:
Breaking News
આ દવાઓ મફત મળશે: ગુજરાતના તમામ આરોગ્ય કેન્દ્રો પર ફ્રીમાં મળશે જીવન જરૂરી મેડિસિન્સ, સરકારે યાદીમાં ઉમેરી નવી દવાઓ. ફ્રાન્સથી આવ્યા માઠા સમાચાર: ઓલિમ્પિકની શરૂઆત પહેલા ફ્રાન્સના રેલવે નેટવર્ક પર હુમલો થતા 8 લાખ લોકો અસરગ્રસ્ત, ટ્રેન નેટવર્કની ખામી શોધવાના પ્રયાસો ચાલું. ભારતીય શેરબજારોમાં મોટો ઉછાળો: સેન્સેક્સ 1292 અંક વધ્યો, નિફ્ટી 24834 પર બંધ; ભારતી એરટેલ, વિપ્રો, ટાટા સ્ટીલના શેર વધ્યા. ભષ્ટ્રાચારને નાથવા ગુજરાત સરકાર લાવશે કાયદો: વિધાનસભાના ચોમાસુ સત્રમાં વિધાયક આવે તેવી શક્યતા, ભષ્ટ્રાચાર કરનાર અધિકારીઓમાં ગભરાટ. કારગીલ વિજય દિવસની ઉજવણી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કારગિલ યુદ્ધના વીરોને આપી શ્રદ્ધાંજલિ, લદ્દાખમાં શિંકુન લા પ્રોજેક્ટની પણ કરી શરૂઆત. રાષ્ટ્રપતિ ભવનના હોલનું નામ બદલવાનો મામલો: કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ વડાપ્રધાન મોદી પર કર્યો શાબ્દિક હુમલો, કહ્યું- દરબારનો ખ્યાલ નથી પરંતુ 'શહેનશાહ'નો ખ્યાલ છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્રને આપ્યો ઝાટકો: કોર્ટે કહ્યું- રાજ્યોને ખાણ અને ખનીજો ધરાવતી જમીનો પર ટેક્સ લગાવવાનો અધિકાર, ખનીજો પર ટેક્સ વસુલવાના મામલે મોટો ચુકાદો. શેરબજાર ખુલતાની સાથે જ તૂટ્યું: સેન્સેક્સ 600 અંક ઘટ્યો, નિફ્ટી 24300ની નીચે; ટાટા મોટર્સ, લાર્સન, કોટક મહિન્દ્રાના શેર વધ્યા. રેલવે મંત્રીએ આપ્યા સારા સમાચાર: મધ્યમ અને ઓછી આવક ધરાવનાર પરિવારોને થશે સીધો ફાયદો, જાણો અશ્વિની વૈષ્ણવે કરેલી જાહેરાત વિશે. કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય: અગ્નિવીરોને BSF અને CISFમાં 10 ટકા અનામત મળશે, પ્રથમ બેચને ઉંમરમાં 5 વર્ષની છૂટછાટ અપાશે.

દેશના 12 એરપોર્ટને ધમકીભર્યા ઈમેલ: દેશની શાળાઓ ,હોસ્પિટલો બાદ હવે અમદાવાદ સહિતના અન્ય એરપોર્ટને મળી બોમ્બથી ઉડાવવાની ધમકી...

top-news
  • 13 May, 2024

દેશમાં હાલ સાત તબક્કામાં લોકસભાની ચુંટણીનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં પ્રથમ બે તબ્બકાનું મતદાન પૂર્ણ થયું છે,જ્યારે હાલ આજે ત્રીજા તબકકનું મતદાન થઈ રહ્યું છે,એવામાં ચુંટણીઓ ન થઈ શકે તેવા હેતુથી વિદેશી કે દેશવિરોધી લોકો અનેક પ્રયન્ત કરે છે.તેમાં પહેલા દેશની અનેક શાળાઓને ધમકીભર્યા ઈમેલ મળ્યા હતા અને હવે ત્યારબાદ હવે એરપોર્ટને ધમકી મળવાના સમાચાર પ્રાપ્ત થયા છે.  

દેશની રાજધાની દિલ્હીમાં હોસ્પિટલ બાદ હવે ઇન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર પણ ધમકીભર્યો ઈમેલ આવ્યો છે. પોલીસ આ કેસની તપાસ કરી રહી છે. એરપોર્ટ પર સર્ચ ઓપરેશન કરવામાં આવી રહ્યું છે. એક જ મેઈલ આઈડી પરથી હોસ્પિટલ અને ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ઈમેલ મોકલવામાં આવ્યો છે. આ ઈમેલ બપોરે 3 વાગ્યાની આસપાસ મોકલવામાં આવ્યો હતો. જો કે પોલીસ તપાસમાં હજુ સુધી એરપોર્ટ પરથી કંઈપણ શંકાસ્પદ મળ્યું નથી.

ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌ એરપોર્ટ પર બોમ્બ હોવાની ધમકી મળી છે. લખનૌની શાળાઓ બાદ હવે એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. એક શંકાસ્પદ વ્યક્તિ તરફથી મેલ દ્વારા ધમકીઓ મોકલવામાં આવી છે. માહિતી મળતાની સાથે જ સીઆઈએસએફ ની ટીમ અને બીડીડીએસ ની ટીમે લખનૌ એરપોર્ટ પર ચેકિંગ ઓપરેશન હાથ ધર્યું હતું. બોમ્બ ડિસ્પોઝલ ડિટેક્શન સ્કવોડ, સીઆઈએસએફના જવાનો અને સ્થાનિક પોલીસ દ્વારા સમગ્ર એરપોર્ટ પર ચેકિંગ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી અને આ ચેકિંગમાં હજુ સુધી એરપોર્ટ પરથી કંઈપણ શંકાસ્પદ મળ્યું નથી

અમદાવાદમાં સ્કૂલ બાદ એરપોર્ટને બોમ્બ ઉડાવી દેવાની ધમકીનો ઈમેલ મળ્યો હતો, કોઈ અજાણ્યા ઇ-મેલ આઇડી પરથી મળી એરપોર્ટ ઉડાવી દેવાની ધમકી મળી હતી. બપોરના સમયે અજાણ્યો ઈ-મેલ આવ્યો હતો. એરપોર્ટ ઓથોરિટી દ્વારા ગ્રાઉન્ડ સ્ટાફ અને એરલાઇન સ્ટાફને કડક સુચના આપવામાં આવી છે. તમામ મુસાફરોનું સઘન ચેકિંગ થઇ રહ્યું છે. જો કે આ બાબતે સમગ્ર તપાસમાં હજુ સુધી એરપોર્ટ પરથી કંઈ શંકાસ્પદ મળી આવ્યું નથી.
ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎
https://shorturl.at/hjzN0

ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎