:
Breaking News
નેપાળના પ્લેન ક્રેશનો VIDEO: આગનો ગોળો બની ગયું વિમાન, જુઓ LIVE વીડિયો; ટેક ઓફ થતાની સાથે જ ભડભડ સળગ્યું. નેપાળમાં પ્લેન ક્રેશ: કાઠમંડુના ત્રિભુવન ઈન્ટરનેશન એરપોર્ટ પર ટેક ઓફ કરવા જતું પ્લેન ક્રેશ, 18નાં મોત. સંસદની કાર્યવાહી શરૂ થતા જ હોબાળો: બજેટના વિરોધમાં વિપક્ષી સાંસદ કરી રહ્યાં છે નારેબાજી, સ્પીકર ઓમ બિરલાએ વ્યક્ત કરી નારાજગી. NEET-UG પરીક્ષામાં ગેરરીતિનો મામલો: સુપ્રીમ કોર્ટે કહ્યું- પરીક્ષા ફરી વખત નહીં લેવાય, ફ્રોડના પુરાવા પુરતા નથી. બજેટની પ્રત્યેક વિગતો મુદ્દા સહિત: પ્રથમ નોકરીવાળાને 15 હજાર, 1 કરોડ મકાન, ટેક્સ છૂટ; વાંચો નિર્મલાના પટારામાંથી શું-શું નીકળ્યું ?. બજેટના દિવસે શેરબજારમાં કડાકો: લોંગ ટર્મ કેપિટલ ગેઈન ટેક્સ વધારાતા માર્કેટ રીસાયું; સેન્સેક્સ 900 અંક ઘટ્યો, નિફ્ટીએ 24250નું લેવલ તોડ્યું. બજેટ આ રીતે કરશે તમારા ખિસ્સાને અસર: એક સેકન્ડમાં જાણી લો શું થયું મોઘું અને શું થયું સસ્તું ?. બજેટે આપી બિઝનેસ કરવાની ઉત્તમ તક: બિઝનેસ માટે લોન મેળવવા આ રીતે કરો અરજી, સરકાર કરશે આટલા લાખ રૂપિયા સુધીની સહાય. બજેટ પહેલા નીતિશના આ શબ્દોનો શું અર્થ ?: નીતિશ કુમારે કહ્યું- બધી વસ્તુઓની ધીરે-ધીરે ખબર પડશે, શું નીતિશ મોદી સરકારને ચાલવા દેશે કે પછી ટેકો પાછો ખેંચશે ?. બજેટ પૂર્વે આર્થિક સર્વે રજૂ: ઉદ્યોગ જગતને કેન્દ્ર સરકાર ઈલેક્ટ્રિક વ્હિકલ્સની નીતિઓમાં સુધારો કરશે તેવી અપેક્ષા, શું બજેટ પછી ઈલેક્ટ્રિક વ્હિકલ્સ ભાવ ઘટશે?.

પાકિસ્તાન પરથી IMFને ભરોસો ઉઠ્યો: દેશની લોન ચૂકવવાની ક્ષમતા અંગે શંકા વ્યક્ત કરી, આર્થિક સહાય મેળવવામાં પડશે તકલીફ

top-news
  • 11 May, 2024

પાકિસ્તાન માટે એક ખરાબ સમાચાર સામે આવ્યા છે. આઈએમએફ(ઈન્ટરનેશનલ મોનિટરી ફન્ડ)એ પાકિસ્તાનની લોન ચૂંકવવા અંગેની ક્ષમતા પર શંકા કરી છે. ઉલ્લેખનીય છે કે હાલ પાકિસ્તાન આર્થિક કટોકટીનો સામનો કરી રહ્યું છે. આઈએમએફએ પણ પાકિસ્તનને વધુ લોન આપવા મુદ્દે હાથ અધ્ધર કરી દીધા હોય તેવ સંકેત આપ્યા છે. એક અહેવાલ મુજબ આઈએમએફએ પાકિસ્તાનની લોન ચુકવવાની ક્ષમતા પર શંકા કરી છે. જોકે આ વાત વિચાર માંગી લે એવી એટલા માટે છે કે પાકિસ્તાનની અર્થવ્યવસ્થા અંગે વોશિંગ્ટન સ્થિત બેન્ક મુલ્યાંકન કરી રહી છે.

ઈસ્લામાબાદે એક્સટેન્ડેડ ફંડ ફેસિલિટી (EFF) હેઠળ નવુ રાહત પેકેજ જારી કરવા અરજી કરી છે. આઈએમએફ (IMF)ની ટીમ આ મામલે ચર્ચા કરી રહી છે. આઈએમએફ અનુસાર, પાકિસ્તાનને આગામી પાંચ વર્ષમાં કુલ 123 અબજ ડોલરના ધિરાણની જરૂર છે. જેમાં 2024-25માં 21 અબજ ડોલર, 2025-26માં 23 અબજ ડોલર, 2026-27માં 22 અબજ ડોલર, 2027-28માં 29 અબજ ડોલર તથા 2028-29માં 28 અબજ ડોલરની જરૂર છે.

મીડિયા રિપોર્ટ્સમાં આ મહિનાની શરૂઆતમાં જાહેર કરાયેલા પાકિસ્તાન અંગેના તેના સ્ટાફ રિપોર્ટમાં IMFને ટાંકીને કહ્યું હતું કે પાકિસ્તાનની દેવું ચૂકવવાની ક્ષમતા ગંભીર જોખમોને આધિન છે અને તે સંપૂર્ણપણે નીતિના અમલીકરણ અને સમયસર બાહ્ય ધિરાણ, એક્સચેન્જ રેટ ફ્લેક્સિબિલિટી પર નિર્ભર છે.

ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎
https://shorturl.at/hjzN0

ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎