ધાર્મિક લધુમતીઓના હિસ્સાનું દેશવ્યાપી વિશ્લેષણ: છેલ્લા 65 વર્ષમાં હિન્દુઓની વસ્તી 8% ઘટી, મુસ્લિમોની વસ્તી 14.09 ટકા વધી
- 09 May, 2024
દેશમાં છેલ્લા 65 વર્ષમાં હિન્દુઓની વસ્તી 8% ઘટી છે. બીજી તરફ મુસ્લિમ વસ્તી 9.84%થી વધીને 14.09% થઈ છે. વડાપ્રધાનના આર્થિક સલાહકાર પરિષદના રિપોર્ટમાં આ વાતની જાણકારી આપવામાં આવી છે. 'ધાર્મિક લધુમતીઓના હિસ્સાનું દેશવ્યાપી વિશ્લેષણ' નામથી પબ્લિશ રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે પારસી અને જૈન સમુદાય સિવાય ભારતના તમામ ધાર્મિક લઘુમતીઓની વસ્તીમાં કુલ 6.58% નો વધારો થયો છે. દેશની આઝાદી પછી 1950થી 2015ની વચ્ચે હિંદુઓની વસ્તી ઘણી ઘટી છે.
બીજી તરફ મુસ્લિમોની વસ્તીમાં ઓવરઓલ 43.15%નો વધારો જોવા મળ્યો છે. મુસ્લિમોની 1950માં 9.84% રહેલી વસ્તી 14.09% પર પહોંચી ગઈ છે. ખ્રિસ્તી ધર્મના લોકોની વસ્તીની ભાગીદારી 2.24%થી વધીને 2.36% થઈ છે. જ્યારે શીખ સમુદાયની વસ્તી 1.24%થી વધીને 1.85% થઈ છે.
રિપોર્ટમાં આપવામાં આવેલી માહિતી મુજબ ભારતમાં હિંદુ વસ્તી 1950માં 84.68% હતી, જે 2015 સુધી ઘટીને 78.06% થઈ ગઈ. જ્યારે મુસ્લિમ વસ્તીનો ભાગ 1950માં 9.84%થી વધીને 2015માં 14.09% થઈ ગયો હતો. આઝાદીના ત્રણ વર્ષ બાદ ખ્રિસ્તી સમુદાયની દેશમાં વસ્તી 2.24% હતી, જે 2015માં વધીને 2.36% થઈ હતી. 1950માં શિખ સમુદાયના લોકોની સંખ્યા દેશમાં 1.24% હતી, તેમાં વધારો જોવા મળ્યો અને 2015 સુધી તે 1.85% થઈ છે.
ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ
https://shorturl.at/hjzN0
ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ