:
Breaking News
મમતાને નીતિ આયોગની બેઠક ન પસંદ આવી: CM મમતા બેનર્જી મીટિંગ છોડીને નીકળી ગયા, કહ્યું- મને બોલવા જ ન દીધી. જમ્મુ-કાશ્મીરમાં સર્ચ ઓપરેશન: માછિલ સેક્ટરમાં સૈનિકો અને આતંકીઓ વચ્ચે એન્કાઉન્ટર, અથડામણમાં 1 આતંકી ઠાર; 4 જવાન ઈજાગ્રસ્ત. આ દવાઓ મફત મળશે: ગુજરાતના તમામ આરોગ્ય કેન્દ્રો પર ફ્રીમાં મળશે જીવન જરૂરી મેડિસિન્સ, સરકારે યાદીમાં ઉમેરી નવી દવાઓ. ફ્રાન્સથી આવ્યા માઠા સમાચાર: ઓલિમ્પિકની શરૂઆત પહેલા ફ્રાન્સના રેલવે નેટવર્ક પર હુમલો થતા 8 લાખ લોકો અસરગ્રસ્ત, ટ્રેન નેટવર્કની ખામી શોધવાના પ્રયાસો ચાલું. ભારતીય શેરબજારોમાં મોટો ઉછાળો: સેન્સેક્સ 1292 અંક વધ્યો, નિફ્ટી 24834 પર બંધ; ભારતી એરટેલ, વિપ્રો, ટાટા સ્ટીલના શેર વધ્યા. ભષ્ટ્રાચારને નાથવા ગુજરાત સરકાર લાવશે કાયદો: વિધાનસભાના ચોમાસુ સત્રમાં વિધાયક આવે તેવી શક્યતા, ભષ્ટ્રાચાર કરનાર અધિકારીઓમાં ગભરાટ. કારગીલ વિજય દિવસની ઉજવણી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કારગિલ યુદ્ધના વીરોને આપી શ્રદ્ધાંજલિ, લદ્દાખમાં શિંકુન લા પ્રોજેક્ટની પણ કરી શરૂઆત. રાષ્ટ્રપતિ ભવનના હોલનું નામ બદલવાનો મામલો: કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ વડાપ્રધાન મોદી પર કર્યો શાબ્દિક હુમલો, કહ્યું- દરબારનો ખ્યાલ નથી પરંતુ 'શહેનશાહ'નો ખ્યાલ છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્રને આપ્યો ઝાટકો: કોર્ટે કહ્યું- રાજ્યોને ખાણ અને ખનીજો ધરાવતી જમીનો પર ટેક્સ લગાવવાનો અધિકાર, ખનીજો પર ટેક્સ વસુલવાના મામલે મોટો ચુકાદો. શેરબજાર ખુલતાની સાથે જ તૂટ્યું: સેન્સેક્સ 600 અંક ઘટ્યો, નિફ્ટી 24300ની નીચે; ટાટા મોટર્સ, લાર્સન, કોટક મહિન્દ્રાના શેર વધ્યા.

IPL મેચના પગલે પ્રશાસનની ખાસ વ્યવસ્થા: મેટ્રોમાં રાતના 12 વાગ્યા સુધી મુસાફરી કરી શકાશે, મોટા પ્રમાણમાં બસો પણ દોડાવાશે

top-news
  • 13 May, 2024

આજે અમદાવાદના મોટેરા સ્થિત નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાનારી ગુજરાત ટાઈટન્સ અને કોલક્તા નાઈટ રાઈડર્સ વચ્ચેની મેચને ધ્યાનમાં રાખીને પ્રશાસને ખાસ વ્યવસ્થા કરી છે. આ વ્યવસ્થાના ભાગરૂપે આજે અમદાવાદીઓ રાતના 12 વાગ્યા સુધી મેટ્રોમાં બેસીને મુસાફરી કરી શકશે. આ સિવાય 50 રૂપિયાની ખાસ ટિકિટની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. ક્રિકેટ પ્રેમીઓના ઘસારાને પહોંચી વળવા માટે AMTS અને BRTS દ્વારા પણ વધુ બસો દોડાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

આ વાતનો ખાસ ખ્યાલ રાખજો
જો તમે આ રૂટ પર મુસાફરી કરી રહ્યાં હોય તો ધ્યાનમાં લેવા જેવી બાબત એ છે કે મેચના પગલે જનપથ ટીથી મોટેરા સ્ટેડીયમ મુખ્ય ગેટ થઇ કૃપા રેસીડેન્સી ટી થઈ મોટેરા ટી સુધીનો જવા-આવવાનો રસ્તો વાહનોની અવર-જવર માટે બંધ રહેશે. આ સિવાય જો તમે મેચ જોવા જઈ રહ્યાં હોય તો તમે Show My Parking એપ પરથી વાહન પાર્કિંગ માટેની જગ્યાનું બુકિંગ કરાવી શકો છો.

ગુજરાત ટાઈટન્સ પહેરશે કેન્સર માટે ખાસ જર્સી
ભારતમાં કૂદકેને ભૂસકે કેન્સર દર્દીઓની સંખ્યા વધી રહી છે એવામાં લોકોને કેન્સર પ્રત્યે જાગ્રૃત કરવા માટે આજે ગુજરાત ટાઈટન્સની ટીમ હોમગ્રાઉન્ડ પર કોલક્તા નાઈટ રાઈડર્સની સામે લવંડર કલરની જર્સી પહેરીને મેચ રમશે. ઉલ્લેખનીય છે કે આ સતત બીજું વર્ષ હશે જ્યારે ગુજરાત ટાઇટન્સ "કેન્સરના દર્દીઓ સાથે એકતા દર્શાવવા" લવંડર જર્સી પહેરશે. ગુજરાત ફ્રેન્ચાઈઝે તેના એક સત્તાવાર નિવેદનમાં જણાવ્યું હતું કે જર્સી પહેરીને ખેલાડીઓ કેન્સગ્રસ્ત લોકોને કેન્સર સામે લડવાનો જુસ્સો આપે છે. આ પહેલથી ક્રિકેટ ચાહકોને કેન્સરના નિવારણ અંગે શિક્ષત કરાશે અને તેમને જીવનશૈલીમાં ફેરફાર અને વહેલા નિદાન માટે જાગ્રૃત કરવા પર ભાર મુકાશે.

કેન્સર અંગેની જાગ્રૃતિ માટે અનોખો પ્રયત્ન
ગુજરાત ટાઇટન્સના સીઓઓ કર્નલ અરવિંદર સિંઘે જણાવ્યું હતું કે કેન્સર અસંખ્ય જીવનને અસર કરે છે અને લવંડર જર્સી એ અમારા તરફથી એક નાનકડો પ્રયાસ છે. જર્સી કેન્સરના દર્દીઓ અને બચી ગયેલા લોકો માટેના અમારા સમર્થનનું પ્રતીક છે. કેન્સર સામેની લડાઈ જીતવા માટે નિવારક પગલાં અને વહેલું નિદાન જરૂરી છે. અમારા ચાહકો સાથે મળીને, અમે કેન્સરથી પ્રભાવિત લોકોના જીવનમાં અર્થપૂર્ણ પરિવર્તન લાવવા માટે આતુર છીએ. અત્રે નોંધનીય છે કે આ પહેલા આઈપીએલ 2023 એડિશનમાં સનરાઈઝર્સ હૈદરાબાદ સામેની મેચ દરમિયાન ગુજરાત ટાઈટન્સે(GT) એ ખાસ જર્સી પહેરી હતી.

ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎
https://shorturl.at/hjzN0

ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎