પુનાની અકસ્માતની ઘટનાના પડઘા પડ્યા: મુંબઈ હાઈકોર્ટેમાં બાર માલિકોએ કરી અરજી, કહ્યું- અમે બની રહ્યાં છે બલિનો બકરો
- 31 May, 2024
બોમ્બે હાઈકોર્ટની વેકેશન બેન્ચે મુંબઈના વિવિધ બાર અને રેસ્ટોરન્ટ્સ દ્વારા દાખલ કરવામાં આવેલી 6 અરજીઓની સુનાવણી કરવાથી ઈન્કાર કર્યો હતો. અરજદારોએ અરજીમાં રજૂઆત કરતા જણાવ્યું હતું કે તારીખ 19 મેના રોજ પુનામાં થયેલા રોડ અકસ્માત પછી એક્સાઈઝ વિભાગે અતિશય કઠોર પગલા લેવાનું શરૂ કર્યું છે અને તેના પગલે નાની બાબતોને ટાંકીને રેસ્ટોરન્ટ્સને સસ્પેન્ડ કરવામાં આવી રહી છે.
આ બાર અને રેસ્ટોરન્ટ્સ તરફથી હાજર રહેલા એડવોકેટ વીણા થડાનીએ તાકીદની સુનાવણી માટે અરજીઓનો ઉલ્લેખ કર્યો હતો અને કહ્યું હતું કે પુણેમાં બનેલી ઘટનાથી, કેટલાક દસ્તાવેજો સબમિટ ન કરવા જેવા નાના મુદ્દાઓ પર બાર અને રેસ્ટોરન્ટના લાઇસન્સ સસ્પેન્ડ કરવામાં આવી રહ્યા છે. થડાણીએ કહ્યું કે આ સંસ્થાઓને બલિનો બકરો બનાવવામાં આવી રહ્યો છે. જસ્ટિસ એમએમ સાથયે અને સોમશેખર સુંદરેસનની બેન્ચે થડાનીને એ સુનિશ્ચિત કરવા કહ્યું કે સત્તાવાળાઓ દ્વારા માંગવામાં આવેલા જરૂરી દસ્તાવેજો રજૂ કરવામાં આવે.
આ અંગે એડવોકેટ થડાણીએ જણાવ્યું હતું કે, દસ્તાવેજો રજૂ કરવામાં આવી રહ્યા છે, પરંતુ તે પછી પણ અમારી વાત સાંભળ્યા વિના લાઇસન્સ રદ કરવામાં આવી રહ્યા છે. આ પછી બેન્ચે અરજી પર સુનાવણી કરવાનો ઇનકાર કરી દીધો હતો. એ પણ કહ્યું કે તેમની પાસે આજની સુનાવણી માટે પહેલાથી જ 30 કેસ સૂચિબદ્ધ છે.
મુંબઈ સેન્ટ્રલ સ્થિત ગુડ લક બાર અને રેસ્ટોરન્ટની જેમ, અરજીમાં ઉઠાવવામાં આવેલા મુદ્દાઓ એ હતા કે 25 મે, 2024 ના રોજ, એક્સાઈઝ વિભાગના નિરીક્ષકને ત્રણ ઉલ્લંઘન મળ્યા હતા. પાંચ મહિલાઓ પરમિટમાં નિર્ધારિત સંખ્યા કરતાં વધુ કામ કરતી હતી, માન્ય પરમિટ વિના ગ્રાહકોને દારૂ વેચવામાં આવતો હતો અને પરમિટ રૂમની બહાર પણ દારૂ પીરસવામાં આવતો હતો. બારના માલિક દીપક ત્યાગીને આશા હતી કે તેમને કારણ બતાવો નોટિસ આપવામાં આવશે અને તેમને આ મુદ્દાઓ પર વ્યક્તિગત સુનાવણીની તક આપવામાં આવશે. જો કે, આવું કંઈ થયું ન હતું અને તેનું લાઇસન્સ 27 મેના રોજ સસ્પેન્ડ કરવામાં આવ્યું હતું.