કેજરીવાલની અરજીની સુનાવણી પહેલા ઈડીનું સોગાંદનામું: સુપ્રીમ કોર્ટ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની વચગાળાની જામીન અરજી પર શુક્રવારે ચુકાદો આપશે
- 09 May, 2024
સુપ્રીમ કોર્ટમાં આજે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની વચગાળાની જામીન અરજી સામે એક સોગાંદનામું દાખલ કર્યું છે. જોકે દિલ્હી લીકર પોલીસી કૌભાંડને લગતા મની લોન્ડ્રિંગ કેસમાં કેજરીવાલની જામીન અરજી પર સુનાવણી શુક્રવારે હાથ ધરાશે. દિલ્હીમાં દારૂ નીતિના કથિત કૌભાંડમાં ઈડીની ધરપકડને પડકારતી અરવિંદ કેજરીવાલની અરજી પર સુનાવણી કરી રહેલી બેંચની અધ્યક્ષતા કરનારા જસ્ટીસ સંજીવ ખન્નાએ કહ્યું હતું કે વચગાળાના જામીન મુદ્દે અમે શુક્રવારે ચુકાદો આપીશું. ધરપકડને પડકારતી કેજરીવાલની અરજી પર પણ આ જ દિવસે નિર્ણય કરાશે.
અત્રે ઉલ્લેખનીય છે કે કોર્ટમાં કેજરીવાલના વચગાળાના જામીન પર વિચાર કરવામાં આવે તે પહેલા જ ગુરુવારે ઈડીના ડેપ્યુટી ડાયરેક્ટર ભાનુ પ્રિયાએ કોર્ટમાં સોગાંદનામુ દાખલ કર્યું હતું. તેમણે કહ્યું કે મુખ્યમંત્રી કેજરીવાલને જો ચૂંટણી પ્રચારને ધ્યાનમાં રાખીને વચગાળાના જામીન આપવામાં આવે તો, અન્ય બેઈમાન રાજકીય નેતાઓ પણ ગુના કરવા તેમજ ચૂંટણીના બહાને તપાસમાંથી બચવાનો પ્રયત્ન કરશે. તેનાથી એક ખોટો સંદેશ પણ જશે.
ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ
https://shorturl.at/hjzN0
ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ