લાંબા સમયથી ચાલી રહેલી અટકળો બાદ એકશન: આખરે ઈઝરાયેલ સેના ગાઝામાં ઘુસી: ટાર્ગેટ ધ્વંશ કરી પરત
- 27 Oct, 2023
હમાસના હુમલાના 20 દિવસ બાદ આખરે ઈઝરાયેલી સેનાએ આજે ટેન્કો તથા બખ્તરબંધ લશ્કરી વાહનોના કાફલા સાથે ગાઝા ક્ષેત્રમાં પ્રવેશ કરતા હવે આ યુદ્ધ વધુ ગંભીર બની શકે છે. ઈઝરાયેલ સેનાએ જાહેર કર્યુ કે અમારા સૈનિકો આજે થોડો સમય માટે ગાઝામાં પ્રવેશ કર્યો હતો અને પરત આવતા પુર્વે સીમા પરના હમાસના કેટલાક ઠેકાણાઓ તોડી પાડયા હતા.
ઈઝરાયેલે જમીની હુમલાની સતાવાર જાહેરાત કરી હતી. ટેન્ક તથા ભૂમિદળે આ હુમલામાં ભાગ લીધો હતો અને સીમા ક્ષેત્રમાં પ્રવેશ કરી અનેક મથકોનો ધ્વંશ કરીને પરત આવી ગયા હતા. ઈઝરાયેલ દ્વારા લેબનોનમાં પણ હેઝબોલ્વાહના ઠેકાણાઓ પર હુમલા કર્યા હતા અને દાવો કર્યો કે હેઝબોલ્વના બે કમાન્ડર તથા 47થી વધુ આતંકીઓનો ખાત્મો બોલાવ્યો હતો.
હમાસ હુમલા બાદ પ્રથમ વખત ઈઝરાયેલી સેના ગાઝાએ આટલે અંદર ઘુસી છે. વેસ્ટ બેન્કમાં ઈઝરાયેલના સુરક્ષાદળોએ ડ્રોનનો ઉપયોગ કર્યો હતો. ઈઝરાયેલ હવે હમાસ સામે તેની જ ગેરીલા પદ્ધતિથી હુમલા શરુ કરીને ધીમે ધીમે આ સંગઠનને ખત્મ કરવાનો પ્રયાસ શરુ કર્યો છે.
ઈઝરાયેલ દ્વારા હમાસના 250 ટાર્ગેટને આજે નિશાન બનાવ્યા હતા. ગાઝા પટ્ટીમાં 20 લાખથી વધુ પેલેસ્ટાઈનો છે અને તેથી ઈઝરાયેલના હુમલાના ઘેરા પડઘા પડી શકે છે.
ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ
ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ