હૈદરાબાદમાં ભાજપના ઉમેદવારે સર્જયો વિવાદ: માધવી લતા પર નોંધાઈ પોલીસ ફરિયાદ, મુસ્લિમ મહિલાઓના બુરખા ઉઠાવીને કર્યું હતું ચેકિંગ
- 13 May, 2024
હૈદરાબાદ લોકસભા બેઠક પરના ભાજપના ઉમેદવાર માધવી લતાએ મતદાન કેન્દ્ર પર મુસ્લિમ મહિલાઓના બુરખા ઉઠાવીને ચેક કરતા વિવાદ થયો છે. આ કેસમાં તેમની સામે માલકપેટ પોલીસ સ્ટેશનમાં પોલીસ ફરિયાદ નોંધાઈ છે. લતાની સામે આઈપીસીની કલમ 171સી, 186, 505(1)(સી) અને લોક પ્રતિનિધિત્વ અધિનિયમની કલમ 132 હેઠળ કેસ નોંધાયો છે. ઉલ્લેખનીય છે કે માધવી લતાનો સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થયો છે, જેમાં તેઓ મતદાન કેન્દ્ર પર મુસ્લિમ મહિલાઓની તપાસ કરતા દેખાઈ રહ્યાં છે.
વીડિયોમાં જોવા મળી રહ્યું છે. માધવી લતા મતદાન કેન્દ્રની અંદર મુસ્લિમ મહિલાઓને બુરખો હટાવવા માટે કહી રહી છે અને તેમની ઓળખ પત્રની તપાસ કરતા જોવા મળી રહી છે. એટલું જ નહીં તેઓ મહિલાઓને પોતાની ઓળખ બતાવવા પણ કહી રહ્યા છે.
આ મામલે માધવી લતાએ કહ્યું કે મેં મુસ્લિમ મહિલાઓને પોતાની ઓળખ વેરિફાય કરવા માટે વિનંતી કરી હતી અને આવું કરવું કોઈ ખોટું કામ નથી. હું ચૂંટણીમાં ઉમેદવાર છું અને કાયદાકીય રીતે ફેસમાસ્ક પહેરેલા મતદારોના ઓળખ પત્રની તપાસ કરવાનો એક ઉમેદવારને પુરો અધિકાર છે. હું કોઈ પુરુષ નથી, હું એક મહિલા છું. મેં તે મહિલાઓને ઓળખ બતાવવા માટે સંપૂર્ણ વિનમ્રતા સાથે વિનંતી કરી હતી. મેં તેમને કહ્યું હતું કે, શું હું પ્લીઝ તમારી આઈડી કાર્ડ જોઈ શકું છું? જો કેટલાક લોકો આ વાતને મોટો મુદ્દો બનાવવા માંગે છે, તો તેનો અર્થ એ છે કે, તેઓ ડરી ગયા છે. જોકે હાલ આ મુદ્દે હૈદરાબાદમાં ચર્ચા ચાલી રહી છે.
ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ
https://shorturl.at/hjzN0
ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ