશનો માટે 160 અત્યાધુનિક વાહનો લોન્ચ કર્યા બાદ આ વાત કહી હતી.
ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ