CM કેજરીવાલની વચગાળાની જામીન અરજી: સુપ્રીમ કોર્ટ ગુરુવારે આપી શકે છે ચુકાદો
- 06 May, 2024
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની વચગાળાની જામીન અરજી પર ચુકાદો આપ્યા વગર જ સુપ્રીમ કોર્ટની બેન્ચ ઉઠી ગઈ હતી. ઉલ્લેખનીય છે કે શરાબ પોલીસીને લગતા મની લોન્ડરિંગ કેસમાં એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટોરેટ દ્વારા કરવામાં આવેલી ધરપકડને કેજરીવાલે સુપ્રીમ કોર્ટમાં પડકારી છે. સંજીવ ખન્ના અને દીપાંકર દત્તાની ખંડપીઠ હવે આ મામલે 9 મેના રોજ ચુકાદો આપે તેવી શક્યતા છે. ઉલ્લેખનીય છે કે અરવિંદ કેજરીવાલની 21 માર્ચે આ મામલમાં ધરપકડ કરવામાં આવી હતી. તે હાલ જ્યુડિશિયલ કસ્ટડીમાં તિહાડ જેલમાં બંધ છે.
સુનાવણી દરમિયાન ઈડી તરફથી રજૂઆત કરતા સોલિસિટર જનરલ એસવી રાજૂ તરફથી વધુ એક નોટ આપવામાં આવી હતી. તેમણે કેજરીવાલની એ દલીલનો વિરોધ કર્યો કે તપાસ એજન્સીએ સરકારી સાક્ષીઓના નિવેદનોને દબાવ્યા છે. કોર્ટે ઈડીને દિલ્હી લીકર પોલીસી કોભાંડ પર નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાની ધરપકડ પહેલા અને પછી ફાઈલ થયેલા કેશની ફાઈલને રજૂ કરવા માટે કહ્યું હતું. આ સિવાય કોર્ટે ઈડી પાસે કેજરીવાલની ધરપકડ થઈ તે પહેલાની પણ કેસ ફાઈલ માંગી હતી. સુપ્રીમ કોર્ટે 15 એપ્રિલે ઈડીને નોટિસ ફટકારી હતી અને કેજરીવાલની ધરપકડ વિરુદ્ધની અરજી પર જવાબ માંગ્યો હતો.
ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ
https://shorturl.at/hjzN0
ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ