:
Breaking News
તિહાર જેલમાં ચોંકાવનારો ખુલાસો: 125 કેદીઓ એચઆઈવી પોઝિટિવ, 200ને સિફિલિસ રોગ થતા ગભરાટ; તિહારમાં 10 હજાર કેદીઓનું મેડિકલ સ્ક્રીનિંગ થયું. મમતાને નીતિ આયોગની બેઠક ન પસંદ આવી: CM મમતા બેનર્જી મીટિંગ છોડીને નીકળી ગયા, કહ્યું- મને બોલવા જ ન દીધી. જમ્મુ-કાશ્મીરમાં સર્ચ ઓપરેશન: માછિલ સેક્ટરમાં સૈનિકો અને આતંકીઓ વચ્ચે એન્કાઉન્ટર, અથડામણમાં 1 આતંકી ઠાર; 4 જવાન ઈજાગ્રસ્ત. આ દવાઓ મફત મળશે: ગુજરાતના તમામ આરોગ્ય કેન્દ્રો પર ફ્રીમાં મળશે જીવન જરૂરી મેડિસિન્સ, સરકારે યાદીમાં ઉમેરી નવી દવાઓ. ફ્રાન્સથી આવ્યા માઠા સમાચાર: ઓલિમ્પિકની શરૂઆત પહેલા ફ્રાન્સના રેલવે નેટવર્ક પર હુમલો થતા 8 લાખ લોકો અસરગ્રસ્ત, ટ્રેન નેટવર્કની ખામી શોધવાના પ્રયાસો ચાલું. ભારતીય શેરબજારોમાં મોટો ઉછાળો: સેન્સેક્સ 1292 અંક વધ્યો, નિફ્ટી 24834 પર બંધ; ભારતી એરટેલ, વિપ્રો, ટાટા સ્ટીલના શેર વધ્યા. ભષ્ટ્રાચારને નાથવા ગુજરાત સરકાર લાવશે કાયદો: વિધાનસભાના ચોમાસુ સત્રમાં વિધાયક આવે તેવી શક્યતા, ભષ્ટ્રાચાર કરનાર અધિકારીઓમાં ગભરાટ. કારગીલ વિજય દિવસની ઉજવણી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કારગિલ યુદ્ધના વીરોને આપી શ્રદ્ધાંજલિ, લદ્દાખમાં શિંકુન લા પ્રોજેક્ટની પણ કરી શરૂઆત. રાષ્ટ્રપતિ ભવનના હોલનું નામ બદલવાનો મામલો: કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ વડાપ્રધાન મોદી પર કર્યો શાબ્દિક હુમલો, કહ્યું- દરબારનો ખ્યાલ નથી પરંતુ 'શહેનશાહ'નો ખ્યાલ છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્રને આપ્યો ઝાટકો: કોર્ટે કહ્યું- રાજ્યોને ખાણ અને ખનીજો ધરાવતી જમીનો પર ટેક્સ લગાવવાનો અધિકાર, ખનીજો પર ટેક્સ વસુલવાના મામલે મોટો ચુકાદો.

IPLમાં દિલ્હી કેપિટલ્સને મોટો ફટકો: કેપ્ટન ઋષભ પંત એક મેચ રમી શકશે નહિ, ભરવો પડશે 30 લાખ દંડ

top-news
  • 11 May, 2024

ઈન્ડિયન પ્રીમિયર લીગ(IPL) રમતી દિલ્હી કેપિટલ્સની ટીમને જોરદાર ઝટકો લાગ્યો છે. તેમના કેપ્ટન ઋષભ પંતને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો છે. ઋષભ પંતને રાજસ્થાન રોયલ્સની સામેની મેચમાં દિલ્હી કેપિલ્સને સ્લો ઓવર-રેટના અપરાધના કારણે એક મેચ માટે બેન કરવામાં આવ્યા છે. બીજી તરફ પંત પર 30 લાખ રૂપિયાનો દંડ લગાવવામાં આવ્યો છે. 

દિલ્હી કેપિટલ્સના કેપ્ટન રિષભ પંતને IPL કોડ ઓફ કંડક્ટનું ઉલ્લંઘન કરવા માટે એક મેચ માટે બેન કરવામાં આવ્યો છે. પંતની ટીમે રાજસ્થાન રોયલ્સ સામે IPL 2024ની મેચ 56 દરમિયાન સ્લો ઓવર રેટ હેઠળ બોલિંગ કરી હતી. આ મેચ દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં 7 મે 2024એ થઈ હતી. 

પંતે મિનિમમ ઓવર રેટ સંબંધિત ઓફેન્સ હેઠળ IPLના કોડ ઓફ કંડક્ટ હેઠળ પંતની ટીમનો આ સિઝનનો આ ત્રીજો ગુનો હતો. તેથી રિષભ પંત પર 30 લાખ રૂપિયાનો દંડ લગાવાયો અને એક મેચ માટે બેન કરવામાં આવ્યો. હવે ઈમ્પેક્ટ પ્લેયર સહિત પ્લેઈંગ ઈલેવનના બાકી સભ્યો પર વ્યક્તિગત રીતે 12 લાખ રૂપિયા કે તેની સંબંધિત મેચ ફી ના 50 ટકા જે પણ ઓછો દંડ લગાવાયો છે. 

ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎
https://shorturl.at/hjzN0

ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎