બૃજભૂષણ શરણ સિંહને મોટો ઝટકો: મહિલા પહેલવાનના યૌન શોષણ કેસમાં ચાર્જ ફ્રેમ કરવા કોર્ટે આપ્યો આદેશ
![top-news](https://www.gujaratvandan.com/public/uploads/images/newsimages/GujaratVandan10052024_131816_Braj-New.webp)
- 10 May, 2024
મહિલા પહેલવાનના કથિત યૌન શોષણના મામલામાં કુશ્તી સંઘના પૂર્વ અધ્યક્ષ અને ભાજપ સાંસદ બૃજભૂષણ શરણ સિંહને રાઉજ એવન્યુ કોર્ટમાંથી મોટો ઝટકો લાગ્યો છે. કોર્ટે બૃજભૂષણની વિરુદ્ધ ચાર્જ ફ્રેમ કરવાનો આદેશ આપ્યો છે. આ સિવાય બૃજભૂષણના સેક્રેટરી વિનોદ તોમરની વિરુદ્ધ પણ ચાર્જ ફ્રેમ કરવા અંગેનો આદેશ આપવામાં આવ્યો છે. કોર્ટે કહ્યું કે બૃજભૂષણની વિરુદ્ધ ચાર્જ ફ્રેમ કરવા માટેના પુરતા પુરાવા છે.
કોર્ટે બૃજભૂષણની વિરુદ્ધ કલમ 354, 354-એ અને કલમ 506 અંતર્ગત ચાર્જ ફ્રેમ કરવાનો આદેશ આપ્યો છે. વિનોદ તોમરની વિરુદ્ધ 506(1) મુજબ ચાર્જ ફ્રેમ કરવાના પુરાવા છે. દિલ્હી પોલીસે બૃજભૂષણ સિંહની વિરુદ્ધ 15 જૂન 2023ના રોજ કલમ 354, 354-એ, 354-ડી, કલમ 506 મુજબ એફઆઈઆર દાખલ કરી હતી.
ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ
https://shorturl.at/hjzN0
ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ