ગુજરાતની બેરોજગારીનો ચિતાર અહીં ચોખ્ખો દેખાય: PSI-લોકરક્ષકની ભરતીમાં 12,272 જગ્યાઓ સામે 15 લાખ અરજીઓ મળી, અન્ય અરજદારોનું શું થશે?
- 14 May, 2024
દેશમાં ગુજરાત હાલ ખૂબજ વિકાશીલ રાજય માનવામાં આવે છે, જેની સામે ચિત્ર કઈ જુદું છે કેમ કે ગુજરાતમાં સરકારી નોકરીની મેળવવા માટે યુવાનોની લાંબી કતારો જોવા મળી છે. જેનું ઉતમ ઉદાહરણ રાજયમાં પીએસઆઈ અને લોકરક્ષક ભરતી જોવા મળ્યું છે. 12,272 જગ્યાઓ સામે 15 લાખ અરજી કરવામાં આવી છે. તેના પરથી ખ્યાલ આવે કે હાલ વિકાસનું રોલ મોડલ ગણાતા ગુજરાતમાં બેરોજગારી કેટલી છે.
વાયબ્રન્ટ ગુજરાત રોજગારીનું કેન્દ્ર બન્યુ છે. ગુજરાતમાં રોજગારીની અનેક તકો છે તેવા ગાણા ગાઈ ગુજરાત સરકાર દાવા કરી રહી છે પણ હકીકત એ છેકે ગુજરાતમાં યુવાન બેરોજગારો નોકરી માટે ફાંફા મારી રહ્યા છે. પીએસઆઈ અને લોકરક્ષક માટે કુલ 12,272 જગ્યાની ભરતી પ્રક્રિયા શરૂ કરાઇ છે ત્યારે આજદીન સુધી પોલીસ રિક્રુટમેન્ટ બોર્ડને 15 લાખ અરજીઓ મળી છે. આ પરથી ગુજરાતમાં બેરોજગારીનુ અસલી ચિત્ર ખુલ્લું પડી ગયું છે.
સરકારી નોકરી મેળવવાનું સપનું સાકાર કરવા શિક્ષિત યુવાઓ તનતોડ મહેનત કરે છે. શહેરમાં પોલીસ- પીએસઆઈની તૈયારી માટેના કોચિંગ ક્લાસમાં મોટી માત્રમાં ફી ચૂકવે છે. સાથે સાથે ખાનગી લાઈબ્રેરીમાં વાંચન માટે ખર્ચ કરે છે. હોસ્ટેલ ફી અલગ. આમ, શિક્ષિત યુવાઓ સરકારી નોકરી મેળવવા મહેનતની સાથે ખર્ચ પણ કરે છે. આ દરમિયાન જો પેપરલીક થાય તો યુવાઓની મહેનત પર પાણી ફરી વળે છે. ઉલ્લેખનીય છે કે અગાઉ લોકરક્ષકની થયેલી પરીક્ષામાં પેપર લીક થયું હતું.
ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ
https://shorturl.at/hjzN0
ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ