સ્વાતિ માલિવાલ સાથે ગેરવર્તનનો મામલો: આપે આ મામલે જરૂરી કાર્યવાહીની ખાતરી આપી, રાજ્યસભાના સાંસદે આ મામલે કરી હતી પ્રેસ કોન્ફરન્સ
- 14 May, 2024
આમ આદમી પાર્ટીએ તેના રાજ્યસભાના સાંસદ સ્વાતિ માલિવાલ સાથે ગેરવર્તન થયું હોવાની વાતનો સ્વીકાર કર્યો છે. ઉલ્લેખનીય છે કે આમ આદમી પાર્ટીના રાજ્યસભાના સાંસદ સંજય સિંહે મંગળવારે આ મામલે એક પ્રેસ કોન્ફરન્સ કરી હતી અને તેમાં તેમણે આ વાતન ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું કે બિભવ કુમારે તેમની સાથે કથિત રીતે ગેરવર્તન કર્યું હતું. આ વાતની નોંધ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે લીધી છે અને આ મામલે જરૂરી કાર્યવાહી કરવા જણાવ્યું છે.
સંજય સિંહે કહ્યું કે સ્વાતિ માલીવાલે દેશ અને સમાજ માટે મોટા કામ કર્યા છે. સ્વાતિ માલીવાલ પાર્ટીની જૂના અને સીનિયર લીડરમાંથી એક છે. આપણે સૌ તેમની સાથે છીએ. ભાજપે પણ મંગળવારે આ મામલે હોબાળો કર્યો અને કેજરીવાલના રાજીનામાની માંગ કરી છે.
ભાજપ કોર્પોરેટરોએ દિલ્હી નગર નિગમની બેઠકમાં સ્વાતિ માલીવાલના મુદ્દે આમ આદમી પાર્ટીને ઘેરી હતી. મંગળવારે 11 વાગ્યે દિલ્હી નગર નિગમની બેઠકમાં મેયર શૈલી ઓબેરોય પોતાની સીટ પર પહોંચતા જ ભાજપના કોર્પોરેટરોએ હોબાળો કર્યો હતો.
ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ
https://shorturl.at/hjzN0
ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ