:
Breaking News
તિહાર જેલમાં ચોંકાવનારો ખુલાસો: 125 કેદીઓ એચઆઈવી પોઝિટિવ, 200ને સિફિલિસ રોગ થતા ગભરાટ; તિહારમાં 10 હજાર કેદીઓનું મેડિકલ સ્ક્રીનિંગ થયું. મમતાને નીતિ આયોગની બેઠક ન પસંદ આવી: CM મમતા બેનર્જી મીટિંગ છોડીને નીકળી ગયા, કહ્યું- મને બોલવા જ ન દીધી. જમ્મુ-કાશ્મીરમાં સર્ચ ઓપરેશન: માછિલ સેક્ટરમાં સૈનિકો અને આતંકીઓ વચ્ચે એન્કાઉન્ટર, અથડામણમાં 1 આતંકી ઠાર; 4 જવાન ઈજાગ્રસ્ત. આ દવાઓ મફત મળશે: ગુજરાતના તમામ આરોગ્ય કેન્દ્રો પર ફ્રીમાં મળશે જીવન જરૂરી મેડિસિન્સ, સરકારે યાદીમાં ઉમેરી નવી દવાઓ. ફ્રાન્સથી આવ્યા માઠા સમાચાર: ઓલિમ્પિકની શરૂઆત પહેલા ફ્રાન્સના રેલવે નેટવર્ક પર હુમલો થતા 8 લાખ લોકો અસરગ્રસ્ત, ટ્રેન નેટવર્કની ખામી શોધવાના પ્રયાસો ચાલું. ભારતીય શેરબજારોમાં મોટો ઉછાળો: સેન્સેક્સ 1292 અંક વધ્યો, નિફ્ટી 24834 પર બંધ; ભારતી એરટેલ, વિપ્રો, ટાટા સ્ટીલના શેર વધ્યા. ભષ્ટ્રાચારને નાથવા ગુજરાત સરકાર લાવશે કાયદો: વિધાનસભાના ચોમાસુ સત્રમાં વિધાયક આવે તેવી શક્યતા, ભષ્ટ્રાચાર કરનાર અધિકારીઓમાં ગભરાટ. કારગીલ વિજય દિવસની ઉજવણી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કારગિલ યુદ્ધના વીરોને આપી શ્રદ્ધાંજલિ, લદ્દાખમાં શિંકુન લા પ્રોજેક્ટની પણ કરી શરૂઆત. રાષ્ટ્રપતિ ભવનના હોલનું નામ બદલવાનો મામલો: કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ વડાપ્રધાન મોદી પર કર્યો શાબ્દિક હુમલો, કહ્યું- દરબારનો ખ્યાલ નથી પરંતુ 'શહેનશાહ'નો ખ્યાલ છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્રને આપ્યો ઝાટકો: કોર્ટે કહ્યું- રાજ્યોને ખાણ અને ખનીજો ધરાવતી જમીનો પર ટેક્સ લગાવવાનો અધિકાર, ખનીજો પર ટેક્સ વસુલવાના મામલે મોટો ચુકાદો.

મેરે અપને-પોતાના માણસો જ પોતાના ન રહ્યાં: પિત્રોડાના નિવેદનને વાડ્રાએ બકવાસમાં ખપાવ્યું, કહ્યું- હું તેમની વાત સાથે સહમત નથી

top-news
  • 09 May, 2024

ઈન્ડિયન ઓવરસીસ કોંગ્રેસના પૂર્વ ચેરમેન સામ પિત્રોડાના રંગભેદવાળા નિવેદનથી હાલ રાજકારણમાં ખભળાટ મચી ગયો છે. બુધવારે સામ પિત્રોડાએ એક અંગ્રેજી ન્યુઝ પેપરને આપેલા ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે પશ્ચિમમાં રહેતા લોકો અરબ જેવા, ઉત્તર ભારતના લોકો અંગ્રેજો જેવા, દક્ષિણ ભારતમાં રહેતા લોકો આફ્રિકન જેવા અને પૂર્વમાં રહેતા લોકો ચીનમાં રહેતા લોકો જેવા લાગે છે. જોકે આ નિવેદન વાઈરલ થવાના પગલે પિત્રોડાએ રાજીનામું આપવાની ફરજ પડી હતી. હવે પિત્રોડાના નિવેદન પર રોબર્ટ વાડ્રાની પ્રતિક્રિયા સામે આવી છે અને તેમણે પિત્રોડા કરેલા આ નિવેદનને બકવાસ કહ્યો છે.

વાડ્રાએ કહ્યું કે જ્યારે તમે આ પરિવાર સાથે જોડાવ છો તો વધુ તાકાતની સાથે મોટી જવાબદારી પણ આવે છે. તમારે કોઈ પણ પગલું ભરતા પહેલા વિચારવું પડે છે. સામ પિત્રોડાએ જે પણ વાત કહી છે, તેની સાથે હું સહમત નથી. મિસ્ટર સામ પિત્રોડાએ જે પણ બકવાસ કર્યો તે બકવાસ જ છે. કોઈ પણ માણસ જે આટલો ભણેલો ગણેલો હોય તે આવું કઈ રીતે બોલી શકે. તેઓ રાજીવ જીના ખુબ જ નજીકના હતા. 

વાડ્રાએ આગળ કહ્યું કે જો તમને પરિવાર સાથે જોડાવવાની તક મળી છે તો તમારે તમારી સમજણથી પગલા ભરવા જોઈએ. સમજદારી હોવી જોઈએ. રાહુલ પ્રિયંકા અને કોંગ્રેસ આટલી મહેનત કરી રહ્યાં છે અને તમારા એક નિવેદનથી બીજેપીને એક બિનજરૂરી મુદ્દો ઉઠાવવાની તક મળી ગઈ.

ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎
https://shorturl.at/hjzN0

ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎