:
Breaking News
નેપાળના પ્લેન ક્રેશનો VIDEO: આગનો ગોળો બની ગયું વિમાન, જુઓ LIVE વીડિયો; ટેક ઓફ થતાની સાથે જ ભડભડ સળગ્યું. નેપાળમાં પ્લેન ક્રેશ: કાઠમંડુના ત્રિભુવન ઈન્ટરનેશન એરપોર્ટ પર ટેક ઓફ કરવા જતું પ્લેન ક્રેશ, 18નાં મોત. સંસદની કાર્યવાહી શરૂ થતા જ હોબાળો: બજેટના વિરોધમાં વિપક્ષી સાંસદ કરી રહ્યાં છે નારેબાજી, સ્પીકર ઓમ બિરલાએ વ્યક્ત કરી નારાજગી. NEET-UG પરીક્ષામાં ગેરરીતિનો મામલો: સુપ્રીમ કોર્ટે કહ્યું- પરીક્ષા ફરી વખત નહીં લેવાય, ફ્રોડના પુરાવા પુરતા નથી. બજેટની પ્રત્યેક વિગતો મુદ્દા સહિત: પ્રથમ નોકરીવાળાને 15 હજાર, 1 કરોડ મકાન, ટેક્સ છૂટ; વાંચો નિર્મલાના પટારામાંથી શું-શું નીકળ્યું ?. બજેટના દિવસે શેરબજારમાં કડાકો: લોંગ ટર્મ કેપિટલ ગેઈન ટેક્સ વધારાતા માર્કેટ રીસાયું; સેન્સેક્સ 900 અંક ઘટ્યો, નિફ્ટીએ 24250નું લેવલ તોડ્યું. બજેટ આ રીતે કરશે તમારા ખિસ્સાને અસર: એક સેકન્ડમાં જાણી લો શું થયું મોઘું અને શું થયું સસ્તું ?. બજેટે આપી બિઝનેસ કરવાની ઉત્તમ તક: બિઝનેસ માટે લોન મેળવવા આ રીતે કરો અરજી, સરકાર કરશે આટલા લાખ રૂપિયા સુધીની સહાય. બજેટ પહેલા નીતિશના આ શબ્દોનો શું અર્થ ?: નીતિશ કુમારે કહ્યું- બધી વસ્તુઓની ધીરે-ધીરે ખબર પડશે, શું નીતિશ મોદી સરકારને ચાલવા દેશે કે પછી ટેકો પાછો ખેંચશે ?. બજેટ પૂર્વે આર્થિક સર્વે રજૂ: ઉદ્યોગ જગતને કેન્દ્ર સરકાર ઈલેક્ટ્રિક વ્હિકલ્સની નીતિઓમાં સુધારો કરશે તેવી અપેક્ષા, શું બજેટ પછી ઈલેક્ટ્રિક વ્હિકલ્સ ભાવ ઘટશે?.

સુરતમાં સામૂહિક આપઘાતની હચમચાવી દેતી ઘટના, અડાજણમાં 7 લોકોએ સામૂહિક આપઘાત કરીને જીવન ટૂંકાવ્યું

top-news
  • 28 Oct, 2023

સુરતના અડાજણમાંથી સામૂહિક આપઘાતની ઘટના સામે આવી છે. એક જ પરિવારના 7 લોકોએ સામૂહિક આપઘાત કરતા અરેરાટી વ્યાપી ગઈ છે. હાલ પરિવારના સામૂહિક આપઘાત પાછળનું કારણ અકબંધ છે. પોલીસ દ્વારા ઘટનાસ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. 

પ્રાપ્ત માહિતી પ્રમાણે સુરત જિલ્લાના અડાજણ વિસ્તારમાં પાલનપુર જકાતનાકા વિસ્તારનો છે, જ્યાં સામૂહિક આપઘાતની ઘટના સામે આવી છે. ઝેરી દવા ગટગટાવી પરિવારે સામૂહિક આપઘાત કર્યો છે. પતિ-પત્ની, માતા-પિતા અને એક બાળક અને બે બાળકી સાથે સામૂહિક આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. 6 સભ્યોએ ઝેરી દવા પીને જીવન ટૂંકાવ્યું છે. જ્યારે એક સભ્યએ ગળેફાંસો ખાઈને આપઘાત કરી લીધો છે. તો એકસાથે 7 લોકોના આપઘાત કરવા પાછળનું કારણ હજુ સુધી જાણવા મળ્યું નથી. 

આ અંગેની જાણ પોલીસને થતાં અડાજણ પોલીસની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી છે. હાલ પોલીસ દ્વારા મૃતકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલમાં ખસેડવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. બીજુ બાજુ પોલીસકર્મીઓ દ્વારા આજુબાજુમાં રહેતા લોકોની અને પરિવારજનો પૂછપરછ કરવામાં આવી રહી છે.

ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎
ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎