મોંઘવારીમાં ઘટાડો નોંધાતા લોકોને રાહત: રિટેલ મોંઘવારી એપ્રિલમાં 4.83 ટકા નોંધાઈ, પેટ્રોલ અને ડિઝલના ભાવ પણ ઘટ્યા
- 13 May, 2024
એપ્રિલમાં દેશની રિટેલ મોંઘવારીમાં ભારે ઘટાડો જોવા મળ્યો છે. અન્ય 11 મહિનાની સરખામણીએ તે આ મહિનામાં સૌથી ઓછી છે. દેશમાં પેટ્રોલ અને ડિઝલના ભાવોમાં ઘટાડો થતા કન્ઝ્યુમર પ્રાઈસ ઈન્ડેક્સ(સીપીઆઈ) ફુગાવો એપ્રિલમાં 4.83 ટકા નોંધાયો છે. જે માર્ચમાં 4.85 ટકા રેકોર્ડ થયો હતો. ખાદ્ય ચીજોના ભાવમાં વધારો નોંધાયો હોવા છતાં રિટેલ મોંઘવારી સ્થિર રહી છે. જેની પાછળનું કારણ પેટ્રોલ-ડિઝલ સહિત ઈંધણના ભાવોમાં ઘટાડો છે. ફૂડ એન્ડ બેવરેજીસની કિંમતો માર્ચમાં 7.68 ટકા સામે વધી એપ્રિલમાં 7.87 ટકા થઈ છે.
ઈંધણ અને વીજનો મોંઘવારી દર ઘટી એપ્રિલમાં 4.24 ટકા નોંધાતા રિટેલ ફુગાવો સતત આઠમા મહિને આરબીઆઈની 2-6 ટકાની મર્યાદા હેઠળ નોંધાયો છે. એપ્રિલમાં ખાદ્ય ચીજોનો ફુગાવો વધી 8.70 ટકા થયો છે. જે માર્ચમાં 8.52 ટકા હતો. ફળોની કિંમતો માર્ચમાં 3.07 ટકા સામે વધી એપ્રિલમાં 5.22 ટકા થઈ છે. જો કે, શાકભાજી અને દાળોમાં મોંઘવારી ઘટી છે. એન્યુઅલ ધોરણે સીપીઆઈ ફુગાવો 4.83 ટકાની અપેક્ષા મુજબ નોંધાવો છે.
ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ
https://shorturl.at/hjzN0
ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ