કેજરીવાલને મોડે-મોડે મળી સફળતા: મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની વચગાળાની જામીન અરજી મંજૂર, 1 જૂન સુધી બહાર રહી શકશે
- 10 May, 2024
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત મળી છે. કોર્ટે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની વચગાળાની જામીન અરજીને મંજૂર કરી છે. કોર્ટે 1 જૂન સુધી તેમના વચગાળાના જામીન મંજૂર કર્યા છે. ઉલ્લેખનીય છે કે તપાસ એજન્સીએ અરવિંદ કેજરીવાલની વચગાળાની જામીન અરજીનો વિરોધ કરતું એક સોગાંદનામું કોર્ટ સમક્ષ દાખલ કર્યું હતું. બીજી તરફ લીકર પોલીસી કેસમાં આમ આદમી પાર્ટીને આરોપી બનાવવાની તૈયારી છે. એવું પ્રથમ વખત બનશે કે કોઈ રાજકીય પાર્ટીને કોઈ ક્રિમિનલ કેસમાં અપરાધી બનાવવામાં આવશે.
વરિષ્ઠ વકીલ કપિલ સિબ્બલે કહ્યું હતું કે ગઈકાલે એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટોરેટ(ઈડી) દ્વારા કોર્ટમાં કેજરીવાલની જામીન અરજીનો વિરોધ કરતું સોગાંદનામું દાખલ કરવામા આવ્યું હતું. આ સોગાંદનામામાં કહેવામાં આવ્યું હતું કે કેજરીવાલને વચગાળાના જામીન એટલે ન આપવામાં આવે કારણ કે રાઈટ ટું કેમ્પેન એ કાયદાકીય હક્ક છે, તે કોઈ બંધારણીય હક નથી. સિબ્બલે કહ્યું હતું કે આ વાત સાચી પરંતુ જ્યારે કોઈ વ્યક્તિને સજા થઈ હોય અને કોર્ટે પણ એવું કહ્યું હોય કે તે સજા પર સ્ટે આપે છે અને તે વ્યક્તિ ચૂંટણી પ્રચારમાં ભાગ લે છે, તો તેમને જ પૂછો કે કઈ રીતે હાર્દિક પટેલ ચૂંટણી લડી હતી.
ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ
https://shorturl.at/hjzN0
ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ