એર ઈન્ડિયા એક્સપ્રેસે 25 કર્મચારીઓને હટાવ્યાં: કેબિન ક્રુ મેમ્બર્સને કામ અંગે રિપોર્ટિગ ન કરવા બદલ પાણીચું પકડાવવામાં આવ્યું
- 09 May, 2024
એર ઈન્ડિયા એક્સપ્રેસે કામ અંગે રિપોર્ટિંગ ન કરવાના મામલામાં 25 જેટલા કેબિન ક્રુ મેમ્બર્સને કાઢી મુક્યા છે. જ્યારે જે ક્રુ મેમ્બર્સ હાલ હડતાળ પર છે, તેમને કામ પર હાજર થવાની છેલ્લી સુચના આપીને કહેવામાં આવ્યું છે કે તેઓ ગુરુવારે 4 વાગ્યા સુધીમાં કામ પર આવી જાય.
બુધવારે ટાટા ગ્રુપની એરલાઈનના અયોગ્ય વહીવટના વિરોધમાં અચાનક જ 200 જેટલા ક્રુ મેમ્બર્સ બીમાર હોવાનું કહીને રજા પર ઉતરી ગયા હતા. તેના પગલે એર ઈન્ડિયાની 100 જેટલી ફ્લાઈટ્સને રદ કરવામાં આવી હતી. ફ્લાઈટ્સ રદ થવાના પગલે ભારતમાં 15,000 જેટલા પેસેન્જર્સને હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો હતો.
ક્રુ મેમ્બર્સની આ હડતાળના પગલે કોચી, કાલીકટ, દિલ્હી અને બેંગલુરુ સહિતના એરપોર્ટ પરથી ઈન્ટરનેશનલ અને ડોમેસ્ટીક મુસાફરી કરી રહેલા મુસાફરોને મુશ્કેલી થઈ હતી અને તેમણે પોતાનો પ્રવાસ રદ કરવાની ફરજ પડી હતી. જ્યારે કેટલાક મુસાફરોએ અન્ય એરલાઈન્સમાં ટ્રાવેલ કરવાની ફરજ પડી હતી. દિલ્હી એરપોર્ટ પર સવારના 4 વાગ્યાથી સાંજના 4 સુધીમાં 14 ફ્લાઈટ્સ રદ કરવી પડી હતી.
ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ
https://shorturl.at/hjzN0
ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ