:
Breaking News
મમતાને નીતિ આયોગની બેઠક ન પસંદ આવી: CM મમતા બેનર્જી મીટિંગ છોડીને નીકળી ગયા, કહ્યું- મને બોલવા જ ન દીધી. જમ્મુ-કાશ્મીરમાં સર્ચ ઓપરેશન: માછિલ સેક્ટરમાં સૈનિકો અને આતંકીઓ વચ્ચે એન્કાઉન્ટર, અથડામણમાં 1 આતંકી ઠાર; 4 જવાન ઈજાગ્રસ્ત. આ દવાઓ મફત મળશે: ગુજરાતના તમામ આરોગ્ય કેન્દ્રો પર ફ્રીમાં મળશે જીવન જરૂરી મેડિસિન્સ, સરકારે યાદીમાં ઉમેરી નવી દવાઓ. ફ્રાન્સથી આવ્યા માઠા સમાચાર: ઓલિમ્પિકની શરૂઆત પહેલા ફ્રાન્સના રેલવે નેટવર્ક પર હુમલો થતા 8 લાખ લોકો અસરગ્રસ્ત, ટ્રેન નેટવર્કની ખામી શોધવાના પ્રયાસો ચાલું. ભારતીય શેરબજારોમાં મોટો ઉછાળો: સેન્સેક્સ 1292 અંક વધ્યો, નિફ્ટી 24834 પર બંધ; ભારતી એરટેલ, વિપ્રો, ટાટા સ્ટીલના શેર વધ્યા. ભષ્ટ્રાચારને નાથવા ગુજરાત સરકાર લાવશે કાયદો: વિધાનસભાના ચોમાસુ સત્રમાં વિધાયક આવે તેવી શક્યતા, ભષ્ટ્રાચાર કરનાર અધિકારીઓમાં ગભરાટ. કારગીલ વિજય દિવસની ઉજવણી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કારગિલ યુદ્ધના વીરોને આપી શ્રદ્ધાંજલિ, લદ્દાખમાં શિંકુન લા પ્રોજેક્ટની પણ કરી શરૂઆત. રાષ્ટ્રપતિ ભવનના હોલનું નામ બદલવાનો મામલો: કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ વડાપ્રધાન મોદી પર કર્યો શાબ્દિક હુમલો, કહ્યું- દરબારનો ખ્યાલ નથી પરંતુ 'શહેનશાહ'નો ખ્યાલ છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્રને આપ્યો ઝાટકો: કોર્ટે કહ્યું- રાજ્યોને ખાણ અને ખનીજો ધરાવતી જમીનો પર ટેક્સ લગાવવાનો અધિકાર, ખનીજો પર ટેક્સ વસુલવાના મામલે મોટો ચુકાદો. શેરબજાર ખુલતાની સાથે જ તૂટ્યું: સેન્સેક્સ 600 અંક ઘટ્યો, નિફ્ટી 24300ની નીચે; ટાટા મોટર્સ, લાર્સન, કોટક મહિન્દ્રાના શેર વધ્યા.

મયાવતીનું ભત્રીજા સામે મોટું પગલું: આકાશ આનંદને રાષ્ટ્રીય સંયોજકના પદ પરથી હટાવ્યા

top-news
  • 08 May, 2024

લોકસભાની ચૂંટણી હાલ ચાલી રહી છે, એવા સમયે જ બહુજન સમાજ પાર્ટીના પ્રમુખ મયાવતીએ ભત્રીજા આકાશ આનંદ સામે મોટી કાર્યવાહી કરી છે. મયાવતીએ આકાશ આનંદને બહુજન સમાજ પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને તેમના ઉત્તરાધિકારીના પદ પરથી દૂર કરી દીધા છે. ઉલ્લેખનીય છે કે બસપા સુપ્રીમોએ ગયા વર્ષે ડિસેમ્બરમાં આકાશને તેમના ઉત્તરાધિકારી તરીકે જાહેર કર્યા હતા. આ અંગે પ્રતિક્રિયા આપતા માયવતીએ કહ્યું હતું કે આકાશ આનંદ જ્યાં સુધી સંપૂર્ણ પરિપકવ નહીં બને ત્યાં સુધી તેમને અગત્યની ગણાતી બંને જવાબદારીમાંથી દૂર રખાશે.

હાલ એવા સવાલો ઉઠી રહ્યા છે કે લોકસભા ચૂંટણી વચ્ચે બસપામાં આ મોટા ફેરબદલનું કારણ શું છે. જ્યારે આકાશ આનંદને લોન્ચ કરવામાં આવ્યો ત્યારે તેને ખાસ કરીને યુપીમાં ભારે આકર્ષણ મળી રહ્યું હતું. લોકો તેની સભાઓમાં તેમને સાંભળવા આવતા હતા. બધાને લાગ્યું કે બસપા ફરી મોમેન્ટમ પાછું મેળવી રહી છે. પરંતુ આકાશ આનંદના છેલ્લાં કેટલાક નિવેદનોથી બસપાને ઘણું નુકસાન થયું હોવાનો દાવો હાલ કરાયો છે.

થોડા દિવસો અગાઉ તેમણે સીતાપુરમાં ભાજપ સરકારને 'આતંકની સરકાર' ગણાવી હતી. તે પછીથી આકાશ આનંદ સામે પોલીસ ફરિયાદ પણ નોંધવામાં આવી હતી. આ સિવાય બે-ત્રણ જગ્યાએ નિવેદન આપતી વખતે આકાશ એટલો ઉશ્કેરાઈ ગયા કે તેમના મોઢામાંથી અપશબ્દો નીકળી ગયા. તેમના બેફામ નિવેદનોની પણ ઘણી ટીકા થઈ રહી હતી, જેમાં 'જૂતા ફેંકીને મારવાનું મન થાય છે' જેવા નિવેદનો પણ સામેલ છે.  એવું મનાય છે કે આકાશ આનંદના વિવાદિત નિવેદનોથી માયાવતી નારાજ છે. આકાશ આનંદની આ ભાષાશૈલી, તેમની રાજનીતિ કરવાની સ્ટાઈલ અને તેમના ભાષણો માયાવતીને અનુરૂપ નથી લાગી રહ્યા. 

ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎
https://shorturl.at/hjzN0

ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎