રશિયાનો ભારતની ચૂંટણી મામલે અમેરિકા પર આક્ષેપ: વિદેશ મંત્રાલયના પ્રવક્તા ઝખારોવાએ કહ્યું- US કરે છે લોકસભા ચૂંટણીમાં હસ્તક્ષેપ કરવાનો પ્રયત્ન
- 09 May, 2024
હાલ જ્યારે ભારતમાં લોકસભા ચૂંટણી ચાલી રહી છે ત્યારે રશિયાએ એક મોટો દાવો કર્યો છે. તેણે કહ્યું કે અમેરિકા ભારતની લોકસભા ચૂંટણીમાં હસ્તક્ષેપ કરવાનો પ્રયત્ન કરી રહ્યું છે. અમેરિકા લોકસભા ચૂંટણી દરમિયાન ભારતને અસ્થિર કરવા માંગે છે.
તાજેતરમાં રશિયાની સરકારી ન્યુઝ એજન્સીએ તેના એક રિપોર્ટમાં કહ્યું છે કે રશિયાના વિદેશ મંત્રાલયના પ્રવક્તા મારિયા ઝખારોવાએ કહ્યું કે અમેરિકા ખરેખર ભારતના રાજકીય માહોલને બગાડવાનો પ્રયત્ન કરી રહ્યું છે. તે ભારતની રાજકીય સમજ અને ઈતિહાસને સમજી જ શકતું નથી. ઝખારોવાએ ભારતમાં ધાર્મિક સ્વતંત્રતાના મુદ્દા પર અમેરિકાના અહેવાલના સંદર્ભમાં આ નિવેદન આપતા આ બાબત જણાવી હતી.
US ભારતની ધાર્મિક સ્વતંત્રતા અંગે સતત પાયાવિહોણા આરોપો લગાવી રહ્યું છે. તેનું કારણ ભારતના આંતરિક રાજકીય માહોલને ખલેલ પહોંચાડવાનું અને સામાન્ય ચૂંટણીઓમાં અવરોધ ઊભો કરવાનું છે. ઝખારોવાએ કહ્યું કે અમેરિકાની ગતિવિધિઓ સ્પષ્ટપણે ભારતના આંતરિક મામલામાં હસ્તક્ષેપને દર્શાવે છે. જે ભારત માટે એક અપમાનજનક બાબત છે.
ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ
https://shorturl.at/hjzN0
ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ