:
Breaking News
તિહાર જેલમાં ચોંકાવનારો ખુલાસો: 125 કેદીઓ એચઆઈવી પોઝિટિવ, 200ને સિફિલિસ રોગ થતા ગભરાટ; તિહારમાં 10 હજાર કેદીઓનું મેડિકલ સ્ક્રીનિંગ થયું. મમતાને નીતિ આયોગની બેઠક ન પસંદ આવી: CM મમતા બેનર્જી મીટિંગ છોડીને નીકળી ગયા, કહ્યું- મને બોલવા જ ન દીધી. જમ્મુ-કાશ્મીરમાં સર્ચ ઓપરેશન: માછિલ સેક્ટરમાં સૈનિકો અને આતંકીઓ વચ્ચે એન્કાઉન્ટર, અથડામણમાં 1 આતંકી ઠાર; 4 જવાન ઈજાગ્રસ્ત. આ દવાઓ મફત મળશે: ગુજરાતના તમામ આરોગ્ય કેન્દ્રો પર ફ્રીમાં મળશે જીવન જરૂરી મેડિસિન્સ, સરકારે યાદીમાં ઉમેરી નવી દવાઓ. ફ્રાન્સથી આવ્યા માઠા સમાચાર: ઓલિમ્પિકની શરૂઆત પહેલા ફ્રાન્સના રેલવે નેટવર્ક પર હુમલો થતા 8 લાખ લોકો અસરગ્રસ્ત, ટ્રેન નેટવર્કની ખામી શોધવાના પ્રયાસો ચાલું. ભારતીય શેરબજારોમાં મોટો ઉછાળો: સેન્સેક્સ 1292 અંક વધ્યો, નિફ્ટી 24834 પર બંધ; ભારતી એરટેલ, વિપ્રો, ટાટા સ્ટીલના શેર વધ્યા. ભષ્ટ્રાચારને નાથવા ગુજરાત સરકાર લાવશે કાયદો: વિધાનસભાના ચોમાસુ સત્રમાં વિધાયક આવે તેવી શક્યતા, ભષ્ટ્રાચાર કરનાર અધિકારીઓમાં ગભરાટ. કારગીલ વિજય દિવસની ઉજવણી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કારગિલ યુદ્ધના વીરોને આપી શ્રદ્ધાંજલિ, લદ્દાખમાં શિંકુન લા પ્રોજેક્ટની પણ કરી શરૂઆત. રાષ્ટ્રપતિ ભવનના હોલનું નામ બદલવાનો મામલો: કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ વડાપ્રધાન મોદી પર કર્યો શાબ્દિક હુમલો, કહ્યું- દરબારનો ખ્યાલ નથી પરંતુ 'શહેનશાહ'નો ખ્યાલ છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્રને આપ્યો ઝાટકો: કોર્ટે કહ્યું- રાજ્યોને ખાણ અને ખનીજો ધરાવતી જમીનો પર ટેક્સ લગાવવાનો અધિકાર, ખનીજો પર ટેક્સ વસુલવાના મામલે મોટો ચુકાદો.

અમદાવાદીઓને સિગ્નલો તોડવાનું ભારે પડશે: હવે તમારા ઘરે સીધું આવશે ફરફરિયું; કોન્ટ્રાક્ટ રિન્યું થતા CCTV કેમેરાઓ ફરી ચાલુ

top-news
  • 10 May, 2024

અમદાવાદ શહેરના 82 જંક્શનો પર સિટી સર્વેલન્સ અને ઈન્ટેલિજન્ટ ટ્રાફિક મેનેજમેન્ટ સિસ્ટમે લગાવેલા કેમેરા છેલ્લા બે વર્ષથી બંધ હતા, જોકે હાલ તેનો કોન્ટ્રાક્ટ રીન્યુ કરવામાં આવતા આ CCTV કેમેરા કાર્યરત થઇ ગયા છે, કોન્ટ્રાક્ટ રિન્યૂ થતા જ તાત્કાલિક આ 82 જંકશનો પરના બંધ કેમેરા શરૂ કરવામાં આવતા હવે રોજના સરેરાશ 4500 જેટલા ઈ-મેમો ઈશ્યૂ કરવામાં આવશે.

શહેરમાં 212 જંક્શન પરથી ઈમેમો જનરેટ કરવામાં આવે છે. આ જંક્શનો પૈકી સ્માર્ટ સિટી જંક્શન અંતર્ગત 130 જંક્શન પર 2,303 કેમેરા જ્યારે સિટી સર્વેલન્સ અને ઈન્ટેલિજન્ટ ટ્રાફિક મેનેજમેન્ટ સિસ્ટમના 82 જંક્શનો પર 254 કેમેરાઓ લગાવવામાં આવ્યા છે. છેલ્લા બે વર્ષથી આ કરાર પૂર્ણ થઈ ગયો હોવાથી આ 82 જંક્શનો પરના 254 કેમેરાઓ બંધ હાલતમાં હતા, જ્યારે 130 જંકશનો પૈકી 85 જંકશનોમાં CCTV વાયર કપાઈ જવા, કેમેરા તૂટી જવા અથવા કેમેરા ડિસ્મેન્ટલ થવા, સ્ટોપ લાઈનની સમસ્યા સહિતના કારણોથી આ જંકશનો પરના કેમેરા બંધ થઈ ગયા હતા. તેના પગલે મેમા ઈસ્યુ થઈ શકતા નહોતા.

એઈસી, એરપોર્ટ, અખબારનગર, અંજલી, અપસરા સિનેમા, અસલાલી, બાકરોલ, શીલજ-બોપલ રોડ, બોપલ સર્કલ, ચિમનભાઈ બ્રીજ, ચોખા બજાર, સર્કિટ હાઉસ, સિવિલ હોસ્પિટલ, સીટીએમ, દાણીલીમડા, દાસ્તાન સર્કલ, દહેગામ સર્કલ, દિલ્હી દરવાજા, ગીતામંદિર, ઘી કાટા, ગોતા, હજરત શ્રી અલી દરગાહ, હાટકેશ્વર, હેલમેટ સર્કલ, આઈઆઈએમ, ઈન્કમટેક્ષ, ઈસ્કોન, જમાલપુર, જનપત ટી, જશોદાનગર, જવાહર ચોક, ઝુન્ડાલ સર્કલ, જુહાપુરા, કમોર્ડ સર્કલ, કર્ણાવતી, ખમાસા, ખોખરા, માનસી, મેમ્કો, મધર ડેરી સર્કલ, નરોડા પાટિયા, નારોલ સર્કલ, નેશનલ હાઈવે ટોલ 1, નવી હાઈકોર્ટ, નહેરુનગર, નિકોલ, ઓઢવ, ઓગણજ, નવા વાડજ, પકવાન, પાલડી, પ્રેમ દરવાજા, પુષ્પકુંજ સર્કલ, રાણીપ, રખિયાલ, આરટીઓ, રૂબી ટી, સાણંદ, સાણંદ ટાવર, સનાથલ, સારંગપુર સહિતના જંક્શન પર કેમેરા કાર્યરત કરવામાં આવ્યા છે.

ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎
https://shorturl.at/hjzN0

ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎