રાહુલ ગાંધીનો પૂછપરછ મામલે બફાટ: કોંગ્રેસ નેતાએ ઈડી-સીબીઆઈને સંબોધીને કહ્યું- તમે મને બોલાવ્યો નહોતો હું આવ્યો છું
- 11 May, 2024
ઉત્તરપ્રદેશના લખનઉમાં શુક્રવારે એક ચૂંટણી રેલી દરમિયાન કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ સીબીઆઈ અને ઈડી દ્વારા કરવામાં આવેલી પૂછપરછનો અનુભવ શેર કર્યો હતો. તેમણે આ અંગે કહ્યું હતું કે સીબીઆઈએ અને ઈડીએ મારી 55 કલાક સુધી પુછપરછ કરી હતી. રાહુલ ગાંધીએ કહ્યું કે મેં ઈડીના અધિકારીઓને કહ્યું કે જુઓ કદાચ તમે વિચારી રહ્યો છો કે તમે મને બોલાવ્યો છે, જોકે તમે ખોટા ભ્રમમાં છે. તમે મને બોલાવ્યો નથી. હું આવ્યો છું. કારણ કે હું એ જોવા માંગું છું કે હિન્દુસ્તાનની લોકશાહીની હત્યા કોણ કરી રહ્યું છે.
રાહુલ ગાંધીએ આગળ કહ્યું કે પૂછપરછ દરમિયાન મને એક સેલ જોવા મળી. હું વિચારી રહ્યો હતો કે મારા પરદાદા 12 વર્ષ સુધી આવા જ પ્રકારના સેલમાં બેઠા હતા. ઓછામાં-ઓછા 10 વર્ષ તો મારે પણ જવું જોઈએ.
રાહુલ ગાંધીએ આગળ કહ્યું કે મને કોઈ પણ સેલ આપો, કોઈ જ ફરક પડતો નથી. મારું કહેવાનું છે કે હિન્દુસ્તાનના લોકોની સામે હિન્દુસ્તાનની સચ્ચાઈ લાવો. હું માનું છું કે જો અમે સત્ય સામે લાવી દીધું તો હિન્દુસ્તાનનું રાજકારણ સંપૂર્ણ રીતે બદલાઈ જશે.
ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ
https://shorturl.at/hjzN0
ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ