:
Breaking News
નેપાળના પ્લેન ક્રેશનો VIDEO: આગનો ગોળો બની ગયું વિમાન, જુઓ LIVE વીડિયો; ટેક ઓફ થતાની સાથે જ ભડભડ સળગ્યું. નેપાળમાં પ્લેન ક્રેશ: કાઠમંડુના ત્રિભુવન ઈન્ટરનેશન એરપોર્ટ પર ટેક ઓફ કરવા જતું પ્લેન ક્રેશ, 18નાં મોત. સંસદની કાર્યવાહી શરૂ થતા જ હોબાળો: બજેટના વિરોધમાં વિપક્ષી સાંસદ કરી રહ્યાં છે નારેબાજી, સ્પીકર ઓમ બિરલાએ વ્યક્ત કરી નારાજગી. NEET-UG પરીક્ષામાં ગેરરીતિનો મામલો: સુપ્રીમ કોર્ટે કહ્યું- પરીક્ષા ફરી વખત નહીં લેવાય, ફ્રોડના પુરાવા પુરતા નથી. બજેટની પ્રત્યેક વિગતો મુદ્દા સહિત: પ્રથમ નોકરીવાળાને 15 હજાર, 1 કરોડ મકાન, ટેક્સ છૂટ; વાંચો નિર્મલાના પટારામાંથી શું-શું નીકળ્યું ?. બજેટના દિવસે શેરબજારમાં કડાકો: લોંગ ટર્મ કેપિટલ ગેઈન ટેક્સ વધારાતા માર્કેટ રીસાયું; સેન્સેક્સ 900 અંક ઘટ્યો, નિફ્ટીએ 24250નું લેવલ તોડ્યું. બજેટ આ રીતે કરશે તમારા ખિસ્સાને અસર: એક સેકન્ડમાં જાણી લો શું થયું મોઘું અને શું થયું સસ્તું ?. બજેટે આપી બિઝનેસ કરવાની ઉત્તમ તક: બિઝનેસ માટે લોન મેળવવા આ રીતે કરો અરજી, સરકાર કરશે આટલા લાખ રૂપિયા સુધીની સહાય. બજેટ પહેલા નીતિશના આ શબ્દોનો શું અર્થ ?: નીતિશ કુમારે કહ્યું- બધી વસ્તુઓની ધીરે-ધીરે ખબર પડશે, શું નીતિશ મોદી સરકારને ચાલવા દેશે કે પછી ટેકો પાછો ખેંચશે ?. બજેટ પૂર્વે આર્થિક સર્વે રજૂ: ઉદ્યોગ જગતને કેન્દ્ર સરકાર ઈલેક્ટ્રિક વ્હિકલ્સની નીતિઓમાં સુધારો કરશે તેવી અપેક્ષા, શું બજેટ પછી ઈલેક્ટ્રિક વ્હિકલ્સ ભાવ ઘટશે?.

AMCનો બસ અકસ્માત નિવારવા મોટો નિર્ણય: હવે ડ્રાઈવરો ઝડપથી બસ ચલાવી શકશે જ નહીં, પ્રતિ કલાક 40થી 45 કિમી હશે સ્પીડ

top-news
  • 13 May, 2024

શહેરમાં AMTS બસથી થતાં અક્સ્માતની સખ્યાંમાં દિવસેને દિવસે વધારો જોવા મળી રહ્યો છે અને જાણે AMTS બસના ચાલકો મન ફાવે તેમ રસ્તા પર બસ ચાલવે છે અને લોકોના ભોગ લઈ રહ્યા છે. ગઈકાલે સાંજે અમદાવાદના સેટેલાઇટ વિસ્તારમાં આવેલ સ્ટાર બજાર નજીક અક્સ્માતનો બનાવ સામે આવ્યો હતો. અક્સ્માતની હારમાળા સર્જાય હતી. AMTS બસ ચાલકે એક નહિ બે નહિ પણ 8 વાહનો સાથે અક્સ્માત સર્જ્યો હતો. 

અક્સ્માત થતા લોકોની ભીડ એકઠી થઈ હતી અને કલાકો સુધી ટ્રાફીક જામના દ્ર્શ્યો પણ સર્જાયા હતા. પોલીસે કરેલી પૂછપરછ દરમિયાન સામે આવ્યું હતું કે બ્રેક ફેલ થઈ જતા અકસ્માત થયો હતો. ટ્રાફીક પોલીસે બસ ચાલકની ધરપકડ કરી બીજા દિવસે સવારે જામીન પર મુક્ત કર્યો હતો. આ અકસ્માતમાં અર્ટિંગા કારમાં સવાર ત્રણ લોકો અને બાઇક સવાર સહિત ચાર લોકોને ઇજા પહોંચી છે. આ ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં પહોંચાડવામાં આવ્યા હતા. 

એએમટીએસ બસથી થતા અકસ્માતને રોકવા માટે AMCએ મોટો નિર્ણય લીધો છે. AMTS બસની ઝડપ અંગે તંત્રએ મહત્ત્વનો નિર્ણય કર્યો કે હવે એએમટીએસની બસ 45 કિમી પ્રતિ કલાકથી વધુની ઝડપથી દોડાવી શકાશે નહીં. ગતરાતે જોધપુર ચાર રસ્તા ખાતે સર્જાયેલા AMTSના અકસ્માતના મામલે અધિકારીઓની મહત્વની બેઠક યોજાઈ હતી. જેમાં AMTS ની મહત્તમ સ્પીડ 50થી 60 કિમી પ્રતિ કલાકથી ઘટાડીને 40થી 45 કિમી પ્રતિ કલાક કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. 
ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎
https://shorturl.at/hjzN0

ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎