:
Breaking News
મમતાને નીતિ આયોગની બેઠક ન પસંદ આવી: CM મમતા બેનર્જી મીટિંગ છોડીને નીકળી ગયા, કહ્યું- મને બોલવા જ ન દીધી. જમ્મુ-કાશ્મીરમાં સર્ચ ઓપરેશન: માછિલ સેક્ટરમાં સૈનિકો અને આતંકીઓ વચ્ચે એન્કાઉન્ટર, અથડામણમાં 1 આતંકી ઠાર; 4 જવાન ઈજાગ્રસ્ત. આ દવાઓ મફત મળશે: ગુજરાતના તમામ આરોગ્ય કેન્દ્રો પર ફ્રીમાં મળશે જીવન જરૂરી મેડિસિન્સ, સરકારે યાદીમાં ઉમેરી નવી દવાઓ. ફ્રાન્સથી આવ્યા માઠા સમાચાર: ઓલિમ્પિકની શરૂઆત પહેલા ફ્રાન્સના રેલવે નેટવર્ક પર હુમલો થતા 8 લાખ લોકો અસરગ્રસ્ત, ટ્રેન નેટવર્કની ખામી શોધવાના પ્રયાસો ચાલું. ભારતીય શેરબજારોમાં મોટો ઉછાળો: સેન્સેક્સ 1292 અંક વધ્યો, નિફ્ટી 24834 પર બંધ; ભારતી એરટેલ, વિપ્રો, ટાટા સ્ટીલના શેર વધ્યા. ભષ્ટ્રાચારને નાથવા ગુજરાત સરકાર લાવશે કાયદો: વિધાનસભાના ચોમાસુ સત્રમાં વિધાયક આવે તેવી શક્યતા, ભષ્ટ્રાચાર કરનાર અધિકારીઓમાં ગભરાટ. કારગીલ વિજય દિવસની ઉજવણી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કારગિલ યુદ્ધના વીરોને આપી શ્રદ્ધાંજલિ, લદ્દાખમાં શિંકુન લા પ્રોજેક્ટની પણ કરી શરૂઆત. રાષ્ટ્રપતિ ભવનના હોલનું નામ બદલવાનો મામલો: કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ વડાપ્રધાન મોદી પર કર્યો શાબ્દિક હુમલો, કહ્યું- દરબારનો ખ્યાલ નથી પરંતુ 'શહેનશાહ'નો ખ્યાલ છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્રને આપ્યો ઝાટકો: કોર્ટે કહ્યું- રાજ્યોને ખાણ અને ખનીજો ધરાવતી જમીનો પર ટેક્સ લગાવવાનો અધિકાર, ખનીજો પર ટેક્સ વસુલવાના મામલે મોટો ચુકાદો. શેરબજાર ખુલતાની સાથે જ તૂટ્યું: સેન્સેક્સ 600 અંક ઘટ્યો, નિફ્ટી 24300ની નીચે; ટાટા મોટર્સ, લાર્સન, કોટક મહિન્દ્રાના શેર વધ્યા.

ઈઝરાયલ પાસેથી સબક શીખી હમાસ જેવા હુમલાથી દેશને સુરક્ષિત રાખવા, ભારત દેશ હવે સરહદો પર ડ્રોન સાથે વિજિલન્સ સિસ્ટમ ગોઠવશે

top-news
  • 27 Oct, 2023

ભારત દેશ સતત પોતાના નાગરિકોની સુરક્ષાને પ્રઘાન્ય આપે છએ આ માટે સરહદો પર સૈન્ય તૈનાતિની સાથએ સાથે ટેકવોલોજીની પણ મદદ લે છે ત્યારે હવે ઈઝરાયલની સ્થિતિને જોઈને ભારત વઘુ સતર્ક બન્યું છે.
ભારત સરકારે તાજેતરના સમયમાં ફાટી નીકળેલા ઘણા યુદ્ધોમાંથી પાઠ શીખ્યા છે. યુક્રેન અને રશિયા વચ્ચેના યુદ્ધની શરૂઆતમાં જ ભારતે પાઠ શીખ્યો હતો કે તેનું શસ્ત્રાગાર હંમેશા તૈયાર રાખવું જોઈએ ત્યાર બાદ ઇઝરાયેલ અને હમાસ વચ્ચે શરૂ થયેલા યુદ્ધમાંથી ભારતને પણ એ જ બોધપાઠ મળી રહ્યો છે .

માહિતી પ્રમાણે ભારતે સુરક્ષા સુનિશ્ચિત કરવા તૈયારીઓ શરૂ કરી દીધી છે  હમાસ જેવા હુમલાથી બચવા માટે ભારત પોતાની સરહદો પર ડ્રોન સાથે વિજિલન્સ સિસ્ટમ ગોઠવવા જઈ રહ્યું છે.દેશના સંરક્ષણ અધિકારીઓએ તાજેતરમાં 6 સ્વદેશી ડ્રોન વિક્રેતાઓ સાથે વાતચીત કરી છે. સરહદો પર ડ્રોન દ્વારા સેના સરહદ પર થતી દરેક ગતિવિધિઓ પર બારીકાઈથી નજર રાખશે. ડ્રોન સરહદી વિસ્તારોમાં ફરશે અને દુશ્મનો પર નજર રાખશે. મીડિયા રિપોર્ટ પ્રમાણે આ અંગેનો આદેશ આગામી નવેમ્બરમાં જારી કરવામાં આવી શકે છે. જો કે, મોટાભાગના સુરક્ષા અધિકારીઓએ આ મામલે મૌન જાળવ્યું છે. રિપોર્ટ અનુસાર મે મહિનાની શરૂઆતમાં સેના બોર્ડરના કેટલાક ભાગોમાં આ સિસ્ટમ લગાવશે.

જેમ કે  ચીન અને પાકિસ્તાન જેવા પાડોશી દેશોથી ભારતની શાંતિને ભંગ કરવા તત્પર રહેતા હોય છે. ક્યારેક પાકિસ્તાન દ્વારા આતંકવાદી ગતિવિધિઓ કરવામાં આવે છે તો ક્યારેક પીપલ્સ લિબરેશન આર્મી ભારતીય સરહદમાં ઘૂસવાનો પ્રયાસ કરેછે. હિમાલયના પ્રદેશોમાં તંગ પરિસ્થિતિ યથાવત છે.જેને કારણે ભારત આ સુરક્ષા પર ખાસ ઘ્યાન આપી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે  ભારત પણ પહેલા હુમલાનો શિકાર બન્યું છે ભારત પહેલા પણ આવા હુમલાઓનો ભોગ બની ચુક્યું છે. વર્ષ 2008માં હથિયારો અને ગ્રેનેડથી સજ્જ પાકિસ્તાનથી હુમલો કરી રહેલા આતંકવાદીઓ મુંબઈની દરિયાઈ સરહદેથી ભારતમાં પ્રવેશ્યા હતા ત્યારે હવે વિદેશની સ્થિતિને જોઈને ભારત સુરક્ષાના મામલે સતર્ક બનતું જઈ રહ્યું છે.

ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎
ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎