ત્રીજા તબક્કાના મતદારોનો મિજાજ જૂદો: જાણો ગુજરાત અને અન્ય રાજ્યોમાં અત્યાર સુધીમાં થયેલા મતદાનનો આંક
![top-news](https://www.gujaratvandan.com/public/uploads/images/newsimages/GujaratVandan07052024_095426_523.webp)
- 07 May, 2024
આજે સવારથી ગુજરાત, મધ્ય પ્રદેશ, કર્ણાટક સહિત 11 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોની કુલ 93 બેઠકો પર ત્રીજા તબક્કાનું મતદાન ચાલી રહ્યું છે. ગુજરાતની તમામ 25, મહારાષ્ટ્રની 11, ઉત્તર પ્રદેશની 10, કર્ણાટકની 28 માંથી બાકી રહેલી 14, છત્તીસગઢની 7, બિહારની 5, બંગાળ તેમજ આસામની 4-4 અને ગોવાની 2 બેઠકો પર મતદાન ચાલુ છે. આ ઉપરાંત દમણ-દીવ અને દાદરા નગર હવેલીની બન્ને બેઠકો પર તેમજ મધ્ય પ્રદેશની 9 બેઠકો પર પણ ત્રીજા તબક્કાનું મતદાન થઈ રહ્યું છે.
ત્રીજા તબક્કામાં મતદારોનો ઉત્સાહ વધ્યો છે. ચૂંટણી પંચ દ્વારા બપોરના 1 વાગ્યાના જાહેર કરાયેલા મુજબ પશ્ચિમ બંગાળમાં 49.27 ટકા તો આસામમાં 45.88 ટકા, છત્તીસગઢમાં 46.14 ટકા, ગોવામાં 49.04 ટકા જ્યારે મધ્ય પ્રદેશમાં 44.67 ટકા મતદાન થયું છે. ગુજરાતની વાત કરીએ તો 1 વાગ્યા સુધીમાં 37.83 ટકા મતદાન થયું છે.
1 વાગ્યા સુધીની વિવિધ રાજ્યોની ટકાવારી
પશ્ચિમ બંગાળ 49.27%
મધ્યપ્રદેશ 44.67%
છત્તીસગઢ 46.14%
ગોવા 49.04%
ઉત્તર પ્રદેશ 38.12%
દાદરા અને નગર હવેલી અને દમણ અને દીવ 39.94%
આસામ 45.88%
બિહાર 36.69%
ગુજરાત 37.83%
કર્ણાટક 41.59%
મહારાષ્ટ્ર 31.55%
દરમિયાનમાં ગુજરાતમાં 25 બેઠકો માટે મતદાન થઈ રહ્યું છે. 25 બેઠકો માટે ચૂંટણી જંગના મેદાનમાં 19 મહિલા ઉમેદવારો સહિત 266 ઉમેદવારો રાજકીય નસીબ અજમાવી રહ્યાં છે. ગુજરાતની 25 બેઠકોમાં ગૃહમંત્રી અમિત શાહની ગાંધીનગર બેઠક વીવીઆઈપી છે. જ્યારે ભાજપના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલની નવસારી બેઠક પણ વીવીઆઈપી છે. રાજયભરમાં શરૂઆતથી અંદાજે 50,000 મતદાન મથકો પર મતદાનની પ્રક્રિયા શરૂ થઈ છે. ચૂંટણીમાં આ વખતે 3.97 કરોડ મતદારો નોંધાયા છે. સંવેદનશીલ મતદામ મથકો ખાતે પોલીસ, પેરામિલિટ્રી ફોર્સ સહિતના જવાનો તહેનાત કરવામાં આવ્યા છે.
ગુજરાતની 1 વાગ્યા સુધીની ટકાવારી
અમદાવાદ પૂર્વ 34.36%
અમદાવાદ પશ્ચિમ 33.29%
અમરેલી 31.48%
આણંદ 41.78%
બનાસકાંઠા 45.89%
બારડોલી 41.67%
ભરૂચ 43.12%
ભાવનગર 33.26%
છોટા ઉદેપુર 42.65%
દાહોદ 39.79%
ગાંધીનગર 39.23%
જામનગર 34.61%
જૂનાગઢ 36.11%
કચ્છ 34.26%
ખેડા 36.89%
મહેસાણા 37.79%
નવસારી 38.10%
પંચમહાલ 36.47%
પાટણ 36.58%
પોરબંદર 30.80%
રાજકોટ 37.42%
સાબરકાંઠા 41.92%
સુરેન્દ્રનગર 33.39%
વડોદરા 38.79%
વલસાડ 45.34%
ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ
https://shorturl.at/hjzN0
ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ