દિલ્હી, અમદાવાદ પછી હવે જયપુર પર નિશાન: શહેરની આઠથી વધુ સ્કુલોને બોમ્બથી ફૂંકી મારવાની મળી ધમકી, પોલીસ અને ફાયર બ્રિગેડ એક્ટિવ
- 13 May, 2024
દિલ્હી પછી હવે રાજસ્થાનની રાજધાની જયપુરની ઘણી સ્કુલોને બોમ્બથી ઉડાવવાની ધમકી મળી છે. લગભગ 8 કે તેનાથી વધુ સ્કુલોને ધમકી ભર્યો મેલ મળ્યો છે. મહેશ્વરી સ્કુલ, વિધા આશ્રમ, નિવારુ રોડ સેન્ટ ટેરેસા સહિત અન્ય સ્કુલોમાં મેલ પહોંચ્યો છે. આ અંગેની સુચના પછી પોલીસ, ફાયર બ્રિગેડ, સિવિલ ડિફેન્સ, એટીએસની ટીમો હાલ ઘટના સ્થળ પર પહોંચી અને કેમ્પસને ખાલી કરાવવામાં આવ્યું છે.
થોડા દિવસો અગાઉ અમદાવાદ શહેરની 36 સ્કુલોને બોમ્બથી ઉડાવી દેવા અંગેની ધમકી મળી હતી. બાદમાં પોલીસે આ અંગે એક મોટો ખુલાસો કર્યો હતો અને આ સમગ્ર બાબતને એક અફવા કહી હતી. બોમ્બ અંગેના મેલ પછીથી તમામ શાળાઓમાં બીડીડીએસ, ડોગ સ્ક્વોડ સહિતથી તપાસ કરવામાં આવી હતી. જોકે પોલીસ કમિશનર અને રાજ્ય પોલીસ વડાએ આ મેઈલને અફવા ગણાવી હતી. પછીથી આ મેઈલ પાકિસ્તાનથી કરવામાં આવ્યા હોવાની વાત બહાર આવી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે આ પહેલાં પહેલી મેના દિવસે દિલ્હી-એનસીઆરની આશરે 150 સ્કૂલને બોમ્બથી ઉડાવવાની ધમકી આપતો ઈમેલ મળતાં પ્રશાસન અને નાગરિકોમાં ગભરાટની લાગણી ફેલાઈ ગઈ હતી. એ સમયે ગુનેગારોએ એક રશિયન મેલ સર્વિસનો ઉપયોગ કર્યો હતો.
ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ
https://shorturl.at/hjzN0
ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ