રાજભવન મિટિંગોથી ધમધમશે, PM મોદી બે દિવસીય ગુજરાત પ્રવાસે: ગાંધીનગરમાં આજે સોમનાથ ટ્રસ્ટની બેઠક

- 30 Oct, 2023
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ગુજરાત પ્રવાસે છે. આ દરમિયાન આજે PM મોદીની હાજરીમાં ગાંધીનગર ખાતે સોમનાથ ટ્રસ્ટની બેઠક મળશે. ગાંધીનગરમાં PM મોદીની ઉપસ્થિતિમાં રાજભવનમાં મળનારી બેઠકમાં સોમનાથ મંદિરના વિકાસ અને અન્ય કામોના સંદર્ભમાં ચર્ચા થશે. મહત્વનું છે કે, સોમનાથ ટ્રસ્ટમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ટ્રસ્ટી છે. નોંધનીય છે કે, આજે શક્તિપીઠ અંબાજીમાં PM મોદીના આગમનને લઈને સ્વાગત કાર્યક્રમની તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે.
ગાંધીનગરમાં સોમનાથ ટ્રસ્ટની મળશે બેઠક
PM મોદીની ઉપસ્થિતમાં ગાંધીનગર રાજભવન ખાતે આજે સોમનાથ ટ્રસ્ટની બેઠક મળશે. મહત્વનું છે કે, સોમનાથ ટ્રસ્ટમાં PM મોદી ટ્રસ્ટી છે. આ સાથે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, લાલકૃષ્ણ અડવાણી અને પી.કે.લહેરી પણ સોમનાથ ટ્રસ્ટમાં ટ્રસ્ટી છે. આ બેઠકમાં સોમનાથ મંદિર વિકાસ અને અન્ય કામો સંદર્ભે ચર્ચા થશે.
આજે પ્રધાનમંત્રી મોદી ગુજરાતના પ્રવાસે આવશે. તેઓ અંબાજી માતાના દર્શન કરવા જશે. અંબાજીમાં પ્રધાનમંત્રીના સ્વાગત માટે તડામાર તૈયારી કરવામાં આવી રહી છે. તો અંબાજી મંદિરમાં PMનું સ્વાગત આદિવાસી પરંપરા પ્રમાણે કરવામાં આવશે. આદિવાસી લોકોના પરંપરાગત નૃત્ય અને ભજન દ્વારા PMનું સ્વાગત કરવામાં આવશે. PMના સ્વાગતમાં દાંતાના મંડાલી અને સનાલી લોકો ભાગ લેશે. અંબાજી મંદિરના ચાચર ચોકમાં PMનું સ્વાગત થશે.
ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ