:
Breaking News
મમતાને નીતિ આયોગની બેઠક ન પસંદ આવી: CM મમતા બેનર્જી મીટિંગ છોડીને નીકળી ગયા, કહ્યું- મને બોલવા જ ન દીધી. જમ્મુ-કાશ્મીરમાં સર્ચ ઓપરેશન: માછિલ સેક્ટરમાં સૈનિકો અને આતંકીઓ વચ્ચે એન્કાઉન્ટર, અથડામણમાં 1 આતંકી ઠાર; 4 જવાન ઈજાગ્રસ્ત. આ દવાઓ મફત મળશે: ગુજરાતના તમામ આરોગ્ય કેન્દ્રો પર ફ્રીમાં મળશે જીવન જરૂરી મેડિસિન્સ, સરકારે યાદીમાં ઉમેરી નવી દવાઓ. ફ્રાન્સથી આવ્યા માઠા સમાચાર: ઓલિમ્પિકની શરૂઆત પહેલા ફ્રાન્સના રેલવે નેટવર્ક પર હુમલો થતા 8 લાખ લોકો અસરગ્રસ્ત, ટ્રેન નેટવર્કની ખામી શોધવાના પ્રયાસો ચાલું. ભારતીય શેરબજારોમાં મોટો ઉછાળો: સેન્સેક્સ 1292 અંક વધ્યો, નિફ્ટી 24834 પર બંધ; ભારતી એરટેલ, વિપ્રો, ટાટા સ્ટીલના શેર વધ્યા. ભષ્ટ્રાચારને નાથવા ગુજરાત સરકાર લાવશે કાયદો: વિધાનસભાના ચોમાસુ સત્રમાં વિધાયક આવે તેવી શક્યતા, ભષ્ટ્રાચાર કરનાર અધિકારીઓમાં ગભરાટ. કારગીલ વિજય દિવસની ઉજવણી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કારગિલ યુદ્ધના વીરોને આપી શ્રદ્ધાંજલિ, લદ્દાખમાં શિંકુન લા પ્રોજેક્ટની પણ કરી શરૂઆત. રાષ્ટ્રપતિ ભવનના હોલનું નામ બદલવાનો મામલો: કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ વડાપ્રધાન મોદી પર કર્યો શાબ્દિક હુમલો, કહ્યું- દરબારનો ખ્યાલ નથી પરંતુ 'શહેનશાહ'નો ખ્યાલ છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્રને આપ્યો ઝાટકો: કોર્ટે કહ્યું- રાજ્યોને ખાણ અને ખનીજો ધરાવતી જમીનો પર ટેક્સ લગાવવાનો અધિકાર, ખનીજો પર ટેક્સ વસુલવાના મામલે મોટો ચુકાદો. શેરબજાર ખુલતાની સાથે જ તૂટ્યું: સેન્સેક્સ 600 અંક ઘટ્યો, નિફ્ટી 24300ની નીચે; ટાટા મોટર્સ, લાર્સન, કોટક મહિન્દ્રાના શેર વધ્યા.

આનંદો , આ વર્ષે પણ ચોમાસુ સારું રહેશે : રાબેતા મુજબ 1 જુનની આસપાસ કેરળમાં વરસાદની થશે એન્ટ્રી ,ત્યારબાદ ધીમે ધીમે કરશે પ્રયાણ

top-news
  • 14 May, 2024

દેશમાં ચોમાસું સામાન્ય રીતે સૌથી પહેલું 1 જૂનની આસપાસ કેરળમાં આવે છે. ત્યારબાદ દેશના અન્ય રાજ્યોમાં તે એન્ટ્રી કરે છે, જ્યારે આ વર્ષે દેશમાં ચોમાસું વહેલું આવે તેવી શક્યતા વર્તાઇ રહી છે, હવામાન વિભાગ મુજબ આવતા અઠવાડિયે આંદામાન સમુદ્રમાં ચોમાસાની એન્ટ્રી થશે. દરમિયાનમાં રાજ્યમાં ગઈ કાલે વરસેલા કમોસમી વરસાદથી ગરમીમાં થોડી રાહત અનુભવાઈ છે. એવામાં આજે ફરીથી ગુજરાતના અમુક જીલ્લામાં વરસાદ થવાની  આગાહી છે.

વાતાવરણમાં અચાનક પલ્ટો જોઈને લોકોને ગરમીમાંથી ઘણી રાહત થઈ છે. આ પ્રી મોન્સુન એકટીવીટી વચ્ચે સારા સમાચાર એ આવ્યા છે કે આ વખતે પણ ચોમાસું સમયસર અને સારું રહેવાની શક્યતા છે. કદાચ આ વર્ષે ચોમાસું વહેલું આવે તેવી શક્યતા વર્તાઇ રહી છે, આવતા અઠવાડિયે આંદામાન સમુદ્રમાં ચોમાસું એટ્રી કરશે. દરવર્ષે ચોમાસું સામાન્ય રીતે 1 જૂનની આસપાસ કેરળમાં આવે છે. અને આ પછી તે સામાન્ય રીતે ઝડપથી ઉત્તર તરફ આગળ વધે છે અને 15 જુલાઈની આસપાસ સમગ્ર દેશને સંપૂર્ણ પણે આવરી લે છે.

વધુમાં હવામાન વિભાગે જણાવ્યું છે કે દક્ષિણ-પશ્ચિમ ચોમાસું તેના નિર્ધારિત સમય કરતાં ત્રણ દિવસ વહેલા આવવાની શક્યતા છે. ભારત મોસમ વિજ્ઞાન વિભાગ અનુસાર, દક્ષિણ પશ્ચિમ ચોમાસું 19 મેની આસપાસ દક્ષિણ આંદામાન સમુદ્રમાં પ્રવેશ કરશે. આ ઉપરાંત તે જ દિવસે દક્ષિણ-પૂર્વ બંગાળની ખાડીના કેટલાક ભાગોમાં પણ પ્રવેશ કરશે.

સામાન્ય રીતે દર વર્ષે 22 મેના રોજ ચોમાસું આ ભાગમાં પહોંચે છે, પરંતુ આ વર્ષે તે તેના ત્રણ દિવસ પહેલા પ્રવેશ કરશે. ચોમાસું સામાન્ય રીતે કેરળમાં 1 જૂનની આસપાસ પહોંચે છે. આ પછી તે સામાન્ય રીતે ઝડપથી ઉત્તર તરફ આગળ વધે છે અને 15 જુલાઈની આસપાસ સમગ્ર દેશને આવરી લે છે. હવામાન વિભાગને અપેક્ષા છે કે આ વર્ષે દેશમાં સામાન્ય કરતાં વધુ ચોમાસામાં વરસાદ થશે.

ભારતીય હવામાન વિભાગે, 15 એપ્રિલે તેની લાંબાગાળાની આગાહીમાં જણાવ્યું હતું કે જૂનથી સપ્ટેમ્બર દરમિયાન દેશમાં ચોમાસાનો વરસાદ ± 5% ની ભૂલના માર્જિન સાથે 106% રહેવાની ધારણા છે, જે "સામાન્યથી ઉપર" ગણવામાં આવે છે. "  ભારત મોસમ વિજ્ઞાન વિભાગે જણાવ્યું છે કે મેના છેલ્લા સપ્તાહ દરમિયાન અપડેટેડ આગાહી ફરી જારી કરવામાં આવશે, જેમાં ઉત્તર પશ્ચિમ ભારત, મધ્ય ભારત, દક્ષિણ દ્વીપકલ્પ અને ઉત્તરપૂર્વ ભારતમાં ચોમાસાની સ્થિતિ અને આગાહી અંગેની માહિતી અપડેટ કરવામાં આવશે.

તાજેતરની આગાહીમાં કહેવામાં આવ્યું છે કે આગામી 5 દિવસ દરમિયાન મધ્યપ્રદેશ, વિદર્ભ, છત્તીસગઢ, મધ્ય મહારાષ્ટ્ર અને મરાઠવાડામાં ગાજવીજ, વીજળી અને તેજ પવન (40-60 કિમી પ્રતિ કલાક) સાથે છૂટાછવાયાથી હળવા અને મધ્યમ વરસાદની શક્યતા છે. ભારત મોસમ વિજ્ઞાન વિભાગે જણાવ્યું છે કે 14 મેના રોજ ગુજરાત અને આસપાસના વિસ્તારોમાં આંધી-તોફાન થવાની સંભાવના છે. આ સમયગાળા દરમિયાન, 30-40 કિમી પ્રતિ કલાકની ઝડપે વીજળી અને જોરદાર પવન ફૂંકાઈ શકે છે.

ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎
https://shorturl.at/hjzN0

ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎