એર ઈન્ડિયા એક્સપ્રેસે 70 વિમાનો રદ કર્યા: જાણવા જેવું છે કારણ...
- 08 May, 2024
એર ઈન્ડિયા એક્સપ્રેસે તેની 70થી વધુ ઈન્ટરનેશનલ ફ્લાઈટ્સ અને ડોમેસ્ટીક ફ્લાઈટ્સને મંગળવાર રાતથી બુધવાર સવાર સુધી રદ કરી હતી. એરલાઈન્સે સિનિયર ક્રુ મેમ્બર્સ રજા પર જતા રહેતા આ પગલું ઉઠાવ્યું હતું. આ અંગેની માહિતી એરલાઈન્સના પ્રવક્તાએ આપી હતી.
ઘણા બધા ક્રુ મેમ્બર્સ છેલ્લી ઘડી બીમાર પડતા એર ઈન્ડિયા એક્સપ્રેસે ફ્લાઈટ્સને રદ કરવાની ફરજ પડી હતી. એરલાઈન્સે વધુમાં કહ્યું હતું કે આ સમગ્ર ઈસ્યુને સમજવામાં અમારી એક ટીમ લાગેલી છે અને અમે અમારા મહેમાનોને આ પગલાના કારણે જે તકલીફ થઈ તેને દૂર કરવાના પ્રયત્નો કરી રહ્યાં છે. ફ્લાઈટ્સ રદ થવાના કારણે જે લોકો મુસાફરી કરી શક્ય નહોતા તેમને તેમની ટિકિટના પૈસા રિફન્ડ કરાશે. આ સિવાય જો તે લોકો પોતાની મુસાફરીની તારીખને રિશિડ્યુલ કરવા માંગતા હશે તો તે પણ કરી શકશે.
જે લોકોને આજે પણ ફ્લાઈટ્સ હોય તે લોકો એક વખત તેમની ફ્લાઈટ્સનું સ્ટેટ્સ ઓનલાઈન ચેક કરીને પછી જ એરપોર્ટ પર આવે. આ સમગ્ર ઘટના અંગે એરલાઈન્સે માફી માંગી હતી. આ સિવાય સમગ્ર મામલાની હાલ સિવિલ એવિએશન ઓથોરિટી પણ ચકાસી રહી છે.
ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ
https://shorturl.at/hjzN0
ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ