વારાણસીમાં વડાપ્રધાન મોદીએ પૂજા કરી: PM મોદીએ ઉમેદવારી પત્ર ભરતા પહેલા મા ગંગાની પૂજા કરી, નામાંકનમાં નીતીશ કુમાર હાજર રહેશે નહીં
- 14 May, 2024
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વારાણસી બેઠક પરથી નામાંકન દાખલ કરતા પહેલા દશ્વામેધ ઘાટ પર ગંગા પૂજા કરી હતી. ઉલ્લેખનીય છે કે નામાંકન કરવાના એક દિવસ પહેલા જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વારાણસીમાં ભવ્ય રોડ શો કર્યો હતો. આ સીટ પર 1 જૂને મતદાન કરવામાં આવશે.
બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમાર પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નામાંકન કાર્યક્રમમાં સામેલ થવાના હતા, જોકે હવે નીતીશ કુમારની તબિયત ખરાબ થઈ ગઈ હોવાના પગલે તેમણે પોતાનો સમગ્ર દિવસનો કાર્યક્રમ જ રદ કરી દીધો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નામાંકન પહેલા વારાણસીના દશાશ્વમેધ ઘાટ પર પૂજા કરી હતી. તે પછી પીએમ કાલ ભૈરવ મંદિરના દર્શન કરશે. ઉલ્લેખનીય છે કે આજે વડાપ્રધાન મોદી વારાણસીથી નામાંકન દાખલ કરવાના છે.
ઉત્તરપ્રદેશના વારાણસીમાં પીએમ મોદીના નમાંકન પહેલા એનડીએના નેતાઓ એકત્રિત થવાનું કામ શરૂ થઈ ગયું છે. આંધ્રપ્રદેશના પૂર્વ સીએમ અને ટીડીપી ચીફ ચંદ્રબાબૂ નાયડૂ વારણસીની એક હોટલમાં પહોંચી ચૂક્યા છે.
ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ
https://shorturl.at/hjzN0
ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ